________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
---તંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા....શ્રમણ નિર્ગુથોને નિર્દોષ અને ગ્રાહ્ય ખાન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોરહણ, પાટીયું, શય્યા, સંથારો અને ઔષધ એ બધું આવી યથા પ્રતિગૃહિત તપકર્મ વડે આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
--- ભા. 1. ૨, ૩. , . ૨૩ આ સૂત્ર થકી વર્તમાન શ્રાવકને એક રાહ-નિર્દેશ મળે છે કે માત્ર ભાત-પાણી જ નહીં પણ સંયમોપયોગી સર્વે વસ્તુ વહોરાવી લાભ લેવો જોઈએ.
શ્રાવક અને વ્રત-નિયમ:---
ત્યારપછી તે કચ્છલ નારદે પાણી છાંટીને અને દર્ભ પાથરીને પોતાનું આસન બીછાવ્યું. બેસીને પાંડુ રાજા, રાજ્ય થાવત્ અંત:પુરના સમાચાર પૂક્યા. તે સમયે કુંતીદેવી અને પાંચ પાંડવોએ કચ્છલ્લ નારદનો આદર સત્કાર કર્યો......
તે સમયે દ્રૌપદી-દેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરક્ત, પૂર્વકૃત પાપકર્મનું પ્રાયશ્ચિત્ત ન કરનાર તથા આગામી પાપોનું પ્રત્યાખ્યાન ન કરનાર એવા અવિરત જાણી તેનો આદર ન કર્યો, તેઓ આવેલ છે તેવી નોંધ પણ ન લીધી, ઊભી પણ ન થઈ અને ઉપાસના પણ ન કરી.
---જ્ઞાતાધર્મ. મુ.?, . ૧૬, સૂત્ર-૧૭ [17] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]