Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 11
________________ આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન મેં પાંચ મહાવત સાંભળ્યાં છે. તિર્યંચ યોનિ અને નરકમાં દુઃખ છે તેમ સંભાળેલ છે. હું સંસારરૂપ સાગરથી વિરક્ત થયો છું. હું પ્રવ્રજ્યા લઈશ. મને સંમતિ આપો. હું ભોગ ભોગવી ચુક્યો છું. તેઓ વિષફળની જેમ અંતે કટુ પરિણામવાળા છે અને નિરંતર દુઃખદાયી છે. આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે. શરીરનો મને મોહ નથી, તેમાં આનંદ નથી.. આપની સંમતિથી જરા અને મરણથી બળતા આ લોકમાંથી સારભૂત એવા આત્માને હું બચાવી લઈશ.... (જયારે માતા-પિતા શ્રમણજીવનની દુષ્કરતા અને કઠોરતા સમજાવે છે ત્યારે મૃગાપુત્ર કહે છે કે, તમે જે કહ્યું તે ઠીક છે પણ સંસારમાં જેની તૃષ્ણા મરી ગઈ તેને માટે કંઈ દુષ્કર નથી... નરક વગેરે ચાર ગતિરૂપ પરિણામવાળા જરામરણરૂપ ભયના સાગર સંસારમાં ભયંકર જન્મ-મરણ સહ્યાં છે..... ---Sત. ક. ૨૨ (આ રીતે ખૂબ સુંદર સંવાદ માતા-પિતા અને મૃગાપુત્ર વચ્ચે ચાલે છે જે ખરેખર મનનીય છે. ચારિત્રની તીવ્ર ઝંખના અને ચારિત્ર જ સાચું છે, તે સિવાય બધું જ મિથ્યા છે તે વાત આ શ્રાવકપુત્રના જીવનમાં વણાઈ છે.) [11] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36