Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
જૈન ગ્રંથમાળા, » દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૦૦૪૮૪s
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રેયસ્કરે વિનહર% શ્રીશંખેશ્વર પાર્શ્વનાથપ્રસાદઃ પુનાતુ. પૂનાની જેન તરજ્ઞાન વિદ્યાપીઠ તરફથી પ્રવેશ માટે માન્ય કરેલ છે.
શ્રી લધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા પુ૫: ૭ઃ સ્વ. સુરત નિવાસી સંધવી શેઠ જીવનચંદ નવલચંદ સ્મારક ગ્રંથમાળા
શ્રી બાળજીવન ગ્રંથાવલી : પ્રથમ શ્રેણિ : ૧ : ૨ :
-
--
-
થી ત્રષભદેવ સ્વામી ભગવાન શ્રી નેમિનાથ
-
--
:
:
:
:
પ્રકાશયિત્રી શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા
ગારીઆધાર.
સર્વહક્ક સ્વાધીન 8 વિ સં. ૨૦૦૪ પ્રથમ આવૃતિ ૧૦૦૦ તા. ૧૫-૯-૪૮
| કિંમત સાડા સાત આના શ્રેણિના પ્રથમથી ગ્રાહક થનાર માટે–રૂા. ૨-૮-૦
૧ લેખક : - શ્રી રાજહંસ : પ્રાપ્તિસ્થાનઃ-શ. ઉમેદચંદ રાયચંદ
વ્યવસ્થાપક-શ્રી લ, જે, ગ્રંથમાળા
મું. ગારીઆધાર (વાયા દામનગર– સૌરાષ્ટ્ર) મુદક—શા ગુલાબચંદ લલુભાઈ. શ્રી મહાદય પ્રેસ–દાણાપીઠ, ભાવનગર છે, અને
:
:
:
::
૦
.
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી લબ્ધિસૂરોશ્વર જૈન ગ્રંથમાળાનુ અપૂર્વ સચિત્ર માલ માસિક,
あ
ગુલાબ
અત્યાર સુધીમાં આવું ખાલ સાહિત્ય તમે વાંચ્યું જ નહીં હોય ! ખાલ સાહિત્યમાં અનેખી ભાત પાડતું અજોડ માસિક પત્ર ટૂંક સમયમાં અમે પ્રગટ કરવા ઇચ્છીએ છીએ. બાળકો પણ વાંચે, વિદ્યાર્થી પણુ વાંચે, કન્યાએ પણ વાંચે, વેપારીએ પણુ વાંચે, જન્મીને જૈત ખનવા સૌ કાઈ વાંચે ! માતાપિતાને, સંતાનેાને, શેઠવાનાતરને, શિક્ષકવિદ્યાર્થીને,પતિપત્નીને બધાયને એક સરખા જે વાંચવાથી લાભ થાય છે. તે માસિક દરેક ઘરમાં, દરેક ગામમાં, દરેક શહેરમાં હેવુ' જોઇએ. આજેજ ગ્રાહક થાઓ.
*
*
માસિક
*
ગુલાબ
એટલે
જીવતે જીવતાં શિખવાડે, ખેાલતાં શિખવાડે, ચાલતાં શિખવાડે, ખાતાં શિખવાડે, અને દુનિયાના વ્યવહારા કેવા રાખવાનાં હોય, તે પશુ શિખવાડે. માનવને માનવતાનુ' ભાન કરાવે, ને ઉંધતાને જગાડે.
ગુલાબમાં શું વાંચશે ?-મધુકાંતની મુસાફરી-મે શેઠની રમૂજી વાતા—ભટજીની કથા-તમારું પ્રતિબિંબ–પૅરીસની પાસ્ટ ઑફીસસા વર્ષના મેળા-કાકાની સલાહ-ક્રમના કેદી-વૃદ્ધોનું સ ંમેલન– વિમાનની સહેલ, પ ંદરમી ઑગસ્ટના યાદગાર દિવસ, અરજ’ટ તાર. બેસ્ટ કંપનીના મેનેજરની ચેતવણી વિગેરે વિગેરે.
વાર્ષિક લવાજમ રૂા. ૩૯-૦
શા. ઉમેદચંદ રાયચંદ : ગારીઆધાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
ge
w
up
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથપ્રસાદઃ પુનાતુ. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ ૭. બાળજીવન ગ્રંથાવળી.
