________________
આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
--પરમાત્માના મુખેથી દ્વારિકા નગરીનો વિનાશ થવાની વાત જાણે છે ત્યારે શ્રીકૃષ્ણ વાસુદેવ વિચારે છે કે...હું અધન્ય છું, પુણ્યહિન છું, રાજ્યના અંતઃપુરમાં મનુષ્યજીવન સંબંધી કામજોગોમાં આસક્ત છું..દીક્ષિત થવા માટે સમર્થ નથી... દ્વારિકા નગરીમાં ઉદ્-ઘોષણા કરાવે છે કે
અરિહંત પરમાત્મા અરિષ્ટ નેમિ પાસે જેઓ મુંડિત થઇ પ્રવૃજિત થવાની ભાવના રાખતાં હોય તે બધાંને કૃષ્ણ વાસુદેવ આજ્ઞા આપે છે. તેની પાછળ જે કોઈ નિરાશ્ચિત હશે તેને માટે કૃષ્ણ વાસુદેવ યથાયોગ્ય આજીવિકાનો પ્રબંધ કરો અને દીક્ષા લેનારનો મહાન ઋદ્ધિ સત્કારપૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવશે.
ત્યાર પછી પદ્માવતીદેવી અહત અરિષ્ટનેમિ પાસે ધર્મકથા સાંભળી તેને હૃદયંગમ કરી આનંદવિભોર બની ગઈ, સંતુષ્ટ થઇ યાવત્ પ્રસન્ન થઇ,વંદન-નમસ્કાર કરી કહે છે કે, હે ભગવાન! હું નિર્ગન્જ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું. આપ જે કહો તે સત્ય છે. કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પામી હું દીક્ષા ગ્રહણ કરીશ...
કૃષ્ણ વાસુદેવ ભગવાન ને ત્રણ પ્રદક્ષિણા દઈ કહે છે,
આ પદ્માવતી મારી પટ્ટરાણી છે. મારા માટે ઇષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, શિષ્યાના રૂપમાં આપને ભિક્ષા આપું છું. આપ શિષ્ણારૂપ આ ભિક્ષાનો સ્વીકાર કરો.
---મન્તવૃશાવ: 9 ક. ?
[12] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]