________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન - શ્રાવક અને જીવનશૈલી:---
તે શ્રેણિક રાજાને ધારિણી નામે રાણી હતી. પોતાના મુખમાં પ્રવેશતો એવો હાથી સ્વપ્નમાં જોઇને જાગી... શય્યામાંથી ઊભી થઇ...જ્યાં શ્રેણિક મહારાજાની શય્યા છે ત્યાં આવે છે. શ્રેણિક રાજાને ઇષ્ટપ્રિયકાન્ત-મનોહર...આદિ ગુણયુક્ત વાણી વડે જગાડે છે....શ્રેણિક રાજાની અનુમતિથી ભદ્રાસન ઉપર બેસે છે. શ્રેણિક રાજાને પ્રણામ કરી સ્વપ્નની વાત જણાવે છે...
શ્રેણિક રાજા પણ આ અર્થને સાંભળે છે, હૃદયમાં અવધારે છે, હર્ષિત-સંતુષ્ટ થાય છે...ધારિણીદેવીના સ્વપ્નની પ્રશંસા કરે છે. સ્વપ્નફળનું કથન કરે છે...ધારિણીદેવી તે અર્થ સંભળે છે, હર્ષિત થાય છે, સંતુષ્ટ થાય છે, શ્રેણિક રાજાના કથનને યથાર્થ પણે સ્વીકારે છે...પોતાની શય્યામાં આવી દેવ અને ગુરુજન સંબંધી ધર્મકથા સંભારીને શુભ સ્વપ્નનું રક્ષણ કરવા જાગરણ કરે છે.
---જ્ઞાતાધર્મ. મુ. , ૪. ૬, સૂત્ર ૧૩-૧૪
અહીં શ્રાવક શ્રાવિકાની જીવનશૈલીનું ઉત્તમ પ્રતિભાદર્શન છે. રાજા-રાણીની અલગ શય્યા, રાત્રીના જગાડવા છતાં પતિનું શાંત-સૌમ્ય સ્વરૂપ, પરસ્પર પ્રીતિ અને એકમેકની વાતનું સુસંવાદીપણું, રાણીઓને પણ દેવ-ગુરુની કથાનો સ્વાધ્યાય ઈત્યાદિ પરમ અનુકરણીય છે.
[33] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]