Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

Previous | Next

Page 27
________________ આત્મ સ્પર્શી મહાનાદ સર્વ તારામાં સમાય છે. અર્થાતુ મારા તારાનો ભેદ રહેતો નથી. એવી પરસ્પર દશા અનુભવાય છે અને એવું બાહ્યમાં વિવેક પ્રેમ જ્ઞાનયોગ બની રહે છે. પ્રભુને “તું” તરીકે સંબંધોન હવે તું અને હું માં કાંઈ ફરક ન હોય તે રીતે વેદાય છે અનુભવાય છે. આ રીતે આપણા આત્મામાં પરમાત્મ સ્વરૂપ વેદાય – અનુભવાય છે તે સમાપત્તિ છે અને સર્વ જીવોમાં પરમાત્મ સ્વરૂપનું દર્શન થાય, સર્વ જીવો સાથે અભેદ અનુભવાય તે મહાસમાપત્તિ છે. આ સમાપત્તિ તીર્થકર નામ કર્મના દળીયાં, આકર્ષણ કરે છે. આવા આત્મસ્પર્શી મહાનાદની સાધના કરીને યોગ્ય અધીકારી આત્માઓ પરમનો રસ અનુભવે તે હેતુથી હતું વધુ ઉંડાણમાં જઈ અનપેક્ષા કરીએ. તીર્થત્વની માતા” ભગવાન મહાવીર સ્વામીના દારિક શરીરને જન્મ આપનાર ત્રીશલાદેવી છે. તીર્થકરત્વને જન્મ આપનાર માતા સવિ જીવ કરૂં શાસન રસીની”. ભાવના છે. તીર્થંકર નામ કર્મની નકાચના છેલ્લાથી ત્રીજા ભવે થાય છે. તીર્થકરના આત્મા વર-બોધિ (સમ્યગુ દર્શનની સર્વોચ્ચ અવસ્થા) અવસ્થામાં આવે છે ત્યારે જગતનું નિરીક્ષણ કરે છે. તે સમયે ભાવ-કરૂણાનો પરિણામ ઉલ્લીત થાય છે. “અહો ! આ વિશ્વમાં જીનેશ્વર ભગવંતનો ધર્મરૂપી ઉદ્યોત વિદ્યમાન હોવા છતાં મીથ્યાત્વ આદી મોહાંધકારના કારણે જગતના જીવો ભવ સંસારમાં અનંત દુઃખથી પીડાઈ રહ્યા છે. જો મને કોઈ એવી શક્તી પ્રાપ્ત થઈ જાય તો જગતના સર્વ જીવોને જીનેશ્વર ભગવંતના શાસનના રસીક બનાવવા દ્વારા નીસર્ગથી અનંત સુખ જ્યાં રહ્યું છે એવું મોક્ષ હું સર્વ જીવોને પ્રાપ્ત કરાવું.” આ ભાવની પરકાષ્ટાએ તીર્થકર નામકર્મની નીકાચના થાય છે. આ વિશ્વકલ્યાણની ભાવના છેલ્લાથી ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મની નકાચના પછી સતત ચાલુ રહે છે. તે દેવલોકના એક ભવમાં પણ સતત ચાલે છે. તે સમયે તીર્થંકર નામકર્મનો બંધ ચાલુ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84