Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 6
________________ આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન શ્રાવક અને ધર્મશ્રદ્ધા:-- “તુંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા, અઢળક ધનવાળા, દેદીપ્યમાન, રહેવાના મોટા આવાસો, પુષ્કળ બળદગાડાં-વાહનો-ધન-સોનું-રૂપું-વ્યાપાર-વાણિજ્ય.... બીજા માણસોની અપેક્ષાએ અનેક રીતે ચઢિયાતા હોવા સાથે જીવ-અજીવના સ્વરૂપને સારી રીતે જાણનારા, આસ્રવ-સંવર આદિ તત્વોને સમજનાર હેય-ઉપાદેયના જ્ઞાતા હતા.” “તેઓ નિગ્રંથ પ્રવચનમાં એવા ચુસ્ત હતા કે સમર્થ દેવો, અસુરો, નાગો, જ્યોતિષ્ઠો, યક્ષો, રાક્ષસો, કિન્નરો વગેરે સર્વે દેવો પણ તેઓને નિગ્રંથ પ્રવચનમાંથી કોઈ પણ રીતે ચલાયમાન કરી શકતા નથી. તેઓ નિગ્રંથ પ્રવચનમાં શંકા અને વિચિકિત્સા વિનાના હતા. શાસ્ત્રના અર્થોને જાણતા હતા. ચોક્કસતાપૂર્વક ગ્રહણ કર્યા હતાં, સંદેહવાળા સ્થાનો પૂછીને અર્થને નિર્ણીત કર્યા હતા....કહેતા હતા કે,“હે ચિરંજીવ! આ નિગ્રંથ પ્રવચન એ જ અર્થ અને પરમાર્થ રૂપ છે.—બાકી બાકી બધું સર્વ અનર્થરૂપ છે...” ---મન. શ. ૨, દેશ-૯. સૂત્ર ૧૩૦. આ વર્ણન શ્રમણોપાસકની ઋદ્ધિ સંપન્નતા અને વિપુલ વ્યાપાર વચ્ચે પણ ધર્મજ્ઞાન, સ્વાધ્યાય અને ચુસ્ત શ્રધ્ધાળુપણું કે જેને દેવો પણ ચલિત ન કરી શકે તેવી પ્રતિભા આજના શ્રાવકની અન્યમતપ્રતિ સન્મુખતા પ્રતિ સચોટ લાલબત્તી ધરે છે. [6] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36