પ્રથમ શ્રેણી :૧:
સુરત નિવાસી સ્વર્ગીય સંધવી શેઠ જીવનચંદ નવલચંદ સ્મારક ગ્રંથમાળા,
top
શ્રી કષભદેવ સ્વામી
non
: પ્રકાશક -અપ, શ્રી લબ્ધિસૂરીશ્વરજી
ગારીઆધાર છે
y: A
or n
સતે ૧૪૫,
બાબત ૦
-
-
-
''
સર્વ હક્ક , '. વિ. સં. ૨૦૦૨ પ્રથમ આવૃત્તિ. ''
લેખક : રાજહંસ,
પ્રાપ્તિસ્થાન, આ છે . શા. ઉમેદચંદ રાય . ૧. બાળજીવન બાવળીખે ૨-,
ઠે. જેન દેરાસર પાસે. મુ. ગારીઆધાર. વાયા દામનગર-( કાઠીયાવાડ).
woroscope
on- nu
-
-
- - -
-
- :
-
કિંમત માત્ર ત્રણ આનો વીશ વાર્તાની શ્રેણીની કિંમત માત્ર રૂ. ૨-૯-૨ મુદ્રકઃ શા. ગુલાબચંદ લલુભાઈ, મહાદય પ્રેસ-ભાવનગર.
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
» આદિ વચન —
અમને જણાવતાં અત્યંત હર્ષ ઉપજે છે, કે જે ઉદ્દેશથી અમે કાર્ય કરતાં આ હદ સુધી આવી પહોંચ્યા છીએ, તે ઉદ્દેશ વધારે સફળ કરવાના હેતુથી એકવીસમી સદીના મંગળ પ્રભાતે નવ્ય યુગને નૂતન સાહિત્ય રસ પીરસવા, આ બાળજીવનગ્રંથાવળીને પ્રગટ કરવા દ્વારા, અમે સમર્થ બની શક્યા છીએ. આજના ઉચ્ચ શિક્ષણ લેનારાઓ માટેના અમારા શ્રી જૈન વિદ્યાથી ગ્રંથમાળાના ઉત્તમ પ્રકાશનેને જોઇને આનંદ પ્રકાશિત કરતાં કરતાં જેન આલમની બાળવર્ગની ઉન્નતિને અર્થે આવા બાળસાહિત્યના સર્જન માટે પણ હિતેચ્છુઓ તરફથી ઘણી માંગણી થવા લાગી ને તે ધ્યાનમાં લઇને અમે આ કાર્યમાં મંગળ પ્રવેશ આજે કરીએ છીએ. સુરત નિવાસી સ્વર્ગીય સંધવી શેઠ જીવનચંદનવલચંદના ઉત્તમ સ્મારક તરીકે આ વિભાગ પ્રગટ કરવામાં આવે છે. તે જ હેતુથી બાળ શબ્દની સાથે જીવન શબ્દ સંકળાયેલે વાંચકો જશે. આ સંસ્થાના પ્રાણસમી પરમ કૃપાળુ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની કપ અમારા આ ભગીરથ પ્રયત્નમાં વેગ આપો ! એટલી પ્રાર્થનાપૂર્વક હાલ વિરમીશું
સંધસેવક શા. ઉમેદચંદ રાયચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભદેવ સ્વામી.
~હ્યું -
બાળકા પરમપૂજ્ય શ્રી મરૂદેવા માતાને જરૂર જાણતા હશે, એમનું મંગળ નામ સઉ કાઇને યાદ આવે તેવું છે, તેઓ પુણ્યના ભડાર હતા. એમની જીંદગીમાં સુખ, સુખ ને સુખ હતું. દુઃખનું નામ જાણે તે જાણતાજ ન હતા. દેવતાઇ સુખને તે અનુભવતા હતા. તે સમયે યુગલિયાએના યુગ હતા. કજીયા કંકાસનુંનામનિશાન ન હતું. પરસ્પર આનંદમાં રહેતા.
