________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
* ધન્ય સાર્થવાહને ચાર પુત્રવધૂ છે. ઉજિઝકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી.
કુટુંબમાં આધારભૂત પુત્રવધૂ કઈ છે તે જાણવાની ઈચ્છા થઇ. ચારે કુલવધૂને પાંચ-પાંચ સાલિ (ચોખા કે ડાંગરના દાણા) આપે છે તે દાણાનું સંરક્ષણ અને સંગોપન કરવા જણાવે છે, તેમજ માંગે ત્યારે પરત આપવાનું કહે છે.
પ્રથમ કુલવધૂ ઉજિઝકાએ પાંચ દાણા ફેંકી દીધા, વિચાર્યું કે પિતાજી માગશે ત્યારે ભંડારમાંથી આપી દઈશ.
બીજી કુલવધૂ ભોગવતી દાણા છોલીને ખાઈ ગઈ.
ત્રીજી કુલવધૂ રક્ષિકાએ આ દાણા કંઇક મહત્વના હશે તેમ વિચારી રત્નના દાબડામાં મૂકી દીધા.
ચોથી કુલવધૂ રોહિણીએ પાંચ દાણાના સંરક્ષણ-સંગોપન માટે પોતાના પિયર મોકલી દાણાને ખેતરમાં વાવી દીધા, જે કાલક્રમે પુનઃ પુનઃ વાવતાં અને ઊગતાં જતાં–ગાડાં ભરાય તેટલા થયા.
પાંચ વર્ષ બાદ ધન્ય સાર્થવાહે ચારે કુલવધૂ પાસે દાણા પાછા માગી કુલવધૂનું પરિક્ષણ અને મૂલ્યાંકન કર્યું.
દાણા ફેંકી દેનાર ઉજિઝકાને કચરા-પાણી જેવું દાસીને યોગ્ય કૃત્ય સોંપ્યું, દાણા ખાઈ જનાર ભોગવતીને રસોઈ_ખાંડવું. પીસવું વગેરે કૃત્ય સોંપ્યું, દાણા સાચવી રાખનાર રક્ષિકાને ભંડાર સાચવણીનું કાર્ય સોંપ્યું.
[31] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]