________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
સામાન્ય વિપત્તિ અને સમસ્યામાં પણ અરિહંત પરમાત્મા, પંચ મહાવ્રતધારી સાધુ કે જિનપ્રજ્ઞપ્ત ધર્મથી વિચલિત થતા વર્તમાન શ્રાવકો સામે કામદેવ શ્રમણોપાસકનું જીવન અને કવન દૃઢ ધર્મશ્રદ્ધા અને પ્રતિમાની નિશ્ચલતાનું દર્શન કરાવી જાય છે.
---નંદીષેણ મુનિ આત્મહત્યાના પ્રયત્નોમાં નિષ્ફળ ગયા, ચારણ મુનિએ બે વખત આત્મહત્યા કરતા તેને રોક્યા ત્યારે ગુરુચરણમાં વેષ સમર્પિત કરી વેશ્યાના ગૃહે જતાં પૂર્વે અભિગ્રહ ધારણ કરે છે કે મારે દરરોજ દશ-દશ મનુષ્યને પ્રતિબોધ પમાડવા. એક પણ ઓછો રહે અને બોધ પામી દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી ભોજન અને પાન કરવું નહીં, ચંડિલમાત્રુ (ઝાડો-પેશાબ) પણ ન કરવા, તેમજ પ્રતિબોધ પામેલાને મારે જાતે દીક્ષા ન આપવી કારણ કે ગુરુનો જેવો વેષ હોય તેવોજ શિષ્યનો થાય છે.
પ્રેમપાશથી બંધાયેલા નંદીષેણે ચારિત્રત્યાગ કર્યો હોવા છતાં શાસ્ત્રમાં કહેલું છે તેવું શ્રાવકપણે પાળે છે, દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરી સંવિજ્ઞ ગુરુ પાસે દીક્ષા લેવા મોકલે છે. જયારે છેલ્લે દુર્મુખ સોની બોધ નથી પામતો ત્યારે પુનઃ દીક્ષા અંગીકાર કરી, કર્મ ખપાવી મોક્ષે જાય છે.
---महानिशीथ सू. ८६५ से ८८४
[8] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]