Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable TrustPage 14
________________ ૧૩ આત્મ સ્પર્શી મહાનાદ એકલો” મારા પ્રભુ આ વિશ્વના સાર્વભૌમિક સામ્રાજયના જીવનદાતા છે. સ્વાર્થના કારમા વ્યાધિથી પીડાઈને ત્રાસી ગયેલી મારી વૃત્તિઓને તેમણે પ્રાણીમાત્રના કલ્યાણભાવમાં પલટી નાંખી અને સુખી સુખી કરી દીધો. મારા મર્યાદિત વ્યક્તિત્વના કોચલાને તોડી નાંખી મને સમષ્ટિના હીંડોળે હીંચાવ્યો. મારા સ્વામીનું સામ્રાજ્ય જોઈ હું મલકાવા લાગ્યો. હું મારી જાતને આવા સ્વામીની ચરણ રજ બનવા મળ્યું તેના અહોભાગ્યને બિરદાવવા લાગ્યો. ભાવ ઘૂંટાયા જ કરે છે. - “જો મને શક્તિ મળે તો જગતના સર્વ જીવોને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું.” બસ આ ભાવ ઘૂંટાવા લાગ્યા. શબ્દો છેવટે ભાવરૂપ બનવા લાગ્યા. શબ્દ નિઃશબ્દ રહ્યા, ભાવરૂપે પલટાયા. હવે ભાવ ઘૂંટાય છે અને ધીમે ધીમે ભાવ રસરૂપ બની ગયો. રસમાં હું તરબોળ બન્યો. મારા આત્માના પ્રદેશોમાં આ દિવ્ય મધુર રસ વહેવા લાગ્યો. આ મધુર રસથી આત્મામાં જીવ માત્ર પ્રત્યે પ્રેમના ભાવો પ્રગટ્યા. સૌને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું - તે શબ્દો હવે ભાવ બનીને રસમાધુર્યમાં પલટાયા. સકલ જીવસૃષ્ટિના કલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયેલા આ મધુર રસ સિવાય બીજું કોઈ અમૃત જગતમાં છે કે નહિ તેની મને ખબર નથી. પણ મને તો આ અમૃત રસનું પાન એટલું મધુર, એટલું દિવ્ય, એટલું. અલૌકિક, એટલું આશ્ચર્યકારી, અદ્ભુત અને આનંદ પ્રદાયક લાગ્યું કે અનંત કાળની તૃષા છીપાઈ, અનંતકાળની ભૂખ ભાંગી ગઈ, અનંત કાળની સુખના અનુભવની ઈચ્છા તૃપ્ત થઈ. હવે આ મધુર રસ પીવા માટે જગતમાં ક્યાંય જવાની જરૂર નથી. મારા ભગવાન, હું અને જગતના જીવો આ છે અમારા અમૃત રસનું મધુર ઝરણું. બસ.. પીધાં જ કરું, પીધાં જ કરું, પીધાં જ કરૂં.. પીવડાવ્યા કરૂં જગતને આ મધુર રસ. આ અમૃતરસના પાનથી રોમરોમમાં અમૃત વ્યાપી જાય, અણુએ અણુ પવિત્ર રસધારામાં તરબોળ બને. બે કાંઠે વહેતી નદીના પ્રવાહ જેવો લહેરાતો આ વિશ્વકલ્યાણ ભાવનો મધુર રસ મારા અંદર અને બહાર ઉભરાયા જ કરે. - આત્માના પ્રદેશોમાં તષ્ટિ અને પુષ્ટિ થઈ. મંગલ ભાવનાના અજવાળાં - વ્યાપી ગયાં. દિવસ ઊગે અને આવા ભાવોમાં અમૃતનું પાન થયા કરે. રાત્રે સોણલા આવે, દિવસે વારંવાર યાદ આવે. રોમ રોમ વિકસ્વર બને. વિના પ્રયત્ન મારા પ્રિયતમ હૃદયનો કબજો લઈ લે. અને હૃદય ધબકારામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84