Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન તેઓ વ્યાપાર-વાણિજ્ય કરી ધનને વધારવામાં કુશળ હતા, બીજી પણ અનેક કળામાં કુશળ હતા. તેઓને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજનસામગ્રી રહેતી અને ભોજન કરનારા પણ અનેક રહેતા હતા. તેઓને ત્યાં અનેક નોકરચાકર-ગાય—પાડા—ઘેટાંઓનો સમૂહ હતો. કોઈપણ કાર્યમાં પરાવલંબી ન હતા.... તેઓની ઉદારતાને લીધે દરવાજા પાછળ રહેતો ઉલાળિયો ઊંચો જ રહેતો હતો. તેમનાં અંત:પુર પણ પ્રીતિ ઉપજાવે તેવાં હતાં. તેઓ શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસો વડે આઠમ—ચૌદશ-અમાસ અને પૂનમે પરિપૂર્ણ પૌષધને આચરતા હતા. -મન. શ. ૨, ૩. ૬, સૂત્ર ૬૩૦ વર્તમાન કાળે કોઈને શાલિભદ્ર આદિ ઋદ્ધિયુક્ત શ્રાવકની ઉપમા અપાય છે ત્યારે આ સર્વે આગમકાલીન શ્રાવક-શ્રાવિકાની ઋદ્ધિસિદ્ધિ એ એક એવું પ્રમાણ આપણી સમક્ષ રજૂ કરે છે કે ખરેખર આપણાં શ્રાવક-શ્રાવિકાની સંપત્તિ પ્રતિભા કેટલી ઉચ્ચતમ કોટિની હશે! -+----- [35] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]

Loading...

Page Navigation
1 ... 33 34 35 36