________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
(૧) યાવજ્જીવ મન-વચન-કાયા વડે સ્થૂળ હિંસા કરું નહીં- કરાવું નહીં.
(૨) યાવજ્જીવ બે કરણ અને ત્રણ યોગ વડે મૃષાવાદ કરું નહીં- કરાવું નહીં.
(૩) જીવનપર્યન્ત દ્વિવિધ-ત્રિવિધે અદત્ત-આદાન કરું નહીંકરાવું નહીં.
(૪) શિવાનંદા (પત્ની) સિવાય બાકીની સ્ત્રી સાથે મૈથુનવિધિનું પ્રત્યાખ્યાન.
(૫) ૧૨ કોટિ સુવર્ણ સિવાયના બાકીના સુવર્ણનો ત્યાગ. --૪૦ હજાર ગાયો સિવાયના ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન. --૫૦ હજાર વિઘા સિવાયના ક્ષેત્ર-વાસ્તુનું પ્રત્યાખ્યાન. --૧૦૦૦ ગાડાંથી વધારાના ગાડાનું પ્રત્યાખ્યાન. (૬) એક સુગંધી અંગલુછણ (ટુવાલ) સિવાયનાં બધાં અંગલુછણનું પ્રત્યાખ્યાન.
--એક લીલા જેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણનો ત્યાગ.
--મધુર આમળા સિવાય સર્વે ફળોનો ત્યાગ. --શતપાક, સહસ્ત્રપાક સિવાયના માલિશ તેલોનો ત્યાગ. --એક સુગંધી ગંધચૂર્ણ સિવાયના ઉદ્ધૃર્તનનો ત્યાગ. --આઠ ઓસ્ટ્રિક ઘડાથી વધુ પાણીનો ત્યાગ. --એક ક્ષૌમ યુગલ સિવાયનાં વસ્ત્રોને ત્યાગ.
[19] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]