________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા...ભગવંતને વાંદીનમીને તે શ્રાવકોએ પૂછ્યું, ભગવંતે કહ્યું હે આર્યો! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે કહ્યું એ વાત સાચી છે.... તે શ્રાવકો ભગવંતને વાંદી-નમીને ઋષિભદ્રપુત્ર શ્રાવક પાસે જઈને વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ---મન॰ શ. ૬૩, ૩. ૨૨, સૂ. ૭૨૬ આ દ્રષ્ટાંત શ્રાવકોનો સ્વાધ્યાયપ્રેમ-ધર્મચર્ચા-નમ્રતાનું દર્શન કરાવે છે. દેરાસરજી કે ઉપાશ્રય બહાર ઓટલે બેસી વિકથામાં મગ્ન રહેતા શ્રાવકોને માટે આગમકાલીન શ્રાવકોની સ્વાધ્યાય પ્રતિભાનું આ અદભૂત ઉદાહરણ છે.
શ્રાવક અને પરસ્પર ધર્મજાગરણ:
ઉદાયન રાજાને મધ્યરાત્રીને સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો—તે ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબાધ અને સન્નિવેશ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. તે રાજા, શેઠ, તલવર યાવત્ સાર્થવાહ પ્રમુખને ધન્ય છે, જેઓ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે યાવત્ પર્યુપાસના કરે છે. જો શ્રમણ ભગવંત મહાવીર એક ગામથી બીજે ગામ જતાં યાવત્ અહીં સમોસરે અને આ વીતભય નગરે પધારે...તો હું પણ વંદન યાવત્ પર્યુપાસના કરું.
--મન. શ. ૬૩, ૩. ૬, સૂ. ૧૮૭
[24] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]