યુગલિયાઓની જીંદગી બહુ સુખી હતી. ખાવા જોઇએ, તેા કલ્પવૃક્ષ પાસે માંગી આવે રહેવા મકાન, ઓઢવા વસ્ત્ર, શરીરોાભા વધારવા અલંકાર દાગીના જેવા ને જેટલા જોઇએ, તેટલા પ્રમાણમાં કલ્પવૃક્ષ પાસે માંગતા અને અધુ તુરતજ મળી જતું, પુણ્ય વિના આવું સુખ તે મળતુ હશે ? જોડલે જન્મે, તેનુ નામ યુગલિઆ. તે બધાને વેપાર-ધધા કરી કમાવાનુ શાનુ હાય ! આનું નામ દૈવી સુખ કહેવાય છે. બસ આખી જીંદગી આનંદ આનંદ ને આનંદ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
બાળજીવન ગ્રન્થાવળી : સહ કઈ જાણે છે કે એક ચોવીશીમાં આપણા ભારતવર્ષમાં ચોવીશ ભગવાન થાય છે. આ ચોવીશીમાં પ્રથમ ભગવાન ક્યા થયા એ જાણે છે? સઉથી પહેલામાં પહેલા શ્રી આદીશ્વર ભગવાન થયા છે. એ ભગવંતનું કોડ વર્ષનું આયુષ્ય હતું, એટલે કે, ચાયશી લાખ પૂર્વનું આયુષ્ય તે પ્રભુજીનું હતું. તેમની કાયા પણ પાંચસો ધનુષ્ય જેવડી ! એ પ્રભુનું બીજું નામ શ્રી કષભદેવ ભગવાન પણ છે. ત્રણ લેકના નાથ એ તીર્થકર ભગવાનના જન્મદાતા મરૂદેવા માતુશ્રી હતા. ભગવાનની માતા એટલે આપણું પૂજ્યજને! એ રત્નસુખ માતાજીને કેડે નમસ્કાર! ધન્ય છે એવી માતાઓને કે જેઓ આવા પુત્રરત્નને જન્મ આપે છે! વાહ ! વાહ !
અઢાર કોડાકડી સાગરોપમેના અસંખ્યાતા વર્ષે ધર્મવિહુણ આ ભારતભૂમિ પર વીતી ગયા. ધર્મનું નામ કોઈ જાણતું ન હતું. તે લાંબે યુગલિયાઓને દીધયુગ જ્યારે લગભગ પૂર્ણ થવાની તૈયારી હતી, તે સમયે આ ત્રણ ભુવનના નેતા શ્રી કષભદેવજી ભગવાન દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી અહિં અવતર્યા,
વિમળવાહનની સાતમી પેઢીએ શ્રી નાભિકુલકર થયા. તેમના પત્ની શ્રી મરૂદેવાજી હતા. તે માતાજીએ પુત્રના પુત્ર, ને તેના પુત્ર એમ ચોસઠ હજાર પેઢીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રથમ શ્રેણિ : ૧ : જોઈ હતી. એવા દીઘાયુષી માતાજીની સુખ સહાયબીની વાત શી કરવી? એ માતાજીની રાજ હાયબી કેવી ? એવા સુખાવાસમાં આપણું પ્રથમ તીર્થંકર આદીશ્વર ભગવાન અવતરે, એટલે ભગવાન મહુ સુકમાળપણે અને બહુ લાડથી ઉછરે તેમાં નવાઈ શી હોય? તેમાં વળી ચોસઠ ઇંદ્રિો તે કેડો દેવાની સાથે તે પ્રભુને જન્મતાંની સાથે જન્મોત્સવ કરવા આવે! પછી સેવાભક્તિમાં ખામી હોય? ભગવાન તો મનુષ્ય થયા, પણ દેવેંદ્રથી પણ અધિક થયા !
ભગવાનને જન્મતાંની સાથે જ, આપણી ઉત્તર દિશામાં આવેલા લાખ જેજન ઊંચા મેરૂપર્વત ઉપર દે લઈ ગયા અને જન્મસ્નાત્ર કર્યું, એટલે આપણે પણ તે ઉત્તમ પ્રસંગ યાદ કરવા ઘણીવાર જિનાલયમાં
સ્નાત્ર ભણાવીએ છીએ, તથા પ્રભુજીને પ્રક્ષાલન કરતી વખતે બોલીએ છીએ, “મેરૂશિખર નવરાવે હે, સુરપતિ મેરૂશિખર નવરાવે ! જન્મકાળ જિનવર છક જાણી, પંચરૂપ ધરી આવે છે, સુરપતિ મેરૂશિખર નવરાવે!'
