Book Title: Aashirwad 1969 04 Varsh 03 Ank 06
Author(s): M J Gordhandas, Kanaiyalal Dave
Publisher: Aashirwad Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ સેવાનું તત્ત્વજ્ઞાન ફાધર વાલેસ ત્યારે તે મારી ચાકરી કરી, ભૂખ્યો હતો ત્યારે ખવડાવવા પણ તું જ આવ્યો હતો, જેલમાં હતો ત્યારે તે મુલાકાત લીધી.” સેવાની પાછળ રહેલી આ મૂળ ભાવના આપણે સમજી લઈએ. અને જીવનભર, પિંડ પર અવિરત થતા અભિષેકની જેમ, ક્ષણેક્ષણ એમાં જ રત રહીએ. સેવાની ભાવના એક સગુણ છે, એમ સહુ સ્વીકારે છે. પણ સેવા શા માટે ?– તેવો સવાલ થઈ તો શકે જ. આમ સેવાની પાર્શ્વભૂમાં કશોક આધાર જરૂરી છે. સેવામાં વ્યક્તિ કેન્દ્રગામી મટીને કેન્દ્રત્યાગી બને છે. મારું મારું 'ની કલ્પના છોડીને એ અન્યને વિચાર કરતે થઈ જાય છે. આમ શુભમાત્રની ગતિ કેન્દત્યાગી હોય છે. કવિ શ્રી સુન્દરમ કહે છે તેમ શુભની ગતિ બૃહદુ તરફ હોય છે. પણ પાછો પેલા સવાલ તો ઊભો જ છે: હું શા માટે બીજાને વાતે ત્યાગ કરું?” અહીં જ ભગવાનમાં આસ્થાની અગત્ય સમજાય છે. માનવીની સેવા એટલે પ્રભુસેવા. મનુષ્યમાત્ર, પ્રાણીમાત્ર ઈશ્વરનાં સંતાન છે. આ આસ્થાવશાત જ, માનવી ક્ષુદ્ર અહમ ત્યજી અન્યને કાજ બધું કરી છૂટશે. " બધામાં ભગવાનને જે તે મૂળ મંત્ર છે. બારણે આવી ઝોળી પસારનાર સશક્તને સુધી કેક આપવા દેડી જતી માને નાને વિજો (વિનોબા) વારતા ત્યારે તે કહેતી: “આંગણે ભગવાન આવી ઊભે છે!” આ દષ્ટિથી જ દીન, દુઃખી, રાગી, અસહાયને સહાયરૂપ થવાની સતત ને અવિરત પ્રેરણું આપણને મળે છે. આ સહુમાં ઈશ્વરને ન જોઈ શકનાર નાસ્તિક તે વળી સેવાને આધાર કેમને સમજાવી શકવાને હતો. ફિલિપિન્સના કટિસ્તાનમાં નિષ્કામ સેવા સ્વજાતને જોતરી દેનાર એક સેવિકાને બહુ ખ્યાતવંત એવી અભિનેત્રીએ એક વાર કહ્યું: “મને એક અબજ ડોલર મળે તો પણ હું આવું કામ ન કરું..” લાગલ જ પેલી સેવાધમ ઝીએ ઉત્તર આપેલઃ “હુંયે અબજ ડોલર માટે તો આ ન જ કરું!' ઈશ્વરમની આસ્થા અને ત્યાગની પ્રેરણામાંથી આમ સેવા જન્મે છે. તમે કોઈને પણ માટે કશું પણ કરે છે, તે તમામ ઈશ્વર માટે જ છે એમ ખચિત જાણજે. બાઈબલમાં ઈશ્વરનાં વચને નેધાયાં છેઃ (હું તને સ્વર્ગમાં પ્રવેશ આપું છું, કેમ કે) હું તરસ્યો હતો ત્યારે તે મને પાણી પાયું, માંદે હતો શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી! મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી ! રાણાજીએ રઢ કરી, વળી મીરાં કેરે કાજ; ઝેરના પ્યાલા મોકલ્યા રે, વહાલો ઝેરને જારણહાર રે શામળા ગિરધારી! સ્થંભ થકી પ્રભુ પ્રગટિયા, વળી ધરિયાં નરસિંહ રૂ૫; પ્રહૂલાદને ઉગારિયે રે, વહાલે માર્યો હરણાકંસ ભૂપ રે? શામળા ગિરધારી ! ગજને વહાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ; દેહલી વેળાના મારા વાલમા રે, તમે ભક્તોને ઘણું આપ્યાં સુખ રેઃ શામળા ગિરધારી! પાંડવની પ્રતિજ્ઞા પાળી દ્રૌપદીનાં પૂર્યા ચીર; નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રેઃ શામળા ગિરધારી! નરસિંહ મહેતા

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44