Page #1
--------------------------------------------------------------------------
________________
नमो नमो निम्मलदंसणस्स श्री आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गूरूभ्यो नमः
આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા’
'જીવન અને કવન
મુનિ દીપરત્નસાગરજી
[ M.com., M.Ed., Ph.D.) 6/11/2005 સોમવાર ૨૦૭૨ કારતક સુદ ૫
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા’ - જીવન અને કવન
नमो नमो निम्मलदंसणस्स પૂજ્ય શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગૂરૂભ્યો નમ:
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા’
'જીવન અને કવન આગમદિવાકર મુનિ દીપરત્નસાગરા
ભૂમિકા:-- વીર પરમાત્માના શાસનમાં વર્તમાન કાળે ઉપલબ્ધ એવાં ૪૫ આગમોમાં અંકિત થયેલી શ્રમણોપાસકશ્રમણોપાસિકાની યશોજ્જવલ ગાથાનું ચિંતન કરતાં થયું કે વર્તમાન શ્રાવક-શ્રાવિકાની યશોગાથામાં જાગૃત કે અજાગૃતપણે સ્વપ્રસંશા, સ્વપક્ષપ્રસંશા કે સ્વભક્તપ્રસંશાનું તત્વ પ્રતિબિંબિત થશે તો પછી શ્રી ગણધર ગુંફિત અને પરમાત્મ-પ્રરૂપિત આગમશાસ્ત્રોમાં દ્રષ્ટિમાન થતાં શ્રાવક-શ્રાવિકાના જીવન-કવનના અંશોને શા માટે પુનઃ લિપિબદ્ધ ન કરવા?
સામાન્યરીતે આગમ અને શ્રાવક-શ્રાવિકા શબ્દની સહવિચારણાના અવસરે ‘ઉપાસકદશા' નામક આગમ જ સૌના મુખે રમતું આવે; પણ જો શ્રાવક-પ્રતિભા-દર્શન જ કરવું હોય તો આવા એક નહિ પણ અગિયાર આગમોનો હવાલો આપી શકાય.
[2] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.)
Page #3
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
શ્રાવક:- આ શબ્દ શ્રાવક-શ્રાદ્ધ આદિ પર્યાયરૂપે છે પણ શાસ્ત્રીય રીતે તેનું “શ્રમણોપાસક” નામાંકન થયેલ છે, જે અતિ સાર્થક છે. શ્રમણની પર્યાપાસના કરે તે જ શ્રમણોપાસક અથવા શ્રાવક. ૪૫ આગમોમાં આવા અનેક શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કવનનું દર્શન થાય છે, જેવા કે- શ્રેણિક, નાગીલ, શંખ, આનંદ, કામદેવ, ઋષિભદ્રપુત્ર, સુબાહુ આદિ શ્રાવકો. સુલસા, જયંતિ, રેવતી, ધારિણી, દ્રૌપદી, સુભદ્રા વગેરે શ્રાવિકાઓ ‘આગમસ્થ શ્રાવક-શ્રાવિકા કિંચિત્ ઝલક
૪૫ આગમ દોહન કરીએ તો શ્રાવક-શ્રાવિકા જીવનદર્શન કરાવતી અનેકાનેક ઝલકો ઊડીને આંખે વળગે છે. અહીં માત્ર નમૂનારૂપ દૃષ્ટાંતોને ભિન્ન-ભિન્ન દૃષ્ટિબિંદુથી નિર્દેશેલ છે.
શ્રાવક અને ધર્મશ્રવણ :
શ્રાવક' શબ્દ જ શ્રવણને આધારે બનેલ છે. “ધર્મ શ્રવણ કરે તે શ્રાવક પ્રાયઃ બધાં જ આગમોમાં પર્ષદા ધર્મ સાંભળવા આવી એવો ઉલ્લેખ જોવા મળે છે, તેમાં શ્રાવકની ધર્મપ્રતિભા ઝળકતી હોય અને આજના શ્રાવકને પ્રેરણા મળે તેવા નિર્દેશો પણ મળે છે. ......... ...જેમ કે
જ “તુંગિકા નગરીના શ્રમણોપાસક પરસ્પર એકબીજાને વાત કરે છે. પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર ભગવંતો યશા પ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને વિચરે છે. આપણે સ્થવિર ભગવંતની
[3] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #4
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન પર્યાપાસના કરીએ. એ કાર્ય આપણને આ ભવ અને પરભવમાં હિતરૂપે છે તથા પરંપરાએ પણ કલ્યાણરૂપ થશે.....
બધાં એક સ્થાને મળે છે. પગે ચાલીને શહેરના મધ્યભાગમાંથી નીકળે છે. સ્થવિર ભગવંત પાસે આવી પાંચ અભિગમો સાચવે છે તે આ પ્રમાણે- સચિતદ્રવ્યનો ત્યાગ, અચિતદ્રવ્ય સાથે રાખવાં, એક- શાટિક ઉત્તરાસંગ, સ્થવિર(ગુરુ) ભગવંતને જોતાં જ હાથ જોડવા, મનની એકાગ્રતા રાખવી.
સ્થવિર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ સ્થવિર ભગવંત પાસે ધર્મોપદેશ સાંભળે. પોતાની શ્રમણો-પાસકતા વડે આજ્ઞાનું આરાધન કર્યું. ધર્મ સાંભળી, હૃદયમાં અવધારી સંતુષ્ટ અને વિકસિત હૃદયવાળા થયા....”
---મા. શ.-૨, ૩. સૂત્ર ૩૨-૩૩ આટલી સામાન્ય વાતમાં ગુરુભગવંત પાસે શ્રાવક કઈ રીતે જાય, કેટલું બહુમાન હોય, કેવી વિધિ સાચવે, ધર્મશ્રવણ પછી શ્રાવકની આનંદિતતા... ઇત્યાદિ કેટલી બધી ઉત્તમતા જણાવી દીધી
“અર્જુનમાળીનો ઉપદ્રવ.. ભગવંતનું રાજગૃહ નગરે આગમન... સુદર્શન શ્રમણોપાસકનું વર્ણન. સુદર્શન શેઠ જીવઅજીવના જ્ઞાતા હતા, શ્રાવક ધર્મની મર્યાદાનું પાલન કરતા હતા. ભગવાન પધાર્યા છે ત્યારે મનોમન સંકલ્પ-- “જેના નામ
[4] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.)
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
અને ગોત્રનું શ્રવણ કરવાથી પણ મહાફળની પ્રાપ્તિ થાય છે તો તેના દર્શન કરવાથી તેમજ તેના દ્વારા પ્રરૂપિત ધર્મનો વિપુલ અર્થ ગ્રહણ કરવાથી જે લાભ થાય તેને પૂછવું જ શું?”
“માતા-પિતા, નગરજન, રાજા બધાના વિરોધ વચ્ચે અર્જુન માળીના ઉપસર્ગની પરવા કર્યા સિવાય ધર્મશ્રવણ માટે જવું.” ---સંતન. વર્ષ ૬, મધ્ય. રૂ, सूत्र २७
“અહી શ્રાવકનું જ્ઞાન અને ધર્મશ્રવણ માટે ગમે તેવા ઉપસર્ગોની વચ્ચે પણ જવાની માનોવૃત્તિ” આજના શ્રાવક માટે કેટલી બધા દિશાસૂચક છે!”
“ધન્યકુમાર બત્રીશમાળ ઊંચા અને શ્રેષ્ઠ મહેલમાં રહે છે, બત્રીશ ઉત્તમ કન્યા સાથે પાણિગ્રહણ થયું છે, અનેક સેકંડો સ્તંભથી યુક્ત પ્રધાન ભવનમાં વાદ્યોના નાદ સાથે દેવની માફક ભોગ ભોગવતો રહે છે. ભગવંત સહસ્ત્રભુવન ઉદ્યાનમાં પધાર્યા. (ધન્યકુમાર) જમાલિકુમારની માફક ઠાઠથી પગે ચાલીને નીકળે, ધર્મદેશના શ્રવણ કરે, વૈરાગ્યવાન થાય અને દીક્ષા લેવાની ઈચ્છા થાય.” ---મનુતો. વર્ગ રૂ, મધ્ય. ૧, સૂ. ૧૦
અહીં ઋદ્ધિસંપન્ન અને ભોગમગ્ન યુવાન શ્રમણોપાસક પણ પગે ચાલીને ધર્મદેશના શ્રવણ કરવા જાય તેમ જ દેશનાને અંતે વૈરાગ્યભાવ જાગૃત થાય તે વાતનું નિદર્શન છે.
