Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 9
________________ આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન આ દ્રષ્ટાંત સમ્યકદર્શન-દૃઢ શ્રદ્ધામાં શિખર સમાન છે. મોહ અને પ્રેમવશ થયેલો મનુષ્ય વેશ્યાના રંગ-રાગમાં પણ શ્રાવકપણું અને બીજાને ધર્માભિમુખ કરવાના અભિગ્રહની દૃઢતામાં જો ખાવું-પીવું.સંડાસ-પેશાબ આદિ રોકી શકતો હોય તો સામાન્ય ગૃહસ્થધર્મી માટે તે કેટલું અનુકરણીય છે તે દર્શાવતી દીવાદાંડી સમાન આ પ્રસંગ છે. * શ્રાવક અને તત્વજિજ્ઞાસા:--- પછી તે પ્રદેશી રાજાએ કેશી શ્રમણ પાસે બેસી પૂછ્યું : હે ભગવંત ! તમારા શ્રમણ નિગ્રંથોમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દૃષ્ટિ છે, એવી રુચિ છે, એવો હેતુ છે, એવો ઉપદેશ છે, એવો સંકલ્પ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું સમોરસણ છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે?” ---જો એમ હોય તો મારો દાદો મરણ પામીને કોઈ નરકમાં નૈરયિક થયો હોય ને?..... મારા પર અપાર પ્રીતિવાળો દાદો મને આવીને કેમ સમજાવતો નથી કે પાપકર્મના યોગે નરકની આવી ભયંકર યાતના વેઠવી પડે?... ---જો એમ હોય તો મારી દાદી શ્રમણોપાસિકા હતા...સ્વર્ગમાં દેવી થવા જોઈએને? ...હું મારી દાદીનો વહાલો પૌત્ર હતો, તે કેમ આવીને કહેતા નથી કે તું પણ ધાર્મિક થજે. ---રીયધ્વળિય સૂ. ૬૭ [9] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36