________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
શ્રાવક:- આ શબ્દ શ્રાવક-શ્રાદ્ધ આદિ પર્યાયરૂપે છે પણ શાસ્ત્રીય રીતે તેનું “શ્રમણોપાસક” નામાંકન થયેલ છે, જે અતિ સાર્થક છે. શ્રમણની પર્યાપાસના કરે તે જ શ્રમણોપાસક અથવા શ્રાવક. ૪૫ આગમોમાં આવા અનેક શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કવનનું દર્શન થાય છે, જેવા કે- શ્રેણિક, નાગીલ, શંખ, આનંદ, કામદેવ, ઋષિભદ્રપુત્ર, સુબાહુ આદિ શ્રાવકો. સુલસા, જયંતિ, રેવતી, ધારિણી, દ્રૌપદી, સુભદ્રા વગેરે શ્રાવિકાઓ ‘આગમસ્થ શ્રાવક-શ્રાવિકા કિંચિત્ ઝલક
૪૫ આગમ દોહન કરીએ તો શ્રાવક-શ્રાવિકા જીવનદર્શન કરાવતી અનેકાનેક ઝલકો ઊડીને આંખે વળગે છે. અહીં માત્ર નમૂનારૂપ દૃષ્ટાંતોને ભિન્ન-ભિન્ન દૃષ્ટિબિંદુથી નિર્દેશેલ છે.
શ્રાવક અને ધર્મશ્રવણ :
શ્રાવક' શબ્દ જ શ્રવણને આધારે બનેલ છે. “ધર્મ શ્રવણ કરે તે શ્રાવક પ્રાયઃ બધાં જ આગમોમાં પર્ષદા ધર્મ સાંભળવા આવી એવો ઉલ્લેખ જોવા મળે છે, તેમાં શ્રાવકની ધર્મપ્રતિભા ઝળકતી હોય અને આજના શ્રાવકને પ્રેરણા મળે તેવા નિર્દેશો પણ મળે છે. ......... ...જેમ કે
જ “તુંગિકા નગરીના શ્રમણોપાસક પરસ્પર એકબીજાને વાત કરે છે. પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર ભગવંતો યશા પ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને વિચરે છે. આપણે સ્થવિર ભગવંતની
[3] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]