________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
ત્યારપછી મધ્યરાત્રીમાં ધર્મજાગરણ માટે જાગતા એવા ભદ્રંનંદી શ્રાવકના મનમાં આવો સંકલ્પ થયો કે
તે ગામ, નગર, આકર, જનપદ અને સન્નિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે.
તે રાજા, ઈશ્વર આદિને પણ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે મુંડિત થઈને દીક્ષિત થાય છે.
તે રાજા, ઈશ્વર આદિને પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ ગૃહસ્થધર્મને અંગીકાર કરે છે.
તે રાજા ઈશ્વર આદિ પણ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરની ધર્મદેશના સાંભળે છે.
તે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ ગમન કરતા જો અહીં પધારે તો હું શ્રમણ ભગવંત પાસે મંડિત થઇ દીક્ષા અંગીકાર કરી લઉં.
---વિપા. શ્રુ. ૨, ૬. ૨, સૂ. ૩૭
આ બંને પ્રસંગોમાં ધર્મજાગરણ જેને સુદક્ષ જાગરિકા કહે છે તેનો નિર્દેશ છે. રાત્રિના અનિદ્રથી પીડાતા શ્રાવકો માટે દિક્ષાસૂચક છે. પ્રાયઃ લુપ્ત બનેલી ધર્મજાગરણની પ્રવૃત્તિ માટે આ બંને પ્રતિભાવંત શ્રાવકોનું જીવન અને કવન પૂર્વકાલીન રાત્રિચર્યાને ઉજાગર કરે છે.
[25] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]