________________
આગમકાલીન ‘શ્રાવક-શ્રાવિકા’ - જીવન અને કવન
આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુષ્કર નથી અર્થાત તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે.
---મહા. સ. ૮, યૂ. ૨, સ. ૬૪૮૪ આ સમગ્ર કથાનકમાં તે બ્રાહ્મણી શ્રાવિકાના મનોગત ભાવોમાં સંસારના સગપણનું સ્વાર્થીપણું અને સંયમધર્મની ઇષ્ટતા થકી ચારિત્રનો રાગ દર્શાવે છે.
* શ્રાવક અને ભગવદ્ વિનય:---
ભભસાર (શ્રેણિક) પુત્ર કોણિકરાજાને સંદેશવાહક પાસેથી પરમાત્મા મહાવીર પધાર્યાના સમાચાર મળ્યા..... એવા રાજા આદરથી જલદીથી ચંચળ થઇ સિંહાસન ઉપરથી ઊઠ્યા. ઊઠીને નીચે ઊતરીને શ્રેષ્ઠ વૈદુર્ય, રિષ્ટ તેમ જ અંજન નામનાં રત્નોથી જડિત, ચમકતી, મણિરત્નથી શોભિત પાદુકાને પગમાંથી ઉતારી, પાંચ રાજચિન્હોનો ત્યાગ કર્યો તે આ પ્રમાણે–તલવાર, છત્ર, મુકુટ, પાદુકા અને ચામર.
પછી ફાટ્યા તથા સીવ્યા વિનાનું એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું. અંજલીપુટ કરીને જે દિશામાં ભગવાન બિરાજમાન હતા તે તરફ સન્મુખ સાત-આઠ પગલાં આગળ ગયા. ડાબો ઢીંચણ ઉપર રાખ્યો, જમણો ઢીંચણ જમીન પર રાખ્યો અને પોતાના મસ્તકને જમીન ઉપર નમાવ્યું. નમાવ્યા પછી થોડા નમ થયા....હાથ ઊંચા કરી, મસ્તકે અંજલી કરીને કહ્યું--
[14] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]