એ દેવાધિદેવનો પ્રભાવ અજબ હતો, પુણ્ય પ્રકર્ષ અજોડ હતો. દેવો પણ આકર્ષાઈને તે પ્રભુજીની ભક્તિ અને સેવાને ચાહતા. ધીમે ધીમે મોટા વૈભવમાં અને લાડમાં ઉછરતા તે પ્રભુ મોટા થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
બાળજીવન ગ્રંથાત્રી :
પ્રભુજીને જન્મથી જ ત્રણ જ્ઞાન હતા. આપણે તે મતિ અને શ્રુતજ્ઞાનવાળા કહેવાઇએ, ત્યારે પ્રભુશ્રીને તેા ત્રીજી અવધિજ્ઞાન પણ હતું. જેથી તેનું જ્ઞાન દિવ્ય અને પ્રભાવવાળુ` હતુ`. એમની આગળ બીજા બધા અજ્ઞાન લોકો તા ભાઠ અને ઠાઠ જ ગણાયને!
મનુષ્ય છતાં દેવાથી પૂજાય ! વયથી કુમાર પણ જ્ઞાનથી મેાટા ! રૂપમાં જેની તુલનામાં કેઇ આવી શકે નહિ, દેવા પણ ઝાંખા પડે ! માનવ છતાં, ભગવાન થવાના એટલે તીથંકર દેવ કહેવાવાના ! વાહ ! કેવુ વિચિત્ર ! વિજ્ઞાનના તા એ પ્રભુ ખજાને ! કળાઓને તેા ભંડાર! પોતે દુ:ખી નહિં, છતાં પણ અન્ય દુઃખી આત્માઓને દુઃખમાંથી ઉગારવાની અત્યંત તમન્ના અને લાલસા !
પ્રભુજી વયથી મેાટા થતા ગયા. તે જ ભવમાં ભગવાન મેક્ષે જવાના તા હતા જ, પણ ભાગાવલી કર્મ ભાગવવાનાં બાકી હતાં, અને તે ભાગવ્યા વિના છૂટકા થાય નહિ. એવામાં એક બાળા, સુનંદા નામની માતાપિતા વિનાની વન વગડામાં ફરતી હતી. તેને લાકે શ્રી નાભિરાજા પાસે લાવ્યા. તેઆએ કહ્યુ,વારૂ ! એને ઋષભને પરણાવીશું! એક સુનંદા અને બીજી સુમ ગળા, એમ ઠાઠપૂર્વક લગ્ન થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રથમ શ્રેણી : ૧ :
સુમંગળાએ એક જોડલાને જન્મ આપે. તેનું નામ ભારત અને બાહ્યી રાખવામાં આવ્યાં. સુનંદાએ પણ એક યુગલને જન્મ આપે. તેમનાં નામ બાહુબલી ને સંદરી પાડવામાં આવ્યા. એ રીતે શ્રી અષભદેવ સ્વામિની સંતતિ ઘણા પુત્રાદિની થઈ.
શ્રી કષભદેવ સ્વામિ પ્રથમ તીર્થકર થવાના હતા. ભરતજી અને બાહુબલી પણ બહુ વિખ્યાત છે. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી થવાના હતા. અને તે બેઉ ભાઈઓ પણ તે જ ભવે મોક્ષે જવાના હતા. અને શ્રી મરૂદેવાજી માતા તો નિગોદમાંથી બહાર નીકળી કેળના એક જ વનસ્પતિના ભવ પછી તુરત જ તે જ ભવમાં મેલે જવાના હતા. આ બધા ઉત્તમોત્તમ આત્માઓનો સુયોગકે અનુપમ ગણાય?
અત્યારસુધી ધર્મનું નામ પણ યુગલીઆ હોવાથી કઈ જાણતા ન હતા. ધર્મનાં બીજ આ પ્રભુજીએ રાખ્યાં. ભારતભમિના સાચા ઉદ્ધારની દિશા આ પ્રભુશ્રીએ બતાવી. સંખ્યાબંધ આત્માઓને સંસાર-કારાગારથી છેડાવ્યા. દુઃખથી મુક્ત કર્યા. સુખનો માર્ગ બતાવ્યો, જ્ઞાનપ્રકાશ પાથર્યો. એવા ભગવાન આપણું શરણ હો!
