Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 18
________________ આત્મ સ્પર્શી મહાનાદ તન્મયતાને અનુભવતો સાધક પોતાને સર્વજ્ઞ માને છે – એવી અભેદભૂમિકાનો નિર્દેશ કર્યો છે. સર્વપ્રથમ સમવસરણ સ્થિત સાતિશય તીર્થંકર પરમાત્માનું ધ્યાન વારંવાર કરવા પૂર્વક તેમાં તન્મયતા પ્રાપ્ત કરીને પછી સાધક પોતાને પણ અરિહંત પરમાત્મા સ્વરૂપે જુએ-ધ્યાવે, તો જ તેને ધ્યાનની વાસ્તવિક સિદ્ધિ મળે છે. જયારે આપણો હંસ રૂપી અત્તરાત્મા પરમાત્મામાં ચિરૂપ-તન્મય થાય છે, ત્યારે તે પરમહંસ સ્વરૂપ નિર્વાણ-પદને પામે છે. જો પરમાત્માને અર્થાત્ તેમના આલંબનને બાજુએ રાખી, સીધો જ “હું શુદ્ધ, બુદ્ધ આત્મા છું – એમ માની પોતાના આત્માનું જ ધ્યાન કરે છે, તો તે ઉભય-ભ્રષ્ટ થાય છે. શુદ્ધિ અને સિદ્ધિ બન્નેથી વંચિત રહે છે. કહ્યું પણ છે કે - “નિર્મળ સ્ફટિક, રત્ન તુલ્ય શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનાશથી વારંવાર શોકડ્યું - “સોટ્ટ નો સહજ જાપ કરતો સાધક, પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા અનુભવે. પછી નીરાગી, અષી, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ-દેવેન્દ્રોથી પૂજિત, સમવસરણમાં ધર્મ-દેશના કરતા એવા પરમાત્મા સાથે અભેદ-ભાવને પામેલા પોતાના આત્માનું ધ્યાન કરતો સાધક, સર્વ કર્મ-મલને દૂર કરી પરમાત્માપણાને પામે છે.” स्वहंसमंतरात्मानं चिद्रूपं परमात्मनि ।। योजयेत् परमे हंसे निर्वाणपदमाश्रिते ॥ - યોગપ્રદિપ : સ્નો. ક૬. तद् ध्यानावेशत: सोडहं सोडहमित्यालपन मुहुः । नि:शंक मे कतां विधादात्मनः परमात्मना ।। ततो नीरागमद्वेषममोहं सर्वदर्शिनम् । सुराज़ समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ।। ध्यायन्नात्मानमे व त्थमभिन्नं परमात्मना । लभते परमात्मत्वं ध्यानी निर्धू तकल्मषः ।। - યોગશાસ્ત્ર; પ્રાણ-૮, સ્નોડ. -૬-૨૭. ધ્યાતા જે ધ્યેયનું વારંવાર ધ્યાન કરે છે, તે ધ્યેય રૂપે તે પોતાને પણ અનુભવે છે અર્થાત્ સતત ધ્યાનાભ્યાસના પરિણામે ધ્યાતા સ્વયં તે ધ્યેય સ્વરૂપને પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84