Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

Previous | Next

Page 11
________________ ૧૦ આત્મ સ્પર્શી મહાનાદ આ ભાવોને આપણે પ્રયોગાત્મક રીતે જોઈએ. ભગવાન હૃદયમાં પધારે છે. પદ્માસન અવસ્થામાં પલાંઠીથી નાભિ સુધી ૧૦ હજાર પગથીયા ઉચી વજમય પીઠાકો. તેના ઉપર ચાંદિનો ગઢ અને સોનાના કાંગરા. તેના ઉપર ૫ હજાર પગથીયા ઊંચે બીજો સોનાનો ગઢ અને રત્નના કાંગરા. તેના ઉપર ૫ હજાર પગથીયા ઊંચે ત્રીજો રત્નનો ગઢ અને મણીના કાંગરા. હૃદયના સ્થાને સિંહાસન મણિ રત્નથી વિભૂષિત. ત્રીજા ગઢ ઉપર .. અશોકવૃક્ષ માથાના વાળ સુધીનું કલ્પવું. - હૃદયના સિંહાસનમાં ભગવાન પધારે છે. આનંદનો મહોત્સવ છે. ભગવાનના મસ્તકની પાછળ ભામંડળ, મસ્તકની ઉપર ત્રણ છત્ર, દેવદુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ચામર, દિવ્યધ્વનિ. હૃદયમાં બિરાજમાન પરમાત્મામાંથી દિવ્યગુણો અને શક્તિઓનો વિસ્ફોટ થાય છે. (૧) પ્રેમ-કરૂણા,(૨) આનંદ, (૩) સુખ, (૪) શક્તિ (વીર્યગુણ) (૫) ગુણસમૃદ્ધિ વિસ્ફોટ થઈને સાધકમાં ફ્લાય છે. સાધકના અણુએ અણુમાં તે દિવ્યશક્તિઓ કાર્યશીલ થાય છે. આપણે સ્વયં પ્રેમ-કરૂણા, આનંદ, સુખ, શક્તિ, ગુણ સમૃદ્ધિરૂપ બનીએ છીએ. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરે છે. આપણા દેહ પ્રમાણ બની જાય છે. પરમાત્માના અસંખ્ય પ્રદેશો આપણા અસંખ્ય પ્રદેશો સાથે એકરૂપ થાય છે. અનંત સુખ અને ગુણથી પરિપૂર્ણ પરમાત્માનો પ્રત્યેક પ્રદેશ આપણા એક પ્રદેશ સાથે મળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ. પરમાત્મા પૂર્ણતાનો અનુભવ કરાવે છે. ભગવાન સાથે સંપૂર્ણ અભેદ અવસ્થા છે. કેવલી સમુદ્રઘાતની રીતે ભગવાન વિશ્વરૂપ ધારણ કરે છે. હું તો તેમના (ભગવાનના) અભેદમાં જ છું. ચૌદ રાજલોકના એક એક પ્રદેશે એક એક આત્મપ્રદેશ ગોઠવાઈ ગયો. (ચૌદ રાજલોકના જેટલા આકાશ પ્રદેશો છે તેટલા જ દરેક જીવના આત્મ પ્રદેશો છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84