Book Title: Aashirwad 1969 04 Varsh 03 Ank 06 Author(s): M J Gordhandas, Kanaiyalal Dave Publisher: Aashirwad Prakashan View full book textPage 5
________________ અતે જેવી મતિ તેવી ગતિ જેમ આપણા કાઈ સગા કે સંબંધીનુ આપણે સ્મરણ કરીએ છીએ, તેમ એ રીતે સ્મરણ કરી શકાય એવી ઈશ્વર એ વ્યક્તિ નથી. આાપણા કાઇ જીવનક્ષેત્રમાં આપણે જે કાઈ કામ કરવાનું આવે, જે કાઈ ભાગ ભજવવાના આવે તેમાં સત્ય શું અને અસત્ય શુ તેને વિવેકપૂર્વક ખ્યાલ રાખવા એ જ ઈશ્વરસ્મરણુ છે. અને સત્ય, ધર્મ અથવા નીતિયુક્ત કામાં જ આપણે સામેલ થવું એ જ ઈશ્વરભજન છે. જેઓ સત્યતા અને નીતિના આદર કરનારા છે અને તે જ પ્રમાણે આચરણુ કરનારા છે તેઓ રામ, કૃષ્ણે કે અલ્લા એવા કાઈ નામનુ સ્મરણુ ન કરતા હાય તાપણુ ઈશ્વરભક્તો અથવા ભગવદ્ભક્તો છે. અને જેઓ ઈશ્વરના નામના ખૂબ જપ કરતા હોય કે માળાઓ ફેરવતા હાય, પણુ સત્ય, ધર્મ અને નીતિથી વિપરીત કામા કરનારા ઢાય તેએ ખરેખરું. ઈશ્વરસ્મરણ કરનારા નથી કે ભગવદ્ભક્તોયે નથી. માણસે મન, વચન અને કમ ત્રણેથી ઈશ્વરરૂપ બનવાનું છે. પ્રથમ આચરણુ સુધરે તેા જ વાણી અને વિચારનું (સ્મરણ-ચિંતનનું) ફળ જીવનમાં પ્રકટ થઈ શકે છે, એટલા માટે આચારશુદ્ધિને પ્રથમ સ્થાન માપવામાં આવેલુ છે : आचारः प्रथमो धर्मः । ભજન માટે અનુકૂળ સમયની રાહ જોવાની નથી. કાઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે. કાઈ પણ ક્ષણે આપણા કાર્યમાં સત્ય શુ', ધયુક્ત શું, એના વિચાર કરી તે પ્રમાણે કરવા લાગી જવાનું છે. સત્યનું આચરણ કરવામાં કઈ પણ ઋડચણુ કે મુશ્કેલી ન રહે, તે પછી જ હું સત્યનું આચરણ કરીશ એમ માનવું એ અજ્ઞાન છે. એક માણસ સમુદ્રમાં સ્નાન કરવા માટે સમુદ્રનિારે ગયે.. પણ સ્નાન કરવાને બદલે તે ત્યાં જ એસી રહ્યો. લેાકાએ તેને પૂછ્યું: સ્નાન કરે તે, કેમ શાન્ત એસી રહ્યા છે ? સ્નાન ક્યારે કરશેા ? તે માણસે કહ્યું : ' સમુદ્રમાં આ ઉપરાઉપરી તર ંગા-માજા આ આવ્યા કરે છે. સમુદ્રનાં આ તર ંગ– માજા–બંધ થાય એટલે હું સ્નાન કરીશ. શ્રી ડોંગરે મહરાજે સમુદ્રનાં માજા શું અંધ થવાનાં હતાં? અને સ્નાન કર્યાંથી થવાનું હતું? એ પ્રમાણે સંસાર એ સમુદ્ર છે. તેમાં અડચણા-મુશ્કેલીઓરૂપી તરંગાતા આવવાના જ. એટલે કાઈ કહે કે અનુકૂળતા આવશે ત્યારે ઈશ્વરભજન-સત્યાચરણ કરીશ. તેા એમાં ભૂલ છે. એવી સ ંપૂર્ણ અનુકૂળતા આવતી જ નથી. જેમ પેલા માણસ સ્નાન કર્યાં વિના રહી ગયા, તેમ એવા વિચારતા માણસ ઈશ્વરભજન કે ધર્માયુક્ત ચરણ કર્યા વિનાના જ રહી જાય છે. જીવનમાં ભલે અડચણા-મુશ્કેલીઓ આવે, પણ લક્ષ્ય ભૂલવુ નહિ કે મારે સત્યરૂપ પરમાત્માને મળવું છે અને સત્યરૂપ બનવા માટે અસત્ય કે મનીતિનું આચરણ છેડીને સત્યનું આચરણ કરવા સિવાય બીજો કાઈ ભાગ નથી. લેાભી જેમ પૈસાનુ લક્ષ્ય રાખે છે તેમ મહાપુરુષ–ભગવદીય જના જીવનક્ષેત્રમાં સત્યરૂપ પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે: મામનુસ્મર ચુય ચ। માણુસનું જીવન એ એક મહ' ભારત જેવું સંગ્રામક્ષેત્ર છે. તેમાં મનુષ્યે સત્યનું, નીતિનું સ્મરણ રાખી અર્જુનની જેમ ધર્માંના પક્ષે રહી અધનાં ખળા સામે યુદ્ધ કરવાનું છે. જીવન પર્યંન્ત જેણે સત્યનું અથવા ભગવાનનું સ્મરણ રાખી ધર્માંના પક્ષે રહી યુદ્ધ કર્યુ છે, જીવનસ'ગ્રામમાં જે ધના અથવા સત્યના વિજય માટે અસત્ય સામે ઝઝૂમ્યા છે, તેને જ અંતકાળે પણ સત્યરૂપ ભગવાનનું સ્મરણ થાય છે. તે જ મનુષ્ય અંતકાળે (દેહના ત્યાગ કરતી વખતે) મારુ સ્મરણુ કરતા મને પ્રાપ્ત થય છે. ગીતામાં ભગવાને કહ્યું छे: अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा હેવમÀાકમાંના અંતકાળે 'ના એક અજો પણ અથ થાય છે. એટલે કે ‘ પ્રત્યેક ક્ષણના 'તે', દરેક ક્ષણના અંતે જે યાદ કરે છે કે મારાથી જે થયું તેમાં કેટલું સારુ થયુ' અને કેટલુ અનુચિત થયું એટલે દરેક ક્ષણે સારા-ખાટાનું, ધ-અલનું, નીતિ-અનીતિનુ ધ્યાન રાખવું એ જ શ્વિનું ધ્યાનચિંતન-સ્મરણ છે. આમ ‘અંતકાળ ' એટલે જીવનના અંત નહિ, પણ પ્રત્યેક ક્ષણના અંતે. જીવન તે। અનંત છે, જે ભૂખે મરતા માનવીને ચેાગ્ય-પ્રમાણિક ધંધા મળે એ જ તેના પરમેશ્વર છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44