________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
અરિહંત ભગવંતોને નમસ્કાર હો.....શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો....મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક એવા પ્રભુને હું વંદન કરું છું...
-औपपातिक सूत्र- १२ ---પ્રતિભાવંત ગણાતા શ્રાવકો પણ તીર્થસ્થળે જતાં જયારે પહેલાં ભોજનશાળા, ધર્મશાળાની સગવડ વિચારે છે તેમના માટે કે સંઘયાત્રાર્થે નીકળેલા વાહનવિહારી શ્રાવકો માટે એક ઉચ્ચતમ આદર્શ અહીં કૌશિકરાજા એક શ્રાવક સ્વરૂપે પ્રતિબિંબિત કરી જાય છે.
---તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિક યાન પ્રવરથી નીચે ઊતરે છે. ઊતરીને ઘણી કુલ્ક દાસીઓ ને યાવત્ માન્ય પુરુષના સમૂહથી પરિવૃત થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ પ્રકારના અભિગમ વડે જાય છે. તે આ પ્રમાણે–
સચિત દ્રવ્યનો ત્યાગ કરવો, અચિત દ્રવ્યનો ત્યાગ ન કરવો. વિનયથી શરીરને અવનત કરવું, ભગવંતને ચક્ષુથી જોતાં અંજલી કરવી, મનની એકાગ્રતા રાખવી...
ત્યાં આવીને ભગવંત મહાવીરને વંદન કરે છે, નમે છે. પોતાના પરિવાર સહિત ઊભી રહીને શુશ્રુષા કરતી, નમતી, અભિમુખ રહીને બે હાથ જોડી યાવત ઉપાસના કરે છે.
---HT. . ૮, ૩. ૩૩, ટૂ. ૪૬૨
[15] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]