આપણે જાણીએ છીએ, કે વીશ કેડાકોડી સાગરોપમ વર્ષનું એક કાળચક્ર થાય છે, તેના બે વિભાગ કરવા. એક ચડતો કાળ તેનું નામ ઉત્સર્પિણીકાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
બાળજીવન ગ્રંથાવલી : ને એક ઉતરત કાળ તેનું નામ અવસર્પિણી કાળ. આપણે આ સમય અવસર્પિણી કાળને છે. એટલે દિવસે દિવસે સુખ ઓછું જોવામાં આવે, ને ન દેખેલાં દુઃખને અનુભવ કરવો પડે. ક્રમે કરી જમીનના રસકસ, મધુરતાદિ ગુણ પણ ઓછા થતા ગયા. આયુષ્ય ઓછા થતા ગયા, અને કલ્પવૃક્ષો પણ ઘટી ગયા. એટલે કજીઆ શરૂ થવા લાગ્યા. વેર ઈષ્યના અંકુરાઓ ફૂટવા લાગ્યા.
અવસર એ આવ્યો, કે કલ્પફળ મળવાં બંધ થયાં. ખેતીવાડી કેાઇને આવડતી નહિ. બધા જાય નાભિકુલકર પાસે ફરિયાદ કરવા. લડે ઝઘડે તોય ફરિયાદ કરવા ત્યાં જ જાય. હવે તે શ્રી ઋષભદેવે રસ્તા બતાવ્યા. કલ્પવૃક્ષના ફળ ન મળે તે અનાજ જોઈએ. અનાજ ખેતીવાડી વિના થાય નહિં. વનસ્પતિ ફળફૂલથી પેટ ભરવા માંડ્યું. અનાજ થયું, તે પણ કાચું ખાય તે કેમ પચે? ખાધું પચે નહિં. પકાવવાના રસ્તા જાણ્યા, એટલે હાથથી મસળીને, પછી પડીમાં પલાળીને, કાખમાં ગરમાટો આપીને ખાતાં પણ બહુ નમ્યું નહિં.
એમ કાળાન્તરે સંઘર્ષણથી થયો અગ્નિ. લોકોએ કોઇ દિવસ દેખેલ નહિં, બધા કહેવા લાગ્યા “આ તો રાક્ષસ છે કે શું?” ભગવાન પાસે ગયા. જવાબ મળ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રથમ શ્રેણી : ૧ :
એ તે અગ્નિ છે, એના પર અનાજ પકાવી શકાય, પછી તમને અપચો નહિં થાય! - હવે તે પકાવવું શામાં? ખાવું શામાં? એવી અનેક મુશ્કેલીઓ ઊભી થવા લાગી,ઉપકારની દષ્ટિથી ભગવાને માટીના આકારે બનાવવાનું શીખવ્યું. એવા દ્રવ્યપ્રકારે પણ પ્રભુએ સંસારી અવસ્થામાં ઘણું કર્યા છે, પણ દીક્ષા લીધા પછી એવું કાંઈપણ બતાવ્યું નથી. સંયમ પામીને તે સંસારનાં સર્વ કાર્યોને ત્યાગવાનાંજ બતાવ્યા છે. એટલે ભગવાન કાંઈ સુધારક ન હતા, પણ ઉપકારકજ હતા. કેવળજ્ઞાન થયા પછી તે પ્રભુજી સાચા ભગવાન એટલે ભાવ તીર્થંકર થયા. અનાદિકાળના ભવસમુદ્રના ભ્રમણમાં માનવદેહ માન્ય છે, એ એક કમાવાના બંદરરૂપ છે, તેમાં સંયમ અને મેક્ષની પ્રવૃત્તિ એ જ સુધારે છે, અને સંસાર તથા તેને લગતી પ્રવૃત્તિઓ એ સાચે કુધારેજ છે. એમ સમજી આ ભગવાનની છાયા પામીને અસંખ્યાતા મનુષ્ય મેક્ષે ગયા છે.