[5] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #6
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન શ્રાવક અને ધર્મશ્રદ્ધા:--
“તુંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા, અઢળક ધનવાળા, દેદીપ્યમાન, રહેવાના મોટા આવાસો, પુષ્કળ બળદગાડાં-વાહનો-ધન-સોનું-રૂપું-વ્યાપાર-વાણિજ્ય.... બીજા માણસોની અપેક્ષાએ અનેક રીતે ચઢિયાતા હોવા સાથે જીવ-અજીવના સ્વરૂપને સારી રીતે જાણનારા, આસ્રવ-સંવર આદિ તત્વોને સમજનાર હેય-ઉપાદેયના જ્ઞાતા હતા.”
“તેઓ નિગ્રંથ પ્રવચનમાં એવા ચુસ્ત હતા કે સમર્થ દેવો, અસુરો, નાગો, જ્યોતિષ્ઠો, યક્ષો, રાક્ષસો, કિન્નરો વગેરે સર્વે દેવો પણ તેઓને નિગ્રંથ પ્રવચનમાંથી કોઈ પણ રીતે ચલાયમાન કરી શકતા નથી. તેઓ નિગ્રંથ પ્રવચનમાં શંકા અને વિચિકિત્સા વિનાના હતા. શાસ્ત્રના અર્થોને જાણતા હતા. ચોક્કસતાપૂર્વક ગ્રહણ કર્યા હતાં, સંદેહવાળા સ્થાનો પૂછીને અર્થને નિર્ણીત કર્યા હતા....કહેતા હતા કે,“હે ચિરંજીવ! આ નિગ્રંથ પ્રવચન એ જ અર્થ અને પરમાર્થ રૂપ છે.—બાકી બાકી બધું સર્વ અનર્થરૂપ છે...” ---મન. શ. ૨, દેશ-૯. સૂત્ર ૧૩૦.
આ વર્ણન શ્રમણોપાસકની ઋદ્ધિ સંપન્નતા અને વિપુલ વ્યાપાર વચ્ચે પણ ધર્મજ્ઞાન, સ્વાધ્યાય અને ચુસ્ત શ્રધ્ધાળુપણું કે જેને દેવો પણ ચલિત ન કરી શકે તેવી પ્રતિભા આજના શ્રાવકની અન્યમતપ્રતિ સન્મુખતા પ્રતિ સચોટ લાલબત્તી ધરે છે.
[6] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન - કામદેવ શ્રમણોપાસકના વર્ણનમાં..
અતિ ધનાઢ્ય એવા શ્રાવકનું વર્ણન છે. કામદેવે ભગવંતની વાણી શ્રવણ કરી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો છે. બાર વ્રતધારી અને શુદ્ધ સમ્યqધારક આ શ્રાવક કાલાન્તરે શ્રાવકની પ્રતિમા અંગીકાર કરી વિહરી રહ્યો છે. એક વખત મધ્યરાત્રીએ એક દેવ તેને ચલાયમાન કરવા ભયંકર પિશાચનું રૂપ વિષ્ણુર્વે છે ( આ પિશાચ વર્ણન જો શાસ્ત્રમાંથી વાંચવામાં આવે તો તેને જોતાં જ હાંજા ગગડી જાય તેવો ભયંકર લાગે છેપૌષધોપવાસ વ્રત ખંડિત કરવા ઘણા ઉપસર્ગો કરે છે. આ ભયંકર ઉપસર્ગોમાં પણ નિર્ભીક અને સ્થિર જોઇને, મદોન્મત્ત હાથીનું રૂપ લે છે. પગ તળે કચડી નાંખવાની ધમકી આપે છે. સૂંઢ વડે આકાશમાં ઉછાળે છે, દંતશૂળોથી પ્રહાર કરે છે.
---તો પણ નિશ્ચલ રહેલા કામદેવ શ્રાવકને જોઇને અતિ રોષે ભરાયેલ એવો તે દેવ ભયંકર એવા દૃષ્ટિવિષ સર્પનું રૂપ ધારણ કરે છે. કામદેવ શ્રાવકના શરીરને ભરડો લઇ તે સર્પ તેની દાઢો વડે છાતીમાં ડંખ મારે છે...આવા અનેકાનેક ઉપસર્ગો પછી પણ કામદેવ શ્રમણોપાસક તેના સમ્યક્ત અને પ્રતિમાથી ચલાયમાન થઇ ન શક્યો ત્યારે તે દેવ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઇ કામદેવની પ્રશંશા કરે છે. તેના વ્રત-નિયમની અનુમોદના કરે છે.
--3પાસ. સ. ૨
[7] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #8
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
સામાન્ય વિપત્તિ અને સમસ્યામાં પણ અરિહંત પરમાત્મા, પંચ મહાવ્રતધારી સાધુ કે જિનપ્રજ્ઞપ્ત ધર્મથી વિચલિત થતા વર્તમાન શ્રાવકો સામે કામદેવ શ્રમણોપાસકનું જીવન અને કવન દૃઢ ધર્મશ્રદ્ધા અને પ્રતિમાની નિશ્ચલતાનું દર્શન કરાવી જાય છે.
---નંદીષેણ મુનિ આત્મહત્યાના પ્રયત્નોમાં નિષ્ફળ ગયા, ચારણ મુનિએ બે વખત આત્મહત્યા કરતા તેને રોક્યા ત્યારે ગુરુચરણમાં વેષ સમર્પિત કરી વેશ્યાના ગૃહે જતાં પૂર્વે અભિગ્રહ ધારણ કરે છે કે મારે દરરોજ દશ-દશ મનુષ્યને પ્રતિબોધ પમાડવા. એક પણ ઓછો રહે અને બોધ પામી દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી ભોજન અને પાન કરવું નહીં, ચંડિલમાત્રુ (ઝાડો-પેશાબ) પણ ન કરવા, તેમજ પ્રતિબોધ પામેલાને મારે જાતે દીક્ષા ન આપવી કારણ કે ગુરુનો જેવો વેષ હોય તેવોજ શિષ્યનો થાય છે.
પ્રેમપાશથી બંધાયેલા નંદીષેણે ચારિત્રત્યાગ કર્યો હોવા છતાં શાસ્ત્રમાં કહેલું છે તેવું શ્રાવકપણે પાળે છે, દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરી સંવિજ્ઞ ગુરુ પાસે દીક્ષા લેવા મોકલે છે. જયારે છેલ્લે દુર્મુખ સોની બોધ નથી પામતો ત્યારે પુનઃ દીક્ષા અંગીકાર કરી, કર્મ ખપાવી મોક્ષે જાય છે.
---महानिशीथ सू. ८६५ से ८८४
[8] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
આ દ્રષ્ટાંત સમ્યકદર્શન-દૃઢ શ્રદ્ધામાં શિખર સમાન છે. મોહ અને પ્રેમવશ થયેલો મનુષ્ય વેશ્યાના રંગ-રાગમાં પણ શ્રાવકપણું અને બીજાને ધર્માભિમુખ કરવાના અભિગ્રહની દૃઢતામાં જો ખાવું-પીવું.સંડાસ-પેશાબ આદિ રોકી શકતો હોય તો સામાન્ય ગૃહસ્થધર્મી માટે તે કેટલું અનુકરણીય છે તે દર્શાવતી દીવાદાંડી સમાન આ પ્રસંગ છે. * શ્રાવક અને તત્વજિજ્ઞાસા:---
પછી તે પ્રદેશી રાજાએ કેશી શ્રમણ પાસે બેસી પૂછ્યું :
હે ભગવંત ! તમારા શ્રમણ નિગ્રંથોમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દૃષ્ટિ છે, એવી રુચિ છે, એવો હેતુ છે, એવો ઉપદેશ છે, એવો સંકલ્પ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું સમોરસણ છે કે
જીવ જુદો છે અને શરીર જુદું છે?”
---જો એમ હોય તો મારો દાદો મરણ પામીને કોઈ નરકમાં નૈરયિક થયો હોય ને?..... મારા પર અપાર પ્રીતિવાળો દાદો મને આવીને કેમ સમજાવતો નથી કે પાપકર્મના યોગે નરકની આવી ભયંકર યાતના વેઠવી પડે?...
---જો એમ હોય તો મારી દાદી શ્રમણોપાસિકા હતા...સ્વર્ગમાં દેવી થવા જોઈએને? ...હું મારી દાદીનો વહાલો પૌત્ર હતો, તે કેમ આવીને કહેતા નથી કે તું પણ ધાર્મિક થજે.
