________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
શ્રાવકમાંથી ટ્રસ્ટી બનેલ વહીવટીગણને માટે તેમ જ પરમાત્મા સન્મુખ જતા શ્રાવકજન માટે પરમાત્મા કે ગુરુવર્યો પાસે જાય ત્યારે રાખવી જોઈતી દ્રવ્ય-ભાવશુદ્ધિનું ઉત્તમ દ્રષ્ટાંત દેવાનંદા-શ્રાવિકાના જીવનમાંથી પ્રેરણાદાયી દર્શન કરાવે છે.
શ્રાવક અને ગોચરીભક્તિ:---
તે વખતે વિજય ગાથાપતિ શ્રમણ મહાવીરને આવતા જોઇને પ્રસન્ન અને સંતુષ્ટ થયો. આસાનથી ઊઠ્યો, સિંહાસનથી ઊતરી પાદુકાનો ત્યાગ કરી એક સાડી ઉત્તરાસંગ કરી, મસ્તકે અંજલી કરી સાત-આઠ પગલાં સન્મુખ આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા અને પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિશ એમ વિચારી સંતુષ્ટ થયો. પ્રતિલાભતા પણ સંતુષ્ટ થયો, પ્રતિલાલ્યા બાદ પણ સંતુષ્ટ થયો અને ત્યાર પછી તે વિજય ગાથાપતિ દ્રવ્યશુદ્ધિ, દાયક શુદ્ધિ અને પાત્રશુદ્ધિથી તથા મન-વચન-કાયાની શુદ્ધિથી દાન વડે પ્રભુને પ્રતિલાભવાથી દેવનું આયુષ્ય બાંધી, સંસાર અલ્પ કર્યો. --મન. શ. ૬૬, સૂ.૬૮
વિજય ગાથાપતિના જીવન અને કવન થકી ગોચરી વહોરાવવા પૂર્વે શ્રાવકે કરવાની વિધિ તથા વહોરાવતાં પૂર્વે કે પશ્ચાત્ કેવા ભાવો હોય તો સંસાર અલ્પ થાય તેનું પ્રતિભાવંત ઉદાહરણ પ્રાપ્ત થાય છે.
[16] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]