________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન - કામદેવ શ્રમણોપાસકના વર્ણનમાં..
અતિ ધનાઢ્ય એવા શ્રાવકનું વર્ણન છે. કામદેવે ભગવંતની વાણી શ્રવણ કરી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો છે. બાર વ્રતધારી અને શુદ્ધ સમ્યqધારક આ શ્રાવક કાલાન્તરે શ્રાવકની પ્રતિમા અંગીકાર કરી વિહરી રહ્યો છે. એક વખત મધ્યરાત્રીએ એક દેવ તેને ચલાયમાન કરવા ભયંકર પિશાચનું રૂપ વિષ્ણુર્વે છે ( આ પિશાચ વર્ણન જો શાસ્ત્રમાંથી વાંચવામાં આવે તો તેને જોતાં જ હાંજા ગગડી જાય તેવો ભયંકર લાગે છેપૌષધોપવાસ વ્રત ખંડિત કરવા ઘણા ઉપસર્ગો કરે છે. આ ભયંકર ઉપસર્ગોમાં પણ નિર્ભીક અને સ્થિર જોઇને, મદોન્મત્ત હાથીનું રૂપ લે છે. પગ તળે કચડી નાંખવાની ધમકી આપે છે. સૂંઢ વડે આકાશમાં ઉછાળે છે, દંતશૂળોથી પ્રહાર કરે છે.
---તો પણ નિશ્ચલ રહેલા કામદેવ શ્રાવકને જોઇને અતિ રોષે ભરાયેલ એવો તે દેવ ભયંકર એવા દૃષ્ટિવિષ સર્પનું રૂપ ધારણ કરે છે. કામદેવ શ્રાવકના શરીરને ભરડો લઇ તે સર્પ તેની દાઢો વડે છાતીમાં ડંખ મારે છે...આવા અનેકાનેક ઉપસર્ગો પછી પણ કામદેવ શ્રમણોપાસક તેના સમ્યક્ત અને પ્રતિમાથી ચલાયમાન થઇ ન શક્યો ત્યારે તે દેવ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઇ કામદેવની પ્રશંશા કરે છે. તેના વ્રત-નિયમની અનુમોદના કરે છે.
--3પાસ. સ. ૨
[7] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]