---રીયધ્વળિય સૂ. ૬૭ [9] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #10
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
---આવા અનેક પ્રશ્નોતર રાજા કરે છે, એ હતી શ્રાવકની તત્વજિજ્ઞાસા, અને ક્યાં આજના શ્રાવકો કે જે કાનને ગમે તેવી વાત માટે વક્તાને આશ્રીને વ્યાખ્યાનશ્રવણ કરવા તો જાય છે પણ તત્વજિજ્ઞાસા સંતોષવા વિદ્વાન પાસે જતા નથી.
---ત્યારબાદ જે જયંતિ શ્રાવિકા ભગવાન મહાવીરની વાણી સાંભળી, અવધારી, હૃષ્ટ-તૃષ્ટ થઇ, ભગવંતને વંદન કરી, નમીને પૂછે છે કે --
જીવો શાથી ગુરુપણું –ભારેકર્મીપણું પામે છે! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી? સર્વે ભવસિદ્ધિકો મોક્ષે જશે કે નહીં?
જો સર્વે ભવસિદ્ધિકો મોક્ષે જશે તો લોક ભવસિદ્ધિક જીવોથી રહિત થઇ જશે....ઈત્યાદિ.
---AT. . ૨૨, ૩. ૨, સૂ. 939
આજના સામાયિકમંડળોમાં જતાં શ્રાવિકા માટે આ જયંતિ શ્રાવિકાના પશ્નો એ તત્વજિજ્ઞાસાની અનોખી પ્રતિભાનું દર્શન કરાવીને ગુરુ પર્યાપાસના માટેનો ઉત્તમ રાહ ચીંધે છે.
| શ્રાવક અને ચારિત્રરાગ:---
ત્યારે વિષયોથી વિરક્ત અને સંયમ-આસક્ત મૃગાપુત્રે માતા-પિતાને જઈને આમ કહ્યું---
[10] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
મેં પાંચ મહાવત સાંભળ્યાં છે. તિર્યંચ યોનિ અને નરકમાં દુઃખ છે તેમ સંભાળેલ છે. હું સંસારરૂપ સાગરથી વિરક્ત થયો છું. હું પ્રવ્રજ્યા લઈશ. મને સંમતિ આપો.
હું ભોગ ભોગવી ચુક્યો છું. તેઓ વિષફળની જેમ અંતે કટુ પરિણામવાળા છે અને નિરંતર દુઃખદાયી છે.
આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે. શરીરનો મને મોહ નથી, તેમાં આનંદ નથી..
આપની સંમતિથી જરા અને મરણથી બળતા આ લોકમાંથી સારભૂત એવા આત્માને હું બચાવી લઈશ....
(જયારે માતા-પિતા શ્રમણજીવનની દુષ્કરતા અને કઠોરતા સમજાવે છે ત્યારે મૃગાપુત્ર કહે છે કે,
તમે જે કહ્યું તે ઠીક છે પણ સંસારમાં જેની તૃષ્ણા મરી ગઈ તેને માટે કંઈ દુષ્કર નથી...
નરક વગેરે ચાર ગતિરૂપ પરિણામવાળા જરામરણરૂપ ભયના સાગર સંસારમાં ભયંકર જન્મ-મરણ સહ્યાં છે.....
---Sત. ક. ૨૨ (આ રીતે ખૂબ સુંદર સંવાદ માતા-પિતા અને મૃગાપુત્ર વચ્ચે ચાલે છે જે ખરેખર મનનીય છે. ચારિત્રની તીવ્ર ઝંખના અને ચારિત્ર જ સાચું છે, તે સિવાય બધું જ મિથ્યા છે તે વાત આ શ્રાવકપુત્રના જીવનમાં વણાઈ છે.)
[11] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #12
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
--પરમાત્માના મુખેથી દ્વારિકા નગરીનો વિનાશ થવાની વાત જાણે છે ત્યારે શ્રીકૃષ્ણ વાસુદેવ વિચારે છે કે...હું અધન્ય છું, પુણ્યહિન છું, રાજ્યના અંતઃપુરમાં મનુષ્યજીવન સંબંધી કામજોગોમાં આસક્ત છું..દીક્ષિત થવા માટે સમર્થ નથી... દ્વારિકા નગરીમાં ઉદ્-ઘોષણા કરાવે છે કે
અરિહંત પરમાત્મા અરિષ્ટ નેમિ પાસે જેઓ મુંડિત થઇ પ્રવૃજિત થવાની ભાવના રાખતાં હોય તે બધાંને કૃષ્ણ વાસુદેવ આજ્ઞા આપે છે. તેની પાછળ જે કોઈ નિરાશ્ચિત હશે તેને માટે કૃષ્ણ વાસુદેવ યથાયોગ્ય આજીવિકાનો પ્રબંધ કરો અને દીક્ષા લેનારનો મહાન ઋદ્ધિ સત્કારપૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવશે.
ત્યાર પછી પદ્માવતીદેવી અહત અરિષ્ટનેમિ પાસે ધર્મકથા સાંભળી તેને હૃદયંગમ કરી આનંદવિભોર બની ગઈ, સંતુષ્ટ થઇ યાવત્ પ્રસન્ન થઇ,વંદન-નમસ્કાર કરી કહે છે કે, હે ભગવાન! હું નિર્ગન્જ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું. આપ જે કહો તે સત્ય છે. કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પામી હું દીક્ષા ગ્રહણ કરીશ...
કૃષ્ણ વાસુદેવ ભગવાન ને ત્રણ પ્રદક્ષિણા દઈ કહે છે,
આ પદ્માવતી મારી પટ્ટરાણી છે. મારા માટે ઇષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, શિષ્યાના રૂપમાં આપને ભિક્ષા આપું છું. આપ શિષ્ણારૂપ આ ભિક્ષાનો સ્વીકાર કરો.
---મન્તવૃશાવ: 9 ક. ?
[12] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #13
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
આ સમગ્ર કથનમાં શ્રીકૃષ્ણ અને તેની પટ્ટરાણીનો ચારિત્રરોગ પ્રતિબિંબિત થાય છે. દીક્ષા લેનારના ભાવો અને ન લઇ શકનારની મનોવ્યથાનું કવન આજના શ્રાવકો માટે પ્રેરક પ્રતિભારૂપ છે. શ્રાવક તેનેજ કહેવાય જેને આવો ચારિત્રરાગ હોય અને ચારિત્રગ્રહણ ન થઇ શકવાનું અહર્નિશ દુઃખ હોય.
---ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણી જણાવે છે કે અરે રક્ષણ વગરની એવી તમે મને ઝેરી સર્પ ના ડંખ ન અપાવો, નિર્જલ નદીમાં મને ઊભી ન રાખો, દોરડા વગરના સ્નેહપાશમાં જકડાયેલી મને મોહમાં ન સ્થાપો, કેમકે----
આ મારાં પુત્ર, પુત્રી, ભત્રીજાઓ છે, આ જમાઈ છે, આ માતા-પિતા છે, આ મારા ભર્તાર છે. આ મને ઇષ્ટ પ્રિય મનગમતા કુટુમ્બીવર્ગ, સ્વજનો, મિત્રો, બન્ધવર્ગ, પરિવારવર્ગ છે તે અહીં પ્રત્યક્ષ જ ખોટા માયાવાળા છે.
ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, સ્નેહી, કુટુમ્બીજન વગેરે ત્યાં સુધી જ સંબંધ રાખે છે કે જ્યાં સુધી તે દરેકનો પોતાનો સ્વાર્થ સધાય છે.
પોતાના કાર્યની સિદ્ધિના વિરહમાં ન કોઈ કોઈની માતા, ન કોઈ કોઈના પિતા ન કોઈ કોઈના ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, કાન્ત, કુટુમ્બી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ પરિવાર છે......
ધર્મ એ જ ધન, ઇષ્ટ, પ્રિય, કાન્ત પરમાર્થ હિતકારી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ છે.
[13] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #14
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા’ - જીવન અને કવન
આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુષ્કર નથી અર્થાત તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે.
---મહા. સ. ૮, યૂ. ૨, સ. ૬૪૮૪ આ સમગ્ર કથાનકમાં તે બ્રાહ્મણી શ્રાવિકાના મનોગત ભાવોમાં સંસારના સગપણનું સ્વાર્થીપણું અને સંયમધર્મની ઇષ્ટતા થકી ચારિત્રનો રાગ દર્શાવે છે.
