________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન ભોજન કરેછે. વિપુલ અશન-પાન—ખાદિમ–સ્વાદિમ લીધા બાદ જિતશત્રુ રાજા કહે છે:
-
અહો દેવાનુપ્રિયો ! તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ઉત્તમ વર્ણ યાવત્ ઉત્તમ સ્પર્શથી યુક્ત છે. ઉત્તમ રસગંધ-વર્ણ-રૂપથી યુક્ત છે. આસ્વાદન કરવા યોગ્ય છે. પુષ્ટિકારક છે. બળને દીપ્ત કરનાર છે...(ઈત્યાદિ).
ત્યારે શ્રાવકમંત્રી એવા સુબુદ્ધિએ મૌન ધારણ કર્યું પણ રાજાના કથનનો આદર ન કર્યો...
એક વખત જિતશત્રુ રાજા ઘોડેસ્વારી માટે નીકળ્યો. એક ખાઈ પાસેથી પસાર થયો. તેનું પાણી ચરબી, નસો, માંસ, લોહી અને પરૂથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું....અમનોજ્ઞ રૂપ, રસ, ગંધ, વર્ણથી યુક્ત હતું. તેની અશુભ ગંધથી ગભરાઈને રાજાએ ઉત્તરીય વસ્ત્ર વડે પોતાનું મુખ ઢાંકી દીધું. એક તરફ ચાલ્યો ગયો. સાથેના રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહને કહ્યું કે
અહો દેવાનુપ્રિયો! આ ખાઈનું પાણી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી અમનોજ્ઞ અત્યંત અશુભ છે...ત્યારે પણ સુબુદ્ધિ મંત્રી મૌન રહ્યો...
સુબુદ્ધિને એવો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો જિતશત્રુ રાજા સત્, તત્વરૂપ, તથ્ય, અવિતથ્ય અને અદભુત જિન ભગવાન પ્રરૂપિત ભાવોને નથી જાણતા તેથી મારા માટે શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સત્, તત્વરૂપ, તથ્ય, અવિતથ્ય અને [27] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]