________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન શ્રાવક અને ઋદ્ધિસિદ્ધિ:---
ત્યારપછી મહાબલકુમારનાં માતા-પિતા એવા પ્રકારનું પ્રીતિદાન આપે છે. આઠ કોટિ હિરણ્ય, આઠ ક્રોડ સોનૈયા, ઉત્તમ આઠ મુગટ, ઉત્તમ આઠ કુંડલયુગલ, આઠ હાર, આઠ અર્ધ-હાર, આઠ એકસરા-હાર, એ રીતે મુકતાવલી, કનકાવલી, રત્નાવલી, આઠ કડાની જોડી, આઠ બાજુબંધની જોડી, આઠ રેશમી વસ્ત્રની જોડ...આઠ શ્રી હ્રી–પૃતિ-કીર્તિ-બુદ્ધિ અને લક્ષ્મીદેવીની પ્રતિમા ૮૦ હજાર ગાય ઈત્યાદિ. (આ વર્ણન એટલું બધું લાંબુ છે કે લગભગ દોઢ પેજમાં આ સંપત્તિનું વર્ણન આવે છે. તે ઉપરથી કલ્પી શકાય કે તે શ્રાવકની ઋદ્ધિ-સિદ્ધિ કેટલી બધી હશે.)
---HT. . ૨૬, ૩. ૨૬, સૂત્ર ર૧
---તે આનંદ ગાથાપતિનું ચાર કરોડ સુવર્ણ નિધાનમાં, ચાર કરોડ સુવર્ણ વ્યાજમાં, ચાર કરોડ સુવર્ણ ધન-ધાન્યાદિમાં રોકાયેલ હતું, દશ હજાર ગાયોનું એક વ્રજ એવાં ચાર વ્રજો હતાં....ઈત્યાદિ.
---રૂપા. સ.
---ત્યાં ઘણા શ્રાવકો રહેતા હતા. એ શ્રાવકો અઢળક ધનસંપત્તિવાળા અને દેદીપ્યમાન હતા. તેઓના રહેવાના આવાસો મોટા અને ઊંચા હતા. તેઓની પાસે ઉત્તમ શય્યા, આસનો અને ગાડાં વગેરે હતાં, વહાણો અને બળદો વગેરે પુષ્કળ વાહનો હતાં, સોનું–રૂપું પણ ઘણાં હતાં.
[34] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]