Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable TrustPage 24
________________ ૨૩ આત્મ સ્પર્શી મહાનાદ સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધ ભગવંતો જગતને પરમ સુખ અને આનંદ પ્રાપ્ત કરવા સતત પ્રેરણા આપે છે. આવું અને જેનું વર્ણન કરી ન શકાય તેવું અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચક્રાધીશ્વર અરિહંતોનું મહાસામ્રાજય જગતમાં પ્રવર્તી રહ્યું છે. અરિહંતોનું સર્વશ્રેષ્ઠ અનુદાન - તે પોતાના જ ભક્તને પોતાના સમ બનાવે છે. એટલે તે નિજ સ્વરૂપના દાતા' છે. આવી આવી અનેક રસભર વાતો પૂ. પંન્યસજીભદ્રંકરવિજયજી ભગવંત સમજાવતા અને સાધકોના હૃદય પ્રભુપ્રેમથી છલોછલ ભરાઈ જતા. અરિહંત પદના ભાવામૃત ઘૂંટી ઘૂંટીને સાધકને પાન કરાવતા જ રહ્યા .... વર્ષો સુધી અરિહંત' “અરિહંત' ચાલતું જ રહ્યું છે. અરિહંતની વાતો કરે ત્યારે ગુરુમહારાજમાં અરિહંતના ભાવોનું દર્શન થતું હતું. તેમના આત્માના પ્રદેશ પ્રદેશે અરિહંત ગીત ગુંજતું હતું. તેમના લોહીના અણુએ અણુ અરિહંતની વિશ્વ ઉદ્ધારની ભાવનાથી વિભૂષિત રહેતા તેમના હૃદયના ધબકારે ધબકારે અરિહંતનું સ્મરણ રહેતું અને શ્વાસોશ્વાસ અરિહંત ભાવવાસિત રહેતો. તેમની આંખોમાં પરમાત્માની ઝલક દેખાતી, તેમને જોઈને અરિહંતના એંધાણ વરતાય. જાણે પરમાત્મા પાસે પહોંચવાનું દ્વાર હોય એવા ગુરુ ભગવંત શોભતા હતા! તે દ્વારેથી પ્રવેશ થતાં સુખ સંપદાન આપનારૂં પ્રભુનું દર્શન થતું. પૂજય ગુરુ ભગવંત હંમેશાં પરમાત્મા અને શિષ્યની કડી જોડી આપવાનું કાર્ય કરતા જ રહ્યા....... | મૈત્રીભાવભર્યું તેમનું હૃદય કોઈ વખતે અમૃતથી છલકાઈ જાય ત્યારે જીવસૃષ્ટિમાં વિચરવા ગાલેલી તેમની ચેતના સમષ્ટિના અનંત વિલાસમાં ડૂબી જતી. ગુરુ ભગવંત જ્યારે મન મૂકીને વરસે ત્યારે જાણે વાત્સલ્યનું વહેતું ઝરણું, પરોપકારની પરબ અને મૈત્રીભાવના મહાસાગર ..! પૂ. ગુરુમહારાજ અરિહંતના ભાવો પીરસે ત્યારે સાધકની ચેતનામાં વીજળીનો સંચાર થાય. સાધક કોઈ અલૌકિક દશામાં પ્રવેશ કરી અરિહંતમાં ખોવાઈ જાય. ' બસ, આવું બધું દરરોજ ચાલતું જ રહ્યું... સાધકના જીવનની પ્રેમ સરિતા સુવર્ણમય મધુર પળોમાં આ રીતે પરમાત્માના મહાસાગર તરફ વહેતી જ રહી... વહેતી જ રહી... વહેતી જ રહી..... વિશ્વના સાર્વભૌમિક સામ્રાજ્યના જીવનદાતા અરિહંત પ્રભુનું મહાસામ્રાજ્ય.. મારા પ્રિયતમનું મહાસામ્રાજ્ય ગુરુ મુખેથી સાંભળી મારા હૃદયમાં દિવ્યજયોતિનો પ્રકાશ પથરાયો. દરરોજ સવારે એક પહોર (અંદાજે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84