Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા’ - જીવન અને કવન - શ્રાવકની ઇન્દ્ર દ્વારા પ્રશંસા : હે અહંન્નકા તને ધન્ય છે. હે દેવાનુપ્રિયા તારું જીવન સફળ છે કે જેને નિર્ગથ પ્રવચનમાં આ પ્રમાણેની પ્રતિપત્તિ પ્રાપ્ત થઇ છે અને આચરણમાં લાવવાના કારણે સમ્યક પ્રકારથી સન્મુખ આવી છે. હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવરાજ શકે સૌધર્મ કલ્પમાં, સૌધર્મ સભામાં ઘણા દેવોની મધ્યમાં સ્થિત થઈને મહાન શબ્દોથી આ પ્રમાણે કહ્યું –નિ:સંદેહ જંબૂદ્વીપનામક દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ચંપાનગરીમાં અરહિન્નક નામનો શ્રમણોપાસક જીવ, અજીવ આદિ તત્વનો જ્ઞાતા છે. તેને નિશ્ચયથી કોઈ દેવ કે દાનવ નિર્ગથ પ્રવચનથી ચલાયમાન કરવામાં યાવત્ સમ્યક્તથી ટ્યુત કરવામાં સમર્થ નથી... ---જ્ઞાતા. મુ. ૨, ૪, ૮, સૂ. ૮૭ અહીં શ્રાવકના સમ્યક્ત અને દૃઢપ્રતિજ્ઞાપણાની ઇન્દ્ર સ્વમુખે પ્રશંસા કરતો પ્રસંગ છે. વિચારો કે કેવા પ્રતિભાવંત શ્રાવકો હશો આજના “અહોરૂપ—અહોધ્વનિ યુગમાં વર્તતા શ્રાવકો માટે ધર્મ-મંઝીલ કેટલી દૂર છે તે વાત અહીં પ્રતિબિંબિત થાય છે. શ્રાવક અને રાજા પ્રતિબોધકતા: તે કાળે ચંપાનગરી હતી, જિતશત્રુ રાજા હતા, સુબુદ્ધિ મંત્રી હતા. એકદા..અનેક રાજા, ઈશ્વર યાવત સાર્થવાહ સાથે [26] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36