Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન શ્રાવક અને અંતિમ આરાધના:--- એક વખત લાગ મળતા રાણી સૂર્યકાંતાએ રાજા પ્રદેશીને ખોરાકમાં ઝેર આપી દીધું. રાજા પ્રદેશના શરીરમાં તીવ્ર વસમી વેદના ઉપજી, ત્યારે પણ રાણી ઉપર લેશમાત્ર રોષ ન કરતા પૌષધશાળાએ ગયો, ત્યાં જઇ પ્રમાર્જના કરી, શૌચ અને લઘુશંકાની જગ્યા તપાસી, પૂર્વાભિમુખ થઇ ડાભના સંથારામાં પર્ઘકાસને સ્થિર બેઠો. હાથ જોડી, માથું નમાવી આ પ્રમાણે બોલ્યો– અરિહંત ભગવંતોને નમસ્કાર, મારા ધર્મોપદેશક અને ધર્માચાર્ય કેશીકુમારને નમસ્કાર. હું તેમને વારંવાર નમું છું. મેં પહેલાં પણ સ્થૂલ પ્રાણાતિપાત આદિ પ્રતિજ્ઞા કરી છે. હમણાં પણ તેમની સાક્ષીએ સર્વ પ્રકારના પ્રાણાતિપાત વગેરેના ત્યાગનો નિયમ કરું છું. નહીં કરવા જેવા સર્વ કાર્યનો ત્યાગ કરું છું. જીવતાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું, પ્રતિક્રમણ કરી, કાળ માસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૂર્યાભ દેવ થયા. ---Sીનગ્નિય. સૂત્ર-૮૦ લગભગ લુપ્તપ્રાયઃ બનેલી શ્રાવક-અંતિમ-આરાધના વિધિનું અહીં પ્રદેશ રાજાના જીવન અને કવન થકી નિદર્શન છે. સમાધિમૃત્યુ શબ્દ બોલવા કે લખવાથી આવું મૃત્યુ મળતું નથી પણ ઉક્ત વિધિના પરિપાલનથી મળે છે. [29] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36