________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
શ્રાવકોના વ્રત-નિયમની પ્રતિભા દર્શાવતા અનેક પ્રસંગોની સાપેક્ષતાએ વિચારતાં આ ઋદ્ધિ-સંપન્ન-ધનાઢ્ય શ્રાવક આનંદ ગાથાપતિનું જીવન એક અદભુત આદર્શ સમાન છે, જેની પ્રશંસા ખુદ મહાવીર પરમાત્માએ કરી અને શ્રેષ્ઠ દસ શ્રમણોપાસકમાં આદ્ય સ્થાન આપેલ છે.
શ્રાવક અને દાનભાવના:
તે રાજગૃહની બહાર નાલંદા ગામમાં લેપ નામનો એક ગૃહસ્થ નિવાસ કરતો હતો. તે ઘણો ધનવાન, તેજસ્વી અને સર્વત્ર પ્રસિદ્ધ હતો. તે મોટામોટા ભવનોથી, શયન આસન, યાનો અને વાહનોથી પરિપૂર્ણ હતો. તેમને ત્યાં ઘણા માણસોને અશન–પાણી આપવામાં આવતા હતા....
તે લેપ ગાથાપતિ શ્રમણોપાસક હતો. જીવ-અજીવ આદિ તત્વોનો જ્ઞાતા હતો. તેનો નિર્મળ યશ જગતમાં ફેલાયેલો હતો.દુઃખી જીવો માટે તેના ઘરનાં દ્વાર સદા માટે ખુલ્લાં રહેતાં હતાં.તે શ્રમણ નિર્ગુન્થોને શુદ્ધ અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યનું દાન કરતો હતો.
તે લેપ ગાથાપતિની નાલંદાની બહાર ઇશાન ખૂણામાં એક “શેષદ્રવ્યા” નામની જલશાળા પણ હતી....
---સૂચ૦ મુ. ૨, . ૭, સુ. ૭૬૪
[21] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]