Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

Previous | Next

Page 6
________________ આત્મ સ્પર્શી મહાનાદ ગુરુકૃપા પ.પૂ. ભદ્રકરવિજયજીનું તમે દર્શન કરો ત્યારે એટલું તો જરૂર લાગે કે આ મહાપુરૂષને શાસ્ત્રમાંથી આત્માનો અનુભવ શું છે તે સમજાયું છે. આત્માના અનુભવની વાત તે કરે છે. આત્માના અનુભવનો પ્રકાશ તેમની દિવ્ય વાણીમાં ચમકે છે. પણ જયારે તેમની નિકટમાં આવી અને જ્યારે તમે તેમના હૃદયની ભાષાને સમજો ત્યારે લાગે કે “આ મહાન પુરુષે અમૃત પીધું છે.” આતમ જ્ઞાનકો અનુભવ દર્શન સરસ સુધારસ પીજીએ... આત્માનુભવ રૂપ સુધારસ-અમૃતનો આ મહાપુરુષ જીવનમાં આસ્વાદ કરે છે તેવું સમજાય. અનુભવની વાત અનુભવી જ સમજે છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ સદા તેમના હૃદયને ભીંજવે અને પરમાત્માના ધ્યાનમાં મળેલાં દિવ્ય રત્નો તે પ્રકાશિત કરે ત્યારે તેમની આંખોમાંથી તેજ નીકળે, મુખ ઉપર સ્મિત વરસે. સાંભળનારને પણ પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટે. પરમાત્મ પ્રાપ્તિ માટે તેમની ચેતના ઉલ્લસિત બનીને પરમાત્માના પ્રેમમાં લીન બનતી – આવું તો આપણે ઘણી વખત અનુભવ્યું છે. | સ્વાર્થના બંધિયાર ઓરડામાં પૂરાયેલાને વિશ્વ પ્રેમના આકાશમાં ઉડ્ડયન કરવાનું અઘરું તો જરૂર લાગે; પણ ગુરુકૃપા જેના ઉપર ઉતરે તેને તે સહજ થઈ જાય છે. તેની અવળી મતિ સવળી થઈ જાય છે. તેનો સ્વાર્થ પરમાર્થમાં પલટાય છે. વાસનાઓ ભાવનામાં રૂપાન્તર પામે છે. તેનો “અહં' “અહેં માં પલટાય '' છે. જેને ગુરુકૃપા મળી છે તેનામાં ઈચ્છાઓનું ઉર્ધ્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે, અનંતના આશીર્વાદ મળે છે, પૂર્ણતાનો પરમાંદ પ્રગટે છે. ગુરુકૃપાથી આપત્તિઓનું અવમૂલ્યન, ચિત્તાનું ચૂરણ, સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન અને આવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. - જ્યારે જીવનમાં સદ્ગુરુની કૃપા મળે છે, ત્યારે ક્ષણિક આનંદ અને શુદ્ર રમતોમાં રમતો જીવ વૃત્તિઓનું ઉદ્ઘકરણ કરીને શાશ્વત આનંદને જાણે છે અને માણે છે. શિષ્યનું અહંકારનું કાળું ઢાંકણ સદ્ગુરુ હઠાવીને આતમનાં અજવાળામાં સાધકને મગ્ન બનાવી દે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84