Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન ---નાગના પૌત્ર વરુણનો એક પ્રિય બાલમિત્ર રથમુસલ સંગ્રામ કરતો હતો. સખ્ત ઘાયલ થયો... સંગ્રામમાંથી બહાર નીકળ્યો. ઘોડાઓને વિસર્જિત કર્યા, ઘાસના સંથારા ઉપર બેઠો. પૂર્વ દિશા સન્મુખ બેસીને વાવત અંજલી કરીને આ પ્રમાણે બોલ્યો : * હે ભગવના મારા પ્રિય બાલમિત્ર નાગપૌત્ર વરુણને જે જે શીલવતો, ગુણવતો, વિરમણવ્રતો, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ હોય તે મને પણ હો.' એમ કહીને બખ્તર છોડે છે, શલ્ય કાઢે છે. અનુક્રમે કાળધર્મ પામે છે...મરીને તુરત જ મહાવિદેહ ક્ષેત્રમાં જઇ સિદ્ધિને પામશે. ---મા. શ. ૭, ૩. ૧, સૂ. ૩૭ અહીં શ્રાવકની કરણીથી કિંચિત અજ્ઞાત એવા શ્રમણોપાસકની પ્રતિભાનું દર્શન છે. જેને ફક્ત પોતાનો મિત્ર કંઇક ધર્મકરણી કરતો હતો તે જ સ્મરણ છે. છતાં ભાવસમાધિથી એકાવતારી પણાની પ્રાપ્તિ થઇ છે. - શ્રાવક અને કુટુમ્બવ્યવસ્થા:--- જ્ઞાતાધર્મકથા નામક આગમમાં સાતમા અધ્યયનમાં (પંચમહાવ્રતના ઉપદેશ સ્વરૂપ) રોહિણીની વાત આવે છે, જે સમગ્ર અધ્યયનનો ટૂંકસાર અહીં નોંધેલ છે. શ્રાવક પોતાની કુટુંબ-વ્યવસ્થા માટે કેવી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા, તેનો પરોક્ષ ઉલ્લેખ મળે છે. [30] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36