Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન અદભુત જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોનો સમજાવું અને તે વાતને અંગીકાર કરાવું..(એ રીતે જિતશત્રુ રાજાને પ્રતિબોધ કરે છે.) રાજા સુબુદ્ધિ મંત્રી પાસે ધર્મ સંભળીને, મનમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને..પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવતોને ગ્રહણ કરે છે. ---જ્ઞાતા. , . ૨૨, સૂ883 કેવા હશે એ પ્રતિભાવંત શ્રાવકો ! જે આ રીતે રાજાને પ્રતિબોધ કરી ધર્મમાર્ગે વાળતા હતા. - શ્રાવક અને રાજવી અવસ્થામાં પણ ધર્મકરણી:--- (ચક્રવર્તી ભરતે છ ખંડ પૃથ્વી જીતી લીધા પછી... વિનીતા રાજધાની પાસે પહોંચી ૪૮ ગાઉ લાંબો, ૩૬ ગાઉ પહોળો પડાવ નાખ્યો પછી વાર્ધકીરત્નને પૌષધશાળા નિર્માણ કરવા કહ્યું. પૌષધશાળામાં જઇ અઠ્ઠમ તપ કર્યો...યાવત સ્નાનાદિથી નિવૃત્ત થઇ પારણું કર્યું. રાજ્યાભિષેક પૂર્વે પણ અઠ્ઠમ તપ કર્યો. આદર્શગૃહમાં ગયા. સરી પડેલી મુદ્રિકા જોઈ સમસ્ત આભૂષણો ઉતાર્યા...અંતરમાં શુભ ભાવના પ્રગટી કે આ શરીરમાં શોભા જેવી કઈ વસ્તુ છે? (આ રીતે કેવળજ્ઞાન સુધીની યાત્રા શ્રાવકપણામાં કરી.) ---સંપુ. વ. ૩, ટૂ. ૬૨૬-૨૨૨ [28] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36