________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
પાંચ દાણામાંથી પાંચ વર્ષમાં ગાડાં ભરાય તેટલા દાણા કરનાર રોહિણીને સમગ્ર કુલ-ગૃહની વડેરી અને સલાહકાર તરીકે નિમણુંક આપી.
---જ્ઞાતાધર્મ. શ્રુત-૨, ૩. છ અહીં આગમ-શાસ્ત્રોમાં તે કાળના શ્રેષ્ઠીઓની બુધિપ્રતિભા અને ઘર-ગૃહસ્થી ચલાવવા માટેની પ્રતિભાનું દર્શન છે.
શ્રાવક અને માતૃભક્તિ:--
અભયકુમારે શ્રેણિક રાજા પાસેથી પોતાની નાની (અપર). માતાના દોહદની વાત સાંભળી કહ્યું કે, હે તાતા આપ ચિંતા ન કરશો. મારી નાની માતાને અકાળે જે મેઘનો દોહદ થયો છે તે મનોરથની પૂર્તિ કરવા પ્રયત્ન કરીશ..
અભયકુમાર પૌષધશાળામાં જાય છે, પૌષધ કરે છે. બ્રહ્મચર્ય ધારણ કરીને...ડાભના સંથારે સ્થિત થઇ અઠ્ઠમનો તપ કરી, દેવલોકસ્થિત પૂર્વભવના મિત્ર દેવનું સ્મરણ કરે છે... દેવ પ્રગટ થાય છે....નાની માતા–ધારિણીની અકાળે મેઘ માટેની ઈચ્છાને પૂર્ણ કરે છે.
---જ્ઞાતાધર્મ. મુ. ૧, મ. ૨, સૂત્ર-૨૨ અભયકુમારના જીવન-કવનનો અહીં તો અતિ અલ્પ અંશમાત્ર છે, પણ શ્રમણોપાસકની સગી માતા જ નહીં અપર માતા પરત્વે પણ કેટલી અદભુત ભાવભક્તિ હશે તે પ્રતિભાનું દર્શન થાય છે.
[32] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]