________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
દ્રૌપદીના જીવન અને કવનથી તેનાં વ્રત-નિયમની દ્રઢતાયુક્ત પ્રતિભાનું દર્શન થાય છે, જે ગમે ત્યાં મસ્તક નમાવતા આજના શ્રાવક-શ્રાવિકા માટે દ્રષ્ટાંતરૂપ છે.
--સુબાહુકુમારે ઊઠીને પ્રભુને વંદન-નમસ્કાર કરી કહ્યું કે, હે ભગવાન! હું નિર્ગસ્થ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું....
હું પાંચ મહાવ્રતો અંગીકાર કરવામાં સમર્થ નથી.
તેથી હું પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોનું જેમાં વિધાન છે એવા બાર પ્રકારના ગૃહસ્થધર્મને આપની પાસેથી અંગીકાર કરવા ઈચ્છું છું. --વિષા . ૨, ૪. ૬, જૂ.૩૭
ચારિત્ર ન જ લઇ શકે તેવા શ્રાવકોને બાર વત પણ અંગીકાર કરવાં એ જ આ વાતનો નિષ્કર્ષ છે.
આનંદ ગાથાપતિના વ્રત-નિયમનું સંક્ષિપ્ત વર્ણન ફક્ત ટુંકા મુદ્દાઓમાં--
તે વાણિજ્યગ્રામમાં અતિ ધનાઢ્ય એવો આનંદ નામે ગાથાપતિ હતો. ૧૨ કરોડ સુવર્ણ, ૪૦ હજાર ગાયો આદિ ધનસંપત્તિ હતી, રાજા-મંત્રી-સાર્થવાહો તેની સલાહ લેતા, સુંદર રૂપવાન પત્ની હતી.
તે કાળે શ્રમણ ભગવંત મહાવીરનો ધર્મોપદેશ સાંભળી ગૃહસ્થધર્મને અનુરૂપ અનેક વત-નિયમો ગ્રહણ કર્યા :
[18] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]