Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન ---આવા અનેક પ્રશ્નોતર રાજા કરે છે, એ હતી શ્રાવકની તત્વજિજ્ઞાસા, અને ક્યાં આજના શ્રાવકો કે જે કાનને ગમે તેવી વાત માટે વક્તાને આશ્રીને વ્યાખ્યાનશ્રવણ કરવા તો જાય છે પણ તત્વજિજ્ઞાસા સંતોષવા વિદ્વાન પાસે જતા નથી. ---ત્યારબાદ જે જયંતિ શ્રાવિકા ભગવાન મહાવીરની વાણી સાંભળી, અવધારી, હૃષ્ટ-તૃષ્ટ થઇ, ભગવંતને વંદન કરી, નમીને પૂછે છે કે -- જીવો શાથી ગુરુપણું –ભારેકર્મીપણું પામે છે! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી? સર્વે ભવસિદ્ધિકો મોક્ષે જશે કે નહીં? જો સર્વે ભવસિદ્ધિકો મોક્ષે જશે તો લોક ભવસિદ્ધિક જીવોથી રહિત થઇ જશે....ઈત્યાદિ. ---AT. . ૨૨, ૩. ૨, સૂ. 939 આજના સામાયિકમંડળોમાં જતાં શ્રાવિકા માટે આ જયંતિ શ્રાવિકાના પશ્નો એ તત્વજિજ્ઞાસાની અનોખી પ્રતિભાનું દર્શન કરાવીને ગુરુ પર્યાપાસના માટેનો ઉત્તમ રાહ ચીંધે છે. | શ્રાવક અને ચારિત્રરાગ:--- ત્યારે વિષયોથી વિરક્ત અને સંયમ-આસક્ત મૃગાપુત્રે માતા-પિતાને જઈને આમ કહ્યું--- [10] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36