* શ્રાવક અને ભગવદ્ વિનય:---
ભભસાર (શ્રેણિક) પુત્ર કોણિકરાજાને સંદેશવાહક પાસેથી પરમાત્મા મહાવીર પધાર્યાના સમાચાર મળ્યા..... એવા રાજા આદરથી જલદીથી ચંચળ થઇ સિંહાસન ઉપરથી ઊઠ્યા. ઊઠીને નીચે ઊતરીને શ્રેષ્ઠ વૈદુર્ય, રિષ્ટ તેમ જ અંજન નામનાં રત્નોથી જડિત, ચમકતી, મણિરત્નથી શોભિત પાદુકાને પગમાંથી ઉતારી, પાંચ રાજચિન્હોનો ત્યાગ કર્યો તે આ પ્રમાણે–તલવાર, છત્ર, મુકુટ, પાદુકા અને ચામર.
પછી ફાટ્યા તથા સીવ્યા વિનાનું એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું. અંજલીપુટ કરીને જે દિશામાં ભગવાન બિરાજમાન હતા તે તરફ સન્મુખ સાત-આઠ પગલાં આગળ ગયા. ડાબો ઢીંચણ ઉપર રાખ્યો, જમણો ઢીંચણ જમીન પર રાખ્યો અને પોતાના મસ્તકને જમીન ઉપર નમાવ્યું. નમાવ્યા પછી થોડા નમ થયા....હાથ ઊંચા કરી, મસ્તકે અંજલી કરીને કહ્યું--
[14] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #15
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
અરિહંત ભગવંતોને નમસ્કાર હો.....શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો....મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક એવા પ્રભુને હું વંદન કરું છું...
-औपपातिक सूत्र- १२ ---પ્રતિભાવંત ગણાતા શ્રાવકો પણ તીર્થસ્થળે જતાં જયારે પહેલાં ભોજનશાળા, ધર્મશાળાની સગવડ વિચારે છે તેમના માટે કે સંઘયાત્રાર્થે નીકળેલા વાહનવિહારી શ્રાવકો માટે એક ઉચ્ચતમ આદર્શ અહીં કૌશિકરાજા એક શ્રાવક સ્વરૂપે પ્રતિબિંબિત કરી જાય છે.
---તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિક યાન પ્રવરથી નીચે ઊતરે છે. ઊતરીને ઘણી કુલ્ક દાસીઓ ને યાવત્ માન્ય પુરુષના સમૂહથી પરિવૃત થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ પ્રકારના અભિગમ વડે જાય છે. તે આ પ્રમાણે–
સચિત દ્રવ્યનો ત્યાગ કરવો, અચિત દ્રવ્યનો ત્યાગ ન કરવો. વિનયથી શરીરને અવનત કરવું, ભગવંતને ચક્ષુથી જોતાં અંજલી કરવી, મનની એકાગ્રતા રાખવી...
ત્યાં આવીને ભગવંત મહાવીરને વંદન કરે છે, નમે છે. પોતાના પરિવાર સહિત ઊભી રહીને શુશ્રુષા કરતી, નમતી, અભિમુખ રહીને બે હાથ જોડી યાવત ઉપાસના કરે છે.
---HT. . ૮, ૩. ૩૩, ટૂ. ૪૬૨
[15] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #16
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
શ્રાવકમાંથી ટ્રસ્ટી બનેલ વહીવટીગણને માટે તેમ જ પરમાત્મા સન્મુખ જતા શ્રાવકજન માટે પરમાત્મા કે ગુરુવર્યો પાસે જાય ત્યારે રાખવી જોઈતી દ્રવ્ય-ભાવશુદ્ધિનું ઉત્તમ દ્રષ્ટાંત દેવાનંદા-શ્રાવિકાના જીવનમાંથી પ્રેરણાદાયી દર્શન કરાવે છે.
શ્રાવક અને ગોચરીભક્તિ:---
તે વખતે વિજય ગાથાપતિ શ્રમણ મહાવીરને આવતા જોઇને પ્રસન્ન અને સંતુષ્ટ થયો. આસાનથી ઊઠ્યો, સિંહાસનથી ઊતરી પાદુકાનો ત્યાગ કરી એક સાડી ઉત્તરાસંગ કરી, મસ્તકે અંજલી કરી સાત-આઠ પગલાં સન્મુખ આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા અને પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિશ એમ વિચારી સંતુષ્ટ થયો. પ્રતિલાભતા પણ સંતુષ્ટ થયો, પ્રતિલાલ્યા બાદ પણ સંતુષ્ટ થયો અને ત્યાર પછી તે વિજય ગાથાપતિ દ્રવ્યશુદ્ધિ, દાયક શુદ્ધિ અને પાત્રશુદ્ધિથી તથા મન-વચન-કાયાની શુદ્ધિથી દાન વડે પ્રભુને પ્રતિલાભવાથી દેવનું આયુષ્ય બાંધી, સંસાર અલ્પ કર્યો. --મન. શ. ૬૬, સૂ.૬૮
વિજય ગાથાપતિના જીવન અને કવન થકી ગોચરી વહોરાવવા પૂર્વે શ્રાવકે કરવાની વિધિ તથા વહોરાવતાં પૂર્વે કે પશ્ચાત્ કેવા ભાવો હોય તો સંસાર અલ્પ થાય તેનું પ્રતિભાવંત ઉદાહરણ પ્રાપ્ત થાય છે.
[16] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #17
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
---તંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા....શ્રમણ નિર્ગુથોને નિર્દોષ અને ગ્રાહ્ય ખાન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોરહણ, પાટીયું, શય્યા, સંથારો અને ઔષધ એ બધું આવી યથા પ્રતિગૃહિત તપકર્મ વડે આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
--- ભા. 1. ૨, ૩. , . ૨૩ આ સૂત્ર થકી વર્તમાન શ્રાવકને એક રાહ-નિર્દેશ મળે છે કે માત્ર ભાત-પાણી જ નહીં પણ સંયમોપયોગી સર્વે વસ્તુ વહોરાવી લાભ લેવો જોઈએ.
શ્રાવક અને વ્રત-નિયમ:---
ત્યારપછી તે કચ્છલ નારદે પાણી છાંટીને અને દર્ભ પાથરીને પોતાનું આસન બીછાવ્યું. બેસીને પાંડુ રાજા, રાજ્ય થાવત્ અંત:પુરના સમાચાર પૂક્યા. તે સમયે કુંતીદેવી અને પાંચ પાંડવોએ કચ્છલ્લ નારદનો આદર સત્કાર કર્યો......
તે સમયે દ્રૌપદી-દેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરક્ત, પૂર્વકૃત પાપકર્મનું પ્રાયશ્ચિત્ત ન કરનાર તથા આગામી પાપોનું પ્રત્યાખ્યાન ન કરનાર એવા અવિરત જાણી તેનો આદર ન કર્યો, તેઓ આવેલ છે તેવી નોંધ પણ ન લીધી, ઊભી પણ ન થઈ અને ઉપાસના પણ ન કરી.
---જ્ઞાતાધર્મ. મુ.?, . ૧૬, સૂત્ર-૧૭ [17] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #18
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
દ્રૌપદીના જીવન અને કવનથી તેનાં વ્રત-નિયમની દ્રઢતાયુક્ત પ્રતિભાનું દર્શન થાય છે, જે ગમે ત્યાં મસ્તક નમાવતા આજના શ્રાવક-શ્રાવિકા માટે દ્રષ્ટાંતરૂપ છે.
--સુબાહુકુમારે ઊઠીને પ્રભુને વંદન-નમસ્કાર કરી કહ્યું કે, હે ભગવાન! હું નિર્ગસ્થ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું....
હું પાંચ મહાવ્રતો અંગીકાર કરવામાં સમર્થ નથી.
તેથી હું પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોનું જેમાં વિધાન છે એવા બાર પ્રકારના ગૃહસ્થધર્મને આપની પાસેથી અંગીકાર કરવા ઈચ્છું છું. --વિષા . ૨, ૪. ૬, જૂ.૩૭
ચારિત્ર ન જ લઇ શકે તેવા શ્રાવકોને બાર વત પણ અંગીકાર કરવાં એ જ આ વાતનો નિષ્કર્ષ છે.
આનંદ ગાથાપતિના વ્રત-નિયમનું સંક્ષિપ્ત વર્ણન ફક્ત ટુંકા મુદ્દાઓમાં--
તે વાણિજ્યગ્રામમાં અતિ ધનાઢ્ય એવો આનંદ નામે ગાથાપતિ હતો. ૧૨ કરોડ સુવર્ણ, ૪૦ હજાર ગાયો આદિ ધનસંપત્તિ હતી, રાજા-મંત્રી-સાર્થવાહો તેની સલાહ લેતા, સુંદર રૂપવાન પત્ની હતી.
તે કાળે શ્રમણ ભગવંત મહાવીરનો ધર્મોપદેશ સાંભળી ગૃહસ્થધર્મને અનુરૂપ અનેક વત-નિયમો ગ્રહણ કર્યા :
[18] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #19
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
(૧) યાવજ્જીવ મન-વચન-કાયા વડે સ્થૂળ હિંસા કરું નહીં- કરાવું નહીં.
(૨) યાવજ્જીવ બે કરણ અને ત્રણ યોગ વડે મૃષાવાદ કરું નહીં- કરાવું નહીં.
(૩) જીવનપર્યન્ત દ્વિવિધ-ત્રિવિધે અદત્ત-આદાન કરું નહીંકરાવું નહીં.
(૪) શિવાનંદા (પત્ની) સિવાય બાકીની સ્ત્રી સાથે મૈથુનવિધિનું પ્રત્યાખ્યાન.
(૫) ૧૨ કોટિ સુવર્ણ સિવાયના બાકીના સુવર્ણનો ત્યાગ. --૪૦ હજાર ગાયો સિવાયના ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન. --૫૦ હજાર વિઘા સિવાયના ક્ષેત્ર-વાસ્તુનું પ્રત્યાખ્યાન. --૧૦૦૦ ગાડાંથી વધારાના ગાડાનું પ્રત્યાખ્યાન. (૬) એક સુગંધી અંગલુછણ (ટુવાલ) સિવાયનાં બધાં અંગલુછણનું પ્રત્યાખ્યાન.
--એક લીલા જેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણનો ત્યાગ.
--મધુર આમળા સિવાય સર્વે ફળોનો ત્યાગ. --શતપાક, સહસ્ત્રપાક સિવાયના માલિશ તેલોનો ત્યાગ. --એક સુગંધી ગંધચૂર્ણ સિવાયના ઉદ્ધૃર્તનનો ત્યાગ. --આઠ ઓસ્ટ્રિક ઘડાથી વધુ પાણીનો ત્યાગ. --એક ક્ષૌમ યુગલ સિવાયનાં વસ્ત્રોને ત્યાગ.
[19] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #20
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
--કુંકુમ-કેસર-ચંદનાદિ સિવાયનાં વિલેપનોનો ત્યાગ.
કમળ અને માલતીનાં પુષ્પો સિવાય પુષ્પોનો ત્યાગ. --કાનનાં આભરણ અને વીંટી સિવાય અલંકારોનો ત્યાગ. --અગર, શિલારસ, લોબાન-ધૂપ સિવાયના પોનો ત્યાગ --એક કાપેય સિવાયના તમામ -પેયનો ત્યાગ. --ધેવર અને ખાંડના ખાજા સિવાય પકવાનોનો ત્યાગ. --બાસમતી સિવાયના બધા ચોખાનો ત્યાગ. --વટાણા, મગ, અડદ સિવાયની બધી દાળનો ત્યાગ. --શરદઋતુના ગાયના ઘી સિવાય બધા ઘી નો ત્યાગ. --વાસ્તુ, ચૂયૂ અને દુધી સિવાયના શાકનો ત્યાગ. --પાલકા માધુર રસ સિવાયનાં બધા પીણાંનો ત્યાગ. --સેધામ્લ, કાંજીવડા, દાળવડા સિવાયના ફરસાણનો ત્યાગ. --વરસાદ સિવાયનાં બધાં પાણીનો ત્યાગ.
--પાંચ-સુગંધી પદાર્થયુક્ત પાન સિવાય મુખવાસનો ત્યાગ.
(૭) ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ.
(૮) દેશાન્તર મોકલવા યોગ્ય વહાણો સિવાય બહાર ગમનાગમન ન કરવું.
આ અને આવાં અનેક વ્રત-નિયમો ગ્રહણ કરે છે, પરિપાલન કરે છે....ઇત્યાદિ.
--૩પાસ ઞ.
[20] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #21
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
શ્રાવકોના વ્રત-નિયમની પ્રતિભા દર્શાવતા અનેક પ્રસંગોની સાપેક્ષતાએ વિચારતાં આ ઋદ્ધિ-સંપન્ન-ધનાઢ્ય શ્રાવક આનંદ ગાથાપતિનું જીવન એક અદભુત આદર્શ સમાન છે, જેની પ્રશંસા ખુદ મહાવીર પરમાત્માએ કરી અને શ્રેષ્ઠ દસ શ્રમણોપાસકમાં આદ્ય સ્થાન આપેલ છે.
શ્રાવક અને દાનભાવના:
તે રાજગૃહની બહાર નાલંદા ગામમાં લેપ નામનો એક ગૃહસ્થ નિવાસ કરતો હતો. તે ઘણો ધનવાન, તેજસ્વી અને સર્વત્ર પ્રસિદ્ધ હતો. તે મોટામોટા ભવનોથી, શયન આસન, યાનો અને વાહનોથી પરિપૂર્ણ હતો. તેમને ત્યાં ઘણા માણસોને અશન–પાણી આપવામાં આવતા હતા....
તે લેપ ગાથાપતિ શ્રમણોપાસક હતો. જીવ-અજીવ આદિ તત્વોનો જ્ઞાતા હતો. તેનો નિર્મળ યશ જગતમાં ફેલાયેલો હતો.દુઃખી જીવો માટે તેના ઘરનાં દ્વાર સદા માટે ખુલ્લાં રહેતાં હતાં.તે શ્રમણ નિર્ગુન્થોને શુદ્ધ અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યનું દાન કરતો હતો.
તે લેપ ગાથાપતિની નાલંદાની બહાર ઇશાન ખૂણામાં એક “શેષદ્રવ્યા” નામની જલશાળા પણ હતી....
---સૂચ૦ મુ. ૨, . ૭, સુ. ૭૬૪
[21] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #22
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
આટલા સામાન્ય વર્ણનમાં તે શ્રાવક દાનભાવનાની ત્રણ વાત રજુ કરી દીધી. શ્રમણને દાન, ગૃહસ્થોને દાન અને દુઃખી માટે અનુકંપાની. આ હતી લેપ ગાથાપતિ શ્રાવકની દાનભાવના.
શ્રાવક અને શૌર્યપ્રતિભા :
જયારે નાગનો પૌત્ર વરુણ રથમુસલ સંગ્રામમાંઊતર્યો ત્યારે તે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે–રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતા જે મને પહેલા મારે તેને માર મારવો કલ્પ, બીજાને મારવા કલ્પે નહીં....
રથમુસલ સંગ્રામમાં સમાન વયવાળો, સમાન ત્વચાવાળો અને સમાન અસ્ત્રશસ્ત્રાદિ ઉપકરણવાળો એક પુરુષ રથમાં બેસીને શીઘ આવ્યો, ત્યારબાદ તે પુરુષે નાગના પૌત્ર વરુણને એમ કહ્યું કે હે નાગપૌત્ર વરુણ ! તું પ્રહાર કર.” ત્યારે નાગપૌત્ર વરુણે ઉતર આપ્યો કે હે દેવાનુપ્રિય ! જ્યાં સુધી હું પ્રથમ ન હણાઉ
ત્યાં સુધી મારે પ્રહાર કરવો ન કલ્પે, માટે તું જ પહેલો પ્રહાર કર. ત્યારે તે કુપિત થયેલો, ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે. નાગપૌત્ર વરુણને સખ્તઘાયલ કરે છે.
ત્યારબાદ સખ્ત ઘવાયેલો નાગપૌત્ર વરુણ પણ ધનુષ્યબાણને ગ્રહણ કરે છે અને તે પુરુષને એક ઘાએ પત્થરના બે ટુકડા થાય તે રીતે જીવિતથી જુદો કરે છે
---મન . ૭, ૩. ૧, સૂ. 399
[22] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #23
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
અહી શ્રમણોપાસક એવા ગૃહસ્થો પણ શૂરવીરતાથી લડી શકતા હતા તે અને પોતાની પ્રતિજ્ઞાના પાલનપૂર્વક પ્રતિભાવંત ધનુષ-બાણ ચલાવનાર યોદ્ધાપણાનો પરિચય આવી જાય છે. નિર્માલ્યતાને અહિંસક ભાવમાં ખપાવનાર વર્તમાન વણિકો માટે દિશાસૂચક દ્રષ્ટાંત છે.
- શ્રાવક અને પરસ્પર ધર્મચર્ચા:
તે કાલે આલલિકા નામે નગરી હતી. તે નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ ધનિક થાવત કોઇથી પરાભવ ન પામે તેવા અને જીવ-અજીવ તત્વના જ્ઞાતા હતા.
કોઈ એક દિવસે એકત્ર મળેલા, આવેલા, એકઠા થયેલા અને બેઠેલા તે શ્રમણોપાસકોનો આ પ્રકારે વાર્તાલાપ થયો, હે આર્ય ! દેવલોકમાં કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે?” દેવસંબંધી સત્ય હકીકતથી વાકેફ ઋષિભદ્રપુત્રે તે તે શ્રમણોપાસકને કહ્યું–
હે આર્ય ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. ત્યારપછી એકસમય અધિક, બે સમય અધિક થાવત અસંખ્ય સમયાધિક કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે.
ત્યાર પછી દેવો અને દેવલોકો વ્યચ્છિન્ન થાય છે...અન્ય શ્રાવકો આ અર્થની શ્રધ્ધા–પ્રતીતિ–રુચિ કરતા નથી.
[23] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા...ભગવંતને વાંદીનમીને તે શ્રાવકોએ પૂછ્યું, ભગવંતે કહ્યું હે આર્યો! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે કહ્યું એ વાત સાચી છે.... તે શ્રાવકો ભગવંતને વાંદી-નમીને ઋષિભદ્રપુત્ર શ્રાવક પાસે જઈને વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ---મન॰ શ. ૬૩, ૩. ૨૨, સૂ. ૭૨૬ આ દ્રષ્ટાંત શ્રાવકોનો સ્વાધ્યાયપ્રેમ-ધર્મચર્ચા-નમ્રતાનું દર્શન કરાવે છે. દેરાસરજી કે ઉપાશ્રય બહાર ઓટલે બેસી વિકથામાં મગ્ન રહેતા શ્રાવકોને માટે આગમકાલીન શ્રાવકોની સ્વાધ્યાય પ્રતિભાનું આ અદભૂત ઉદાહરણ છે.
શ્રાવક અને પરસ્પર ધર્મજાગરણ:
ઉદાયન રાજાને મધ્યરાત્રીને સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો—તે ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબાધ અને સન્નિવેશ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. તે રાજા, શેઠ, તલવર યાવત્ સાર્થવાહ પ્રમુખને ધન્ય છે, જેઓ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે યાવત્ પર્યુપાસના કરે છે. જો શ્રમણ ભગવંત મહાવીર એક ગામથી બીજે ગામ જતાં યાવત્ અહીં સમોસરે અને આ વીતભય નગરે પધારે...તો હું પણ વંદન યાવત્ પર્યુપાસના કરું.
--મન. શ. ૬૩, ૩. ૬, સૂ. ૧૮૭
[24] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #25
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
ત્યારપછી મધ્યરાત્રીમાં ધર્મજાગરણ માટે જાગતા એવા ભદ્રંનંદી શ્રાવકના મનમાં આવો સંકલ્પ થયો કે
તે ગામ, નગર, આકર, જનપદ અને સન્નિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે.
તે રાજા, ઈશ્વર આદિને પણ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે મુંડિત થઈને દીક્ષિત થાય છે.
તે રાજા, ઈશ્વર આદિને પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ ગૃહસ્થધર્મને અંગીકાર કરે છે.
તે રાજા ઈશ્વર આદિ પણ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરની ધર્મદેશના સાંભળે છે.
તે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ ગમન કરતા જો અહીં પધારે તો હું શ્રમણ ભગવંત પાસે મંડિત થઇ દીક્ષા અંગીકાર કરી લઉં.
---વિપા. શ્રુ. ૨, ૬. ૨, સૂ. ૩૭
આ બંને પ્રસંગોમાં ધર્મજાગરણ જેને સુદક્ષ જાગરિકા કહે છે તેનો નિર્દેશ છે. રાત્રિના અનિદ્રથી પીડાતા શ્રાવકો માટે દિક્ષાસૂચક છે. પ્રાયઃ લુપ્ત બનેલી ધર્મજાગરણની પ્રવૃત્તિ માટે આ બંને પ્રતિભાવંત શ્રાવકોનું જીવન અને કવન પૂર્વકાલીન રાત્રિચર્યાને ઉજાગર કરે છે.
[25] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #26
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા’ - જીવન અને કવન - શ્રાવકની ઇન્દ્ર દ્વારા પ્રશંસા :
હે અહંન્નકા તને ધન્ય છે. હે દેવાનુપ્રિયા તારું જીવન સફળ છે કે જેને નિર્ગથ પ્રવચનમાં આ પ્રમાણેની પ્રતિપત્તિ પ્રાપ્ત થઇ છે અને આચરણમાં લાવવાના કારણે સમ્યક પ્રકારથી સન્મુખ આવી છે. હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવરાજ શકે સૌધર્મ કલ્પમાં, સૌધર્મ સભામાં ઘણા દેવોની મધ્યમાં સ્થિત થઈને મહાન શબ્દોથી આ પ્રમાણે કહ્યું –નિ:સંદેહ જંબૂદ્વીપનામક દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ચંપાનગરીમાં અરહિન્નક નામનો શ્રમણોપાસક જીવ, અજીવ આદિ તત્વનો જ્ઞાતા છે. તેને નિશ્ચયથી કોઈ દેવ કે દાનવ નિર્ગથ પ્રવચનથી ચલાયમાન કરવામાં યાવત્ સમ્યક્તથી ટ્યુત કરવામાં સમર્થ નથી...
---જ્ઞાતા. મુ. ૨, ૪, ૮, સૂ. ૮૭ અહીં શ્રાવકના સમ્યક્ત અને દૃઢપ્રતિજ્ઞાપણાની ઇન્દ્ર સ્વમુખે પ્રશંસા કરતો પ્રસંગ છે. વિચારો કે કેવા પ્રતિભાવંત શ્રાવકો હશો આજના “અહોરૂપ—અહોધ્વનિ યુગમાં વર્તતા શ્રાવકો માટે ધર્મ-મંઝીલ કેટલી દૂર છે તે વાત અહીં પ્રતિબિંબિત થાય છે.
શ્રાવક અને રાજા પ્રતિબોધકતા:
તે કાળે ચંપાનગરી હતી, જિતશત્રુ રાજા હતા, સુબુદ્ધિ મંત્રી હતા. એકદા..અનેક રાજા, ઈશ્વર યાવત સાર્થવાહ સાથે
[26] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #27
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન ભોજન કરેછે. વિપુલ અશન-પાન—ખાદિમ–સ્વાદિમ લીધા બાદ જિતશત્રુ રાજા કહે છે:
-
અહો દેવાનુપ્રિયો ! તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ઉત્તમ વર્ણ યાવત્ ઉત્તમ સ્પર્શથી યુક્ત છે. ઉત્તમ રસગંધ-વર્ણ-રૂપથી યુક્ત છે. આસ્વાદન કરવા યોગ્ય છે. પુષ્ટિકારક છે. બળને દીપ્ત કરનાર છે...(ઈત્યાદિ).
ત્યારે શ્રાવકમંત્રી એવા સુબુદ્ધિએ મૌન ધારણ કર્યું પણ રાજાના કથનનો આદર ન કર્યો...
એક વખત જિતશત્રુ રાજા ઘોડેસ્વારી માટે નીકળ્યો. એક ખાઈ પાસેથી પસાર થયો. તેનું પાણી ચરબી, નસો, માંસ, લોહી અને પરૂથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું....અમનોજ્ઞ રૂપ, રસ, ગંધ, વર્ણથી યુક્ત હતું. તેની અશુભ ગંધથી ગભરાઈને રાજાએ ઉત્તરીય વસ્ત્ર વડે પોતાનું મુખ ઢાંકી દીધું. એક તરફ ચાલ્યો ગયો. સાથેના રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહને કહ્યું કે
અહો દેવાનુપ્રિયો! આ ખાઈનું પાણી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી અમનોજ્ઞ અત્યંત અશુભ છે...ત્યારે પણ સુબુદ્ધિ મંત્રી મૌન રહ્યો...
સુબુદ્ધિને એવો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો જિતશત્રુ રાજા સત્, તત્વરૂપ, તથ્ય, અવિતથ્ય અને અદભુત જિન ભગવાન પ્રરૂપિત ભાવોને નથી જાણતા તેથી મારા માટે શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સત્, તત્વરૂપ, તથ્ય, અવિતથ્ય અને [27] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #28
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન અદભુત જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોનો સમજાવું અને તે વાતને અંગીકાર કરાવું..(એ રીતે જિતશત્રુ રાજાને પ્રતિબોધ કરે છે.)
રાજા સુબુદ્ધિ મંત્રી પાસે ધર્મ સંભળીને, મનમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને..પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવતોને ગ્રહણ કરે છે.
---જ્ઞાતા. , . ૨૨, સૂ883 કેવા હશે એ પ્રતિભાવંત શ્રાવકો ! જે આ રીતે રાજાને પ્રતિબોધ કરી ધર્મમાર્ગે વાળતા હતા.
- શ્રાવક અને રાજવી અવસ્થામાં પણ ધર્મકરણી:---
(ચક્રવર્તી ભરતે છ ખંડ પૃથ્વી જીતી લીધા પછી... વિનીતા રાજધાની પાસે પહોંચી ૪૮ ગાઉ લાંબો, ૩૬ ગાઉ પહોળો પડાવ નાખ્યો પછી વાર્ધકીરત્નને પૌષધશાળા નિર્માણ કરવા કહ્યું. પૌષધશાળામાં જઇ અઠ્ઠમ તપ કર્યો...યાવત સ્નાનાદિથી નિવૃત્ત થઇ પારણું કર્યું. રાજ્યાભિષેક પૂર્વે પણ અઠ્ઠમ તપ કર્યો.
આદર્શગૃહમાં ગયા. સરી પડેલી મુદ્રિકા જોઈ સમસ્ત આભૂષણો ઉતાર્યા...અંતરમાં શુભ ભાવના પ્રગટી કે આ શરીરમાં શોભા જેવી કઈ વસ્તુ છે?
(આ રીતે કેવળજ્ઞાન સુધીની યાત્રા શ્રાવકપણામાં કરી.)
---સંપુ. વ. ૩, ટૂ. ૬૨૬-૨૨૨
[28] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #29
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન શ્રાવક અને અંતિમ આરાધના:---
એક વખત લાગ મળતા રાણી સૂર્યકાંતાએ રાજા પ્રદેશીને ખોરાકમાં ઝેર આપી દીધું. રાજા પ્રદેશના શરીરમાં તીવ્ર વસમી વેદના ઉપજી, ત્યારે પણ રાણી ઉપર લેશમાત્ર રોષ ન કરતા પૌષધશાળાએ ગયો, ત્યાં જઇ પ્રમાર્જના કરી, શૌચ અને લઘુશંકાની જગ્યા તપાસી, પૂર્વાભિમુખ થઇ ડાભના સંથારામાં પર્ઘકાસને સ્થિર બેઠો. હાથ જોડી, માથું નમાવી આ પ્રમાણે બોલ્યો–
અરિહંત ભગવંતોને નમસ્કાર, મારા ધર્મોપદેશક અને ધર્માચાર્ય કેશીકુમારને નમસ્કાર. હું તેમને વારંવાર નમું છું. મેં પહેલાં પણ સ્થૂલ પ્રાણાતિપાત આદિ પ્રતિજ્ઞા કરી છે. હમણાં પણ તેમની સાક્ષીએ સર્વ પ્રકારના પ્રાણાતિપાત વગેરેના ત્યાગનો નિયમ કરું છું. નહીં કરવા જેવા સર્વ કાર્યનો ત્યાગ કરું છું. જીવતાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું, પ્રતિક્રમણ કરી, કાળ માસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૂર્યાભ દેવ થયા.
---Sીનગ્નિય. સૂત્ર-૮૦
લગભગ લુપ્તપ્રાયઃ બનેલી શ્રાવક-અંતિમ-આરાધના વિધિનું અહીં પ્રદેશ રાજાના જીવન અને કવન થકી નિદર્શન છે. સમાધિમૃત્યુ શબ્દ બોલવા કે લખવાથી આવું મૃત્યુ મળતું નથી પણ ઉક્ત વિધિના પરિપાલનથી મળે છે.
[29] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #30
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
---નાગના પૌત્ર વરુણનો એક પ્રિય બાલમિત્ર રથમુસલ સંગ્રામ કરતો હતો. સખ્ત ઘાયલ થયો... સંગ્રામમાંથી બહાર નીકળ્યો. ઘોડાઓને વિસર્જિત કર્યા, ઘાસના સંથારા ઉપર બેઠો. પૂર્વ દિશા સન્મુખ બેસીને વાવત અંજલી કરીને આ પ્રમાણે બોલ્યો : *
હે ભગવના મારા પ્રિય બાલમિત્ર નાગપૌત્ર વરુણને જે જે શીલવતો, ગુણવતો, વિરમણવ્રતો, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ હોય તે મને પણ હો.' એમ કહીને બખ્તર છોડે છે, શલ્ય કાઢે છે. અનુક્રમે કાળધર્મ પામે છે...મરીને તુરત જ મહાવિદેહ ક્ષેત્રમાં જઇ સિદ્ધિને પામશે.
---મા. શ. ૭, ૩. ૧, સૂ. ૩૭ અહીં શ્રાવકની કરણીથી કિંચિત અજ્ઞાત એવા શ્રમણોપાસકની પ્રતિભાનું દર્શન છે. જેને ફક્ત પોતાનો મિત્ર કંઇક ધર્મકરણી કરતો હતો તે જ સ્મરણ છે. છતાં ભાવસમાધિથી એકાવતારી પણાની પ્રાપ્તિ થઇ છે.
- શ્રાવક અને કુટુમ્બવ્યવસ્થા:---
જ્ઞાતાધર્મકથા નામક આગમમાં સાતમા અધ્યયનમાં (પંચમહાવ્રતના ઉપદેશ સ્વરૂપ) રોહિણીની વાત આવે છે, જે સમગ્ર અધ્યયનનો ટૂંકસાર અહીં નોંધેલ છે.
શ્રાવક પોતાની કુટુંબ-વ્યવસ્થા માટે કેવી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા, તેનો પરોક્ષ ઉલ્લેખ મળે છે.
[30] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #31
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
* ધન્ય સાર્થવાહને ચાર પુત્રવધૂ છે. ઉજિઝકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી.
કુટુંબમાં આધારભૂત પુત્રવધૂ કઈ છે તે જાણવાની ઈચ્છા થઇ. ચારે કુલવધૂને પાંચ-પાંચ સાલિ (ચોખા કે ડાંગરના દાણા) આપે છે તે દાણાનું સંરક્ષણ અને સંગોપન કરવા જણાવે છે, તેમજ માંગે ત્યારે પરત આપવાનું કહે છે.
પ્રથમ કુલવધૂ ઉજિઝકાએ પાંચ દાણા ફેંકી દીધા, વિચાર્યું કે પિતાજી માગશે ત્યારે ભંડારમાંથી આપી દઈશ.
બીજી કુલવધૂ ભોગવતી દાણા છોલીને ખાઈ ગઈ.
ત્રીજી કુલવધૂ રક્ષિકાએ આ દાણા કંઇક મહત્વના હશે તેમ વિચારી રત્નના દાબડામાં મૂકી દીધા.
ચોથી કુલવધૂ રોહિણીએ પાંચ દાણાના સંરક્ષણ-સંગોપન માટે પોતાના પિયર મોકલી દાણાને ખેતરમાં વાવી દીધા, જે કાલક્રમે પુનઃ પુનઃ વાવતાં અને ઊગતાં જતાં–ગાડાં ભરાય તેટલા થયા.
પાંચ વર્ષ બાદ ધન્ય સાર્થવાહે ચારે કુલવધૂ પાસે દાણા પાછા માગી કુલવધૂનું પરિક્ષણ અને મૂલ્યાંકન કર્યું.
દાણા ફેંકી દેનાર ઉજિઝકાને કચરા-પાણી જેવું દાસીને યોગ્ય કૃત્ય સોંપ્યું, દાણા ખાઈ જનાર ભોગવતીને રસોઈ_ખાંડવું. પીસવું વગેરે કૃત્ય સોંપ્યું, દાણા સાચવી રાખનાર રક્ષિકાને ભંડાર સાચવણીનું કાર્ય સોંપ્યું.
[31] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #32
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
પાંચ દાણામાંથી પાંચ વર્ષમાં ગાડાં ભરાય તેટલા દાણા કરનાર રોહિણીને સમગ્ર કુલ-ગૃહની વડેરી અને સલાહકાર તરીકે નિમણુંક આપી.
---જ્ઞાતાધર્મ. શ્રુત-૨, ૩. છ અહીં આગમ-શાસ્ત્રોમાં તે કાળના શ્રેષ્ઠીઓની બુધિપ્રતિભા અને ઘર-ગૃહસ્થી ચલાવવા માટેની પ્રતિભાનું દર્શન છે.
શ્રાવક અને માતૃભક્તિ:--
અભયકુમારે શ્રેણિક રાજા પાસેથી પોતાની નાની (અપર). માતાના દોહદની વાત સાંભળી કહ્યું કે, હે તાતા આપ ચિંતા ન કરશો. મારી નાની માતાને અકાળે જે મેઘનો દોહદ થયો છે તે મનોરથની પૂર્તિ કરવા પ્રયત્ન કરીશ..
અભયકુમાર પૌષધશાળામાં જાય છે, પૌષધ કરે છે. બ્રહ્મચર્ય ધારણ કરીને...ડાભના સંથારે સ્થિત થઇ અઠ્ઠમનો તપ કરી, દેવલોકસ્થિત પૂર્વભવના મિત્ર દેવનું સ્મરણ કરે છે... દેવ પ્રગટ થાય છે....નાની માતા–ધારિણીની અકાળે મેઘ માટેની ઈચ્છાને પૂર્ણ કરે છે.
---જ્ઞાતાધર્મ. મુ. ૧, મ. ૨, સૂત્ર-૨૨ અભયકુમારના જીવન-કવનનો અહીં તો અતિ અલ્પ અંશમાત્ર છે, પણ શ્રમણોપાસકની સગી માતા જ નહીં અપર માતા પરત્વે પણ કેટલી અદભુત ભાવભક્તિ હશે તે પ્રતિભાનું દર્શન થાય છે.
[32] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #33
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન - શ્રાવક અને જીવનશૈલી:---
તે શ્રેણિક રાજાને ધારિણી નામે રાણી હતી. પોતાના મુખમાં પ્રવેશતો એવો હાથી સ્વપ્નમાં જોઇને જાગી... શય્યામાંથી ઊભી થઇ...જ્યાં શ્રેણિક મહારાજાની શય્યા છે ત્યાં આવે છે. શ્રેણિક રાજાને ઇષ્ટપ્રિયકાન્ત-મનોહર...આદિ ગુણયુક્ત વાણી વડે જગાડે છે....શ્રેણિક રાજાની અનુમતિથી ભદ્રાસન ઉપર બેસે છે. શ્રેણિક રાજાને પ્રણામ કરી સ્વપ્નની વાત જણાવે છે...
શ્રેણિક રાજા પણ આ અર્થને સાંભળે છે, હૃદયમાં અવધારે છે, હર્ષિત-સંતુષ્ટ થાય છે...ધારિણીદેવીના સ્વપ્નની પ્રશંસા કરે છે. સ્વપ્નફળનું કથન કરે છે...ધારિણીદેવી તે અર્થ સંભળે છે, હર્ષિત થાય છે, સંતુષ્ટ થાય છે, શ્રેણિક રાજાના કથનને યથાર્થ પણે સ્વીકારે છે...પોતાની શય્યામાં આવી દેવ અને ગુરુજન સંબંધી ધર્મકથા સંભારીને શુભ સ્વપ્નનું રક્ષણ કરવા જાગરણ કરે છે.
---જ્ઞાતાધર્મ. મુ. , ૪. ૬, સૂત્ર ૧૩-૧૪
અહીં શ્રાવક શ્રાવિકાની જીવનશૈલીનું ઉત્તમ પ્રતિભાદર્શન છે. રાજા-રાણીની અલગ શય્યા, રાત્રીના જગાડવા છતાં પતિનું શાંત-સૌમ્ય સ્વરૂપ, પરસ્પર પ્રીતિ અને એકમેકની વાતનું સુસંવાદીપણું, રાણીઓને પણ દેવ-ગુરુની કથાનો સ્વાધ્યાય ઈત્યાદિ પરમ અનુકરણીય છે.
[33] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #34
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન શ્રાવક અને ઋદ્ધિસિદ્ધિ:---
ત્યારપછી મહાબલકુમારનાં માતા-પિતા એવા પ્રકારનું પ્રીતિદાન આપે છે. આઠ કોટિ હિરણ્ય, આઠ ક્રોડ સોનૈયા, ઉત્તમ આઠ મુગટ, ઉત્તમ આઠ કુંડલયુગલ, આઠ હાર, આઠ અર્ધ-હાર, આઠ એકસરા-હાર, એ રીતે મુકતાવલી, કનકાવલી, રત્નાવલી, આઠ કડાની જોડી, આઠ બાજુબંધની જોડી, આઠ રેશમી વસ્ત્રની જોડ...આઠ શ્રી હ્રી–પૃતિ-કીર્તિ-બુદ્ધિ અને લક્ષ્મીદેવીની પ્રતિમા ૮૦ હજાર ગાય ઈત્યાદિ. (આ વર્ણન એટલું બધું લાંબુ છે કે લગભગ દોઢ પેજમાં આ સંપત્તિનું વર્ણન આવે છે. તે ઉપરથી કલ્પી શકાય કે તે શ્રાવકની ઋદ્ધિ-સિદ્ધિ કેટલી બધી હશે.)
---HT. . ૨૬, ૩. ૨૬, સૂત્ર ર૧
---તે આનંદ ગાથાપતિનું ચાર કરોડ સુવર્ણ નિધાનમાં, ચાર કરોડ સુવર્ણ વ્યાજમાં, ચાર કરોડ સુવર્ણ ધન-ધાન્યાદિમાં રોકાયેલ હતું, દશ હજાર ગાયોનું એક વ્રજ એવાં ચાર વ્રજો હતાં....ઈત્યાદિ.
---રૂપા. સ.
---ત્યાં ઘણા શ્રાવકો રહેતા હતા. એ શ્રાવકો અઢળક ધનસંપત્તિવાળા અને દેદીપ્યમાન હતા. તેઓના રહેવાના આવાસો મોટા અને ઊંચા હતા. તેઓની પાસે ઉત્તમ શય્યા, આસનો અને ગાડાં વગેરે હતાં, વહાણો અને બળદો વગેરે પુષ્કળ વાહનો હતાં, સોનું–રૂપું પણ ઘણાં હતાં.
[34] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #35
--------------------------------------------------------------------------
________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
તેઓ વ્યાપાર-વાણિજ્ય કરી ધનને વધારવામાં કુશળ હતા, બીજી પણ અનેક કળામાં કુશળ હતા.
તેઓને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજનસામગ્રી રહેતી અને ભોજન કરનારા પણ અનેક રહેતા હતા.
તેઓને ત્યાં અનેક નોકરચાકર-ગાય—પાડા—ઘેટાંઓનો સમૂહ હતો. કોઈપણ કાર્યમાં પરાવલંબી ન હતા.... તેઓની ઉદારતાને લીધે દરવાજા
પાછળ રહેતો
ઉલાળિયો ઊંચો જ રહેતો હતો.
તેમનાં અંત:પુર પણ પ્રીતિ ઉપજાવે તેવાં હતાં. તેઓ શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસો વડે આઠમ—ચૌદશ-અમાસ અને પૂનમે પરિપૂર્ણ પૌષધને આચરતા હતા.
-મન. શ. ૨, ૩. ૬, સૂત્ર ૬૩૦
વર્તમાન કાળે કોઈને શાલિભદ્ર આદિ ઋદ્ધિયુક્ત શ્રાવકની ઉપમા અપાય છે ત્યારે આ સર્વે આગમકાલીન શ્રાવક-શ્રાવિકાની ઋદ્ધિસિદ્ધિ એ એક એવું પ્રમાણ આપણી સમક્ષ રજૂ કરે છે કે ખરેખર આપણાં શ્રાવક-શ્રાવિકાની સંપત્તિ પ્રતિભા કેટલી ઉચ્ચતમ કોટિની હશે!
-+-----
[35] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]
Page #36
--------------------------------------------------------------------------
________________ આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન આ તો અતિ સંક્ષેપમાં, અતિ અલ્પ દ્રષ્ટાંતોમાં અને શ્રાવક જીવન પ્રતિભા દર્શન કરાવતાં બહુ જ થોડા મુદ્દામાં સાગરમાં બિંદુ સમાન ગણાય તેવું માત્ર નમૂનારૂપ વર્ણન છે. ખરેખર આગમનો સાદ્યન્ત અભ્યાસ કરવામાં આવે તો અનેક મુદ્દામાં, પ્રચુર દ્રષ્ટાંતો વડે આપણે આગમકાલીન “શ્રાવકશ્રાવિકા”. જીવન અને કવન પામી શકીએ. આ મુનિ દીપરત્નસાગર. [36] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.)