જેમ જેમ વખત જતે ગયે, તેમ તેમ લેકમાં કwઆ કલેશ વધતા ગયા. એટલે માથે કોઈ રાજાની જરૂરત પડી. શ્રી નાભિજીને વિનવ્યા. તેઓએ જવાબ વાજો; “આજથી ત્રષભ તમારો રાજા થાઓ!”રાજ્યારેહણનો મહોત્સવ કરવા તો ઇન્દ્રો આવે! માનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ખાળજીવન ગ્રંથાવળી :
ઇન્દ્રપુરીમાં તેના માટે વિનવવા કયાંથી જઇ શકે, પણ એ ઇન્દ્રા તા પેાતાની ભક્તિ મજાવવા કેાઇના આમત્રણની રાહ જોયા વિના આપેાઆપ આવી ગયા. ઇન્દ્રે તા ભગવાનને શણગારી રાજા સ્થાપ્યા. હવે લેાકેા આવીને જોવા લાગ્યા. જોઇને ચકિત થઇ ગયા. પ્રજા મહુ ચકાર હતી, એટલે પગના જમણે અંગૂઠે પ્રક્ષાલ પૂજા કરી.
ઇન્દ્રે જાણ્યું કે પ્રજાજન બહુજ વિનીત છે. એટલે ત્યાં એક નગરી બનાવી. એ નગરીનું નામ વિનીતા આપ્યું, એ પ્રભુજી પ્રથમ રાજા થયા; કારણ કે અત્યાર સુધી કાઇ રાજા થયું જ ન હતું, સંસારસુખના વૈભવ ભાગવતાં ભાગવતાં ત્યાશી લાખ પૂ` વીતી ગયાં. ચેોર્યાસી લાખ વર્ષને ચાર્માંશી લાખે ગુણે ત્યારે એક પૂર્વ થાય. એટલે હવે આ અસાર સંસારના ત્યાગ કરી ભાવતી કર થવાના સમય આવી લાગ્યા.
એક વર્ષ સુધી છૂટે હાથે સવારથી અપાર સુધી ક્રાડા સાનામહેારાનુ હમેશ દાન દીધું, એ દાનથી પૃથ્વી ઋણ રહિત બની ગઇ. લક્ષ્મી દાનથીજ દીપે છે, દાનથી વધે છે. ‘ પ્રાણીઓ એકઠી કરીને પણ પરભવમાં લક્ષ્મીને સાથે લઇ જઇ શકતા નથી, માટે તે અસાર છે, ' એમ સૂચવવા છૂટે હાથે દાન આપ્યું. રાજ્ય પુત્રાને સોંપ્યું. સવ વસ્તુના માડુ ઉતારી દીધા. સંયમ સ્વીકારવાના અવસર આવ્યા. દેવા પણ પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રથમ શ્રેણું : ૧ : જીનું દીક્ષા કલ્યાણક ઉજવવા આવ્યા. મહેટો વરઘોડે નીકળે. દીક્ષા લેતાં ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. એ ભગવાનનો તે રોજ ને રાજ જ્ઞાનપ્રકાશ વધતો ને વધતો જ ગયે. આપણે તે આજનું ખાધેલું કાલે ભૂલી જઈએ. વર્ષ દિવસ પહેલાં કરેલી વાતને આજે શબ્દ શબ્દ યાદ કરી શકતા નથી. દ્રવ્ય લક્ષ્મીથી પણ આપણે અધૂરા ને જ્ઞાનલક્ષ્મીથી પણ આપણે તે અધરાજ ! તેવા પૂરા થવાને આપણે પ્રયાસ પણ કયારે કર્યો છે? આપણે તો છોડી જવાની ચીજોને ભેગું કરવાવાળા છીએ, એટલે આપણે પૂરા કયારે થઈશું, એ તો જ્ઞાની પુરુષો જાણે.
ભગવાન તે નિઃસ્પૃહી છે, ગામે ગામ વિચરે છે, પણ સંયમી એવા પ્રભુ જ્યારે પધારે, ત્યારે કેમ વહારાવવું એ વિધિને કોઈ જાણતું નથી. કારણ કે આ પૃથ્વી તળનાં સંયમદ્વાર અઢાર કડાકોડી સાગરોપમેના વર્ષો સુધી blackout ના જેવા અંધારપટવાળા ધર્મ વિનાના વીત્યા બાદ, પહેલાજ પ્રભુજીએ ઉઘાડ્યા હતા. એમ કરતાં એક વર્ષ વીતી ગયું. એવામાં ભગવાન હસ્તિનાપુરમાં પધાર્યા. હસ્તિનાપુર દિલ્હીની નજીક છે.
તે વખતે હસ્તિનાપુરની પ્રખ્યાતિ અને જાહજલાલી ઘણીજ હતી. તે અરસામાં બાહુબલીજીના પુત્ર, એટલે ભગવાનના સંસારી પિાત્ર શ્રેયાંસકુમારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
માળજીવન ગ્રંથાવળી : અનંત ઉપકારી પ્રભુજીને જોયા, એટલામાં શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી પાતાના પૂર્વ ભવ જોયા, પાસેજ હતા શેરડીના ઘડા, પ્રભુશ્રીને વિનંતી કરી. પ્રભુજીએ બેઉ હાથ લખાવ્યા. ૧૦૮ ઘડા લબ્ધિધર એવા પ્રભુજીના ખામામાં સમાઇ ગયા ને શીખા વધતી ગઇ. પણ છાંટા સરખા નીચે પડ્યા નિ પ્રભુજીએ આ પ્રમાણે પ્રથમ પારણું કર્યું. આ અનુનિમિત્તે કરણ આજે વર્ષીતપ નામનું મહાન તપ ઘણા તપસ્વી ઉત્તમ આત્માઓ આચરી રહ્યા છે, અને પરમપાવન અત્યંત નિર્મળ વાતાવરણવાળી શ્રી સિદ્ધાચલજી મહાગિરિરાજની છાયામાં શેરડીનુ પારણુ કરે છે . ધન્ય છે એ તપસ્વીઓને !
ભગવાને ધાતી કના સંપૂર્ણ ક્ષય કર્યાં. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાન નયન ઉધડી ગયાં. ખીજી માનુ ભરતજી છએ ખડ સાધવા માટે જવાની તૈયારી કરી રહ્યા હતા. કેવળ જ્ઞાનના સમાચારથી હર્ષ ના પાર રહ્યા નહિ, દેવાએ સમવસરણની રચના કરી. માટા ઠાઠ સાથે ભરત મહારાજા પ્રભુજીને વંદનાથૈ ગયા, સાથે મહાભાગ્યના નિધાન શ્રી મરૂદેવા માતાજીને પણ લઇ ગયા.
એ માતાજીએ પ્રભુજીની દીક્ષા બાદ પુત્રના માહથીરડવામાં દિવસેા ગુમાવ્યા હતા, ને તેથી આંખે છારીના પડલ આવ્યા હતા. ભરતજીને હુ ંમેશ આલ ભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રથમ શ્રેણી : ૧ :
૧૧
દેતા હતા. ́ હું ભરત !તું તારા પિતાની કેમ ખબર લેતા નથી ? ટાઢ તડકામાં તેનું જંગલમાં શું થતું હશે ? ’ વિગેરે . વચના ભરતજીને હુંમેશ સાંભળવા પડતા. માતાજી અને ભરતજી હાથી ઉપર બેઠા છે. સમવસરણ નજીક આવતાં ભરતજીએ કહ્યુ, “દાદી ! જુઓ ! આ ભગવાનની સ્હાયના તા પાર નથી. ક્રાડા દેવા ખડેપગે ભક્તિ કરે છે. એ ભગવાન તા અનંતા સુખના ભાક્તા છે. વિગેરે. ”
એ સાંભળી માતાજીના પડલ ઉઘડી ગયાં, ને પુત્રની ઋદ્ધિ જોઇ ચકિત થઇ ગયા. વિચારણામાં ચડ્યા, ‘ આવા સુખી પુત્ર માટે હું ચિતા ખાટી કર્ છુ, કાઇ કાઇનુ નથી. આ સમયે તે સંસાર વ્યવહારના છે ” એમ ઉત્તમ ભાવના ભાવતાં ભાવતાં માતાજીને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ને ત્યાં જ તુરત માક્ષે ગયા ! ધન્ય છે એ ઉત્તમ રત્નકુક્ષી માતાજીને ! ભગવાન શ્રી ઋષભદેવ સ્વામિએ સંસારમાં કદી અનાજ ચાખ્યું સરખું ય નથી. કેવળ દેવતા કલ્પવૃક્ષનાં ફળો લાવી આપતા, તે જ ખાતા ! આ તે દેવ કે મનુષ્ય ! ક્રોડા દેવા તેા પ્રભુજીની સેવા કરવા લાગ્યા. દેવા સમાસરણ રચે, નીચેના કાટ ચાંદીના, વચ્ચેના કાટ સાનાના, અને ત્રીજો સઉથી ઉપરના કોટ રત્નમય અનાવે, ત્યાં સિંહાસન ઉપર પ્રભુજી મિરાજે, અને માલકાશ રાગમાં ધમ દેશના આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
બાળજીવન ગ્રંથાવાળી : ભગવાનના ગણધરે શ્રી પુંડરીક સ્વામિ પ્રમુખ હતા. એક લાખ પૂર્વ સુધી ભગવાને ચારિત્ર પાળ્યું તીથાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર પ્રભુજી નવાણું પૂર્વ વાર પધાર્યા છે, એટલે તે આપણે નવાણું યાત્રા શ્રી સિદ્ધગિરિજીની કરીએ છીએ.
આ પૃથ્વી તળ ઉપર પ્રભુજીએ કેડે વર્ષો સુધી ધર્મનો બહુ જ ઉત્તમ ઉપદેશ આપ્યો. કેડે ભવિ આત્માઓ તે સાંભળીને બુઝક્યા, અને દીક્ષા લઈ મોક્ષે પણ બહુ મોટી સંખ્યામાં ગયા છે. ભરત ચક્રવત્તની પાટ ઉપર આવેલા અસંખ્યાતા રાજાઓ દીક્ષા લઈને મેલે ગયા છે અને અસંખ્યાતા સ્વર્ગવિમાનમાં ગયા છે.
ભગવાન શ્રી રાષભદેવ સ્વામી શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર દશ હજાર મુનિઓ સાથે અણુસણ કરીને મોક્ષે ગયા છે. અને શ્રી પુંડરીક સ્વામિ આદિ પાંચ કેડ મુનિવર સાથે એક માસનું અણુસણ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ચૈત્રી પૂર્ણિમાના દિવસે જન્મ મરણરૂપ સંસાર પરિભ્રમણને અંત કરીને સદાનું જ્યાં અનંતુ સુખ છે, એવી મુક્તિપુરીમાં ગયા છે. શ્રી ભરતજીને પણ આરિલાભુવનમાં કેવળજ્ઞાન થયું છે.
એ મરૂદેવા માતા, એ ભગવાન ગઢષભદેવ સ્વામિજી, અને એ પુંડરીક સ્વામિ ભગવાન, જે શ્રી શત્રુજયની શોભા વધારી રહ્યા છે, તે સઉનું કલ્યાણ કરે!
એ તીર્થનાથ ભગવાનને નમસ્કાર હો..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ભગવાનશ્રી ઋષભદેવસ્વામીનાં પાંચ ક્લ્યાણુકા.
ચવન કલ્યાણક જેટ વઢ ચાય. જન્મ કલ્યાણક ફાગણુ વદ અષ્ટમી. દીક્ષા કલ્યાણક ફાગણ વદ અષ્ટમી, કેવળ કલ્યાણુક માહ વદ અગ્યારસ. માક્ષ કલ્યાણક પાસ વદ તેરસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભદેવસ્વામી સ્તવન
( રાગઃ કાલી કમલીવાલે તુમષે લાખ્ખા સલામ } સિદ્ધાચલના વાસી જિનને ક્રોડા પ્રણામ, આદિ જિનવર સુખકર સ્વામી; તુમ દ નથી શિવપદ પામી. થયા છે અસંખ્ય, જિનને ક્રોડા પ્રણામ. વિમલગિરીના દર્શન કરતાં; ભવા ભવના તમ તિમિર હરતાં, આનંદ અપાર, જિનને ક્રોડા પ્રણામ. હું પાપી છું... નીચ ગતિગામી; કંચનનગરીનું શરણું પામી, તરશુ જરૂર, જિનને ક્રોડા પ્રણામ. અણુધાર્યો આ સમયમાં દન; કરતાં હૃદય થયું અતિ પરસન. જીવન ઉજ્જવલ, જિનને ક્રોડા પ્રણામ. ગાડી પાર્શ્વ જિનેશ્વર કેરી; