________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન પર્યાપાસના કરીએ. એ કાર્ય આપણને આ ભવ અને પરભવમાં હિતરૂપે છે તથા પરંપરાએ પણ કલ્યાણરૂપ થશે.....
બધાં એક સ્થાને મળે છે. પગે ચાલીને શહેરના મધ્યભાગમાંથી નીકળે છે. સ્થવિર ભગવંત પાસે આવી પાંચ અભિગમો સાચવે છે તે આ પ્રમાણે- સચિતદ્રવ્યનો ત્યાગ, અચિતદ્રવ્ય સાથે રાખવાં, એક- શાટિક ઉત્તરાસંગ, સ્થવિર(ગુરુ) ભગવંતને જોતાં જ હાથ જોડવા, મનની એકાગ્રતા રાખવી.
સ્થવિર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ સ્થવિર ભગવંત પાસે ધર્મોપદેશ સાંભળે. પોતાની શ્રમણો-પાસકતા વડે આજ્ઞાનું આરાધન કર્યું. ધર્મ સાંભળી, હૃદયમાં અવધારી સંતુષ્ટ અને વિકસિત હૃદયવાળા થયા....”
---મા. શ.-૨, ૩. સૂત્ર ૩૨-૩૩ આટલી સામાન્ય વાતમાં ગુરુભગવંત પાસે શ્રાવક કઈ રીતે જાય, કેટલું બહુમાન હોય, કેવી વિધિ સાચવે, ધર્મશ્રવણ પછી શ્રાવકની આનંદિતતા... ઇત્યાદિ કેટલી બધી ઉત્તમતા જણાવી દીધી
“અર્જુનમાળીનો ઉપદ્રવ.. ભગવંતનું રાજગૃહ નગરે આગમન... સુદર્શન શ્રમણોપાસકનું વર્ણન. સુદર્શન શેઠ જીવઅજીવના જ્ઞાતા હતા, શ્રાવક ધર્મની મર્યાદાનું પાલન કરતા હતા. ભગવાન પધાર્યા છે ત્યારે મનોમન સંકલ્પ-- “જેના નામ
[4] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.)