________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
અહી શ્રમણોપાસક એવા ગૃહસ્થો પણ શૂરવીરતાથી લડી શકતા હતા તે અને પોતાની પ્રતિજ્ઞાના પાલનપૂર્વક પ્રતિભાવંત ધનુષ-બાણ ચલાવનાર યોદ્ધાપણાનો પરિચય આવી જાય છે. નિર્માલ્યતાને અહિંસક ભાવમાં ખપાવનાર વર્તમાન વણિકો માટે દિશાસૂચક દ્રષ્ટાંત છે.
- શ્રાવક અને પરસ્પર ધર્મચર્ચા:
તે કાલે આલલિકા નામે નગરી હતી. તે નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ ધનિક થાવત કોઇથી પરાભવ ન પામે તેવા અને જીવ-અજીવ તત્વના જ્ઞાતા હતા.
કોઈ એક દિવસે એકત્ર મળેલા, આવેલા, એકઠા થયેલા અને બેઠેલા તે શ્રમણોપાસકોનો આ પ્રકારે વાર્તાલાપ થયો, હે આર્ય ! દેવલોકમાં કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે?” દેવસંબંધી સત્ય હકીકતથી વાકેફ ઋષિભદ્રપુત્રે તે તે શ્રમણોપાસકને કહ્યું–
હે આર્ય ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. ત્યારપછી એકસમય અધિક, બે સમય અધિક થાવત અસંખ્ય સમયાધિક કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે.
ત્યાર પછી દેવો અને દેવલોકો વ્યચ્છિન્ન થાય છે...અન્ય શ્રાવકો આ અર્થની શ્રધ્ધા–પ્રતીતિ–રુચિ કરતા નથી.
[23] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]