________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
આ સમગ્ર કથનમાં શ્રીકૃષ્ણ અને તેની પટ્ટરાણીનો ચારિત્રરોગ પ્રતિબિંબિત થાય છે. દીક્ષા લેનારના ભાવો અને ન લઇ શકનારની મનોવ્યથાનું કવન આજના શ્રાવકો માટે પ્રેરક પ્રતિભારૂપ છે. શ્રાવક તેનેજ કહેવાય જેને આવો ચારિત્રરાગ હોય અને ચારિત્રગ્રહણ ન થઇ શકવાનું અહર્નિશ દુઃખ હોય.
---ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણી જણાવે છે કે અરે રક્ષણ વગરની એવી તમે મને ઝેરી સર્પ ના ડંખ ન અપાવો, નિર્જલ નદીમાં મને ઊભી ન રાખો, દોરડા વગરના સ્નેહપાશમાં જકડાયેલી મને મોહમાં ન સ્થાપો, કેમકે----
આ મારાં પુત્ર, પુત્રી, ભત્રીજાઓ છે, આ જમાઈ છે, આ માતા-પિતા છે, આ મારા ભર્તાર છે. આ મને ઇષ્ટ પ્રિય મનગમતા કુટુમ્બીવર્ગ, સ્વજનો, મિત્રો, બન્ધવર્ગ, પરિવારવર્ગ છે તે અહીં પ્રત્યક્ષ જ ખોટા માયાવાળા છે.
ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, સ્નેહી, કુટુમ્બીજન વગેરે ત્યાં સુધી જ સંબંધ રાખે છે કે જ્યાં સુધી તે દરેકનો પોતાનો સ્વાર્થ સધાય છે.
પોતાના કાર્યની સિદ્ધિના વિરહમાં ન કોઈ કોઈની માતા, ન કોઈ કોઈના પિતા ન કોઈ કોઈના ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, કાન્ત, કુટુમ્બી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ પરિવાર છે......
ધર્મ એ જ ધન, ઇષ્ટ, પ્રિય, કાન્ત પરમાર્થ હિતકારી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ છે.
[13] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]