Book Title: Aashirwad 1969 04 Varsh 03 Ank 06
Author(s): M J Gordhandas, Kanaiyalal Dave
Publisher: Aashirwad Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ નવી દષ્ટાંતસ્થાઓ કામ કરવું એ તપસ્યા એક હતો રાજા. તેની પાસે ધન હતું, સત્તા હતી, જશ હતે. પણ તેનું મન કશામાં લાગતું નહતું. આખો વખત તેને થતું કે આ નહિ, આ નહિ! આમાં સુખ નથી, આમાં શાંતિ નથી. મારે સુખશાંતિ જોઈએ છે. છેવટે સુખશાંતિની શોધમાં એ ઘરબાર, રાજપાટ, મોજશેખ, ધન, સત્તા, શોખ બધાને ત્યાગ કરીને ચાલી નીકળ્યો. વનમાં જઈ એણે તપસ્યા કરવા માંડી. ઘેર તપસ્યા. ન ખાવાનું ભાન, ન પીવાનું ભાન, ન ઊંધ, ન આરામ! એક દિવસ, બે દિવસ નહિ; મહિને નહિ, વરસ બે વરસ નહિ, પણ આમ ઘણાં વરસ વીતી ગયાં. તોયે તેને ન મળ્યું સુખ, ને ન મળી શાંતિ. એને મળી માત્ર નિરાશા. નિરાશાથી તે અકળાઈ ઊઠયો. ઊભા થઈ તેણે ચાલવા માંડયું. ચાલતાં ચાલતાં તે કોઈ ખેડૂતના ખેતર પાસે આવી ઊભે. વૃદ્ધ ખેડૂત ખળામાં અનાજના ઢગલાની પાસે ઊભે હતો. સાધુને જોઈ તે સામે દો, ને પ્રેમથી તેને પિતાના ખેતરમાં લઈ આવ્યું. પછી કહેઃ “મહારાજ, લે આ ચોખા. રાંધી નાખે ! આપના હાથની થેડી પ્રસાદી શ્રી રમણુલાલ સોની મને પણ આપજે! કંઈ પણ બોલ્યા વગર રાજાએ ચૂલા પર ચોખાની તપેલી ચડાવી દીધી. ખેડૂત આખો વખત તેની સામે જ બેસી રહ્યો. તેના મોં પર આનંદ હતે. ચોખા થઈ ગયા, એટલે રાજાએ ખેડૂતને કહ્યુંઃ “ચાલે, તમે પણ સાથે બેસી જાઓ!” ખેડૂતે કહ્યું : “ના, મહારાજઆપ જમી લે. પછી જે વધે તે મને પ્રસાદીમાં આપજે!” રાજાએ આજે ધરાઈને જન કર્યું. જિંદગીમાં આજે પહેલી જ વાર તે પિતાના હાથની રઈ ખાતે હતો. પછી થોડે ભાત વધે તે તેણે ખેડૂતને આપ્યું. ખેડૂત રાજી રાજી થઈ ગયે. તેનું આખું મેં આનંદથી ચમકતું હતું. રાજા ખૂબ થાક્યો હતો, એટલે હવે એક ઝાડ હેઠળ પથરાનું ઓશીકું કરીને તે સૂઈ ગયે. સૂતે એવી જ એની આંખ મળી ગઈ ઊંઘમાં એણે એક સ્વપ્ન જોયું ? આકાશમાંથી એક તેજસ્વી પુરુષ ઊતર્યો. રાજાએ એને પ્રણામ કર્યા, એટલે એ તેજસ્વી પુરુષે કહ્યું: ‘માગ, માગે તે આપું!” રાજાએ કહ્યું: “મને સુખશાંતિ આપો ! મને સુખશાંતિને રસ્તે દેખાડે !” તેજસ્વી પુરુષે કહ્યું: “તારા યજમાન પેલા ખેડૂતને પૂછ–એ તને રસ્તો દેખાડશે!” આટલું કહીને એ તેજસ્વી પુરુષ અદશ્ય બની ગયે. રાજાએ મરણિયા બની પૂછી નાખ્યું:

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44