Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

Previous | Next

Page 9
________________ આત્મ સ્પશી મહાનાદ એક વત્તા એક બરાબર એક One Plus One = One ૧+૧ = ૨ ગણિતની ભાષા છે. ૧+૧ = ૧ પ્રેમની ભાષા છે. પ્રેમગલી અતિ સાંકડી, તેમાં દો ન સમય. બેના એક બને ત્યારે પ્રેમ ગલીમાં પ્રવેશ છે. પ્રેમમાં વ્યવહારનું ગણિત ન ચાલે. ૧+૧ = ૧ ભક્તિની ભાષા છે. ભક્ત + ભગવાન. એટલે ભક્ત જયારે , ભગવાનમાં વિસર્જન થાય ત્યારે ૧+૧ = ૧ થાય છે. ૧ લાખ +૧ = ૧ ૧ અબજ + ૧ = ૧. અનંત + ૧ = ૧ આ ત્રણ અધ્યાત્મની ભાષા છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. પર્યાય અનંત છે. દ્રવ્ય એક છે. ત્રણે કાળના જેટલા સમય (વખતનું નાનામાં નાનું માપ. આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે.) તેટલા દરેક દ્રવ્યના પર્યાય છે. ' - પર્યાય બિન્દુ છે. જીવ દ્રવ્ય મહાસાગર છે. પર્યાયને દ્રવ્યમાં ભેળવવું તે મોક્ષ છે. પર્યાયો દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ દ્રવ્યમાં ભળી જાય છે. દ્રવ્ય અનંત પર્યાયોને પી જાય છે. પર્યાય દ્રષ્ટિમાંથી આપણી ચેતના દ્રવ્ય દ્રષ્ટિમાં આવે છે ત્યારે મોક્ષ થાય છે. અનંત પર્યાય દ્રવ્યમાં ભળે ત્યારે અનંત + ૧ = ૧ દ્રવ્ય રહે છે ત્યારે મોક્ષ થાય છે. આ અધ્યાત્મની ભાષા છે. વિશેષ અને સામાન્ય શરીર અને નામરૂપ તે આપણું વિશેષ રૂપ છે. વિશ્વમાં જયાં જયાં ચૈતન્ય છે તે આપણે સામાન્ય રૂપ છે. વિશેષથી રાગ દ્વેષ રૂપ વિલ્પ થાય છે. નિર્વિકલ્પ થવા માટે સામાન્ય જોઈએ. વિશેષથી સામાન્યમાં જવું તે સામાયિકનો ભાવ છે. સામાયિક ભાવમાં વીતરાગ ભાવ છે. વીતરાગ ભાવથી મોક્ષ છે. વિશેષથી ભવ ભ્રમણ છે. સામાન્યથી મોક્ષની સિદ્ધિ છે. - પૂ. ચિદાનંદજીનું પદ છે. ધન્ય જનોનો ઉલટ ઉદધિયું એક બિન્દુમે ડાર્યા રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84