________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
આટલા સામાન્ય વર્ણનમાં તે શ્રાવક દાનભાવનાની ત્રણ વાત રજુ કરી દીધી. શ્રમણને દાન, ગૃહસ્થોને દાન અને દુઃખી માટે અનુકંપાની. આ હતી લેપ ગાથાપતિ શ્રાવકની દાનભાવના.
શ્રાવક અને શૌર્યપ્રતિભા :
જયારે નાગનો પૌત્ર વરુણ રથમુસલ સંગ્રામમાંઊતર્યો ત્યારે તે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે–રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતા જે મને પહેલા મારે તેને માર મારવો કલ્પ, બીજાને મારવા કલ્પે નહીં....
રથમુસલ સંગ્રામમાં સમાન વયવાળો, સમાન ત્વચાવાળો અને સમાન અસ્ત્રશસ્ત્રાદિ ઉપકરણવાળો એક પુરુષ રથમાં બેસીને શીઘ આવ્યો, ત્યારબાદ તે પુરુષે નાગના પૌત્ર વરુણને એમ કહ્યું કે હે નાગપૌત્ર વરુણ ! તું પ્રહાર કર.” ત્યારે નાગપૌત્ર વરુણે ઉતર આપ્યો કે હે દેવાનુપ્રિય ! જ્યાં સુધી હું પ્રથમ ન હણાઉ
ત્યાં સુધી મારે પ્રહાર કરવો ન કલ્પે, માટે તું જ પહેલો પ્રહાર કર. ત્યારે તે કુપિત થયેલો, ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે. નાગપૌત્ર વરુણને સખ્તઘાયલ કરે છે.
ત્યારબાદ સખ્ત ઘવાયેલો નાગપૌત્ર વરુણ પણ ધનુષ્યબાણને ગ્રહણ કરે છે અને તે પુરુષને એક ઘાએ પત્થરના બે ટુકડા થાય તે રીતે જીવિતથી જુદો કરે છે
---મન . ૭, ૩. ૧, સૂ. 399
[22] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]