________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
અને ગોત્રનું શ્રવણ કરવાથી પણ મહાફળની પ્રાપ્તિ થાય છે તો તેના દર્શન કરવાથી તેમજ તેના દ્વારા પ્રરૂપિત ધર્મનો વિપુલ અર્થ ગ્રહણ કરવાથી જે લાભ થાય તેને પૂછવું જ શું?”
“માતા-પિતા, નગરજન, રાજા બધાના વિરોધ વચ્ચે અર્જુન માળીના ઉપસર્ગની પરવા કર્યા સિવાય ધર્મશ્રવણ માટે જવું.” ---સંતન. વર્ષ ૬, મધ્ય. રૂ, सूत्र २७
“અહી શ્રાવકનું જ્ઞાન અને ધર્મશ્રવણ માટે ગમે તેવા ઉપસર્ગોની વચ્ચે પણ જવાની માનોવૃત્તિ” આજના શ્રાવક માટે કેટલી બધા દિશાસૂચક છે!”
“ધન્યકુમાર બત્રીશમાળ ઊંચા અને શ્રેષ્ઠ મહેલમાં રહે છે, બત્રીશ ઉત્તમ કન્યા સાથે પાણિગ્રહણ થયું છે, અનેક સેકંડો સ્તંભથી યુક્ત પ્રધાન ભવનમાં વાદ્યોના નાદ સાથે દેવની માફક ભોગ ભોગવતો રહે છે. ભગવંત સહસ્ત્રભુવન ઉદ્યાનમાં પધાર્યા. (ધન્યકુમાર) જમાલિકુમારની માફક ઠાઠથી પગે ચાલીને નીકળે, ધર્મદેશના શ્રવણ કરે, વૈરાગ્યવાન થાય અને દીક્ષા લેવાની ઈચ્છા થાય.” ---મનુતો. વર્ગ રૂ, મધ્ય. ૧, સૂ. ૧૦
અહીં ઋદ્ધિસંપન્ન અને ભોગમગ્ન યુવાન શ્રમણોપાસક પણ પગે ચાલીને ધર્મદેશના શ્રવણ કરવા જાય તેમ જ દેશનાને અંતે વૈરાગ્યભાવ જાગૃત થાય તે વાતનું નિદર્શન છે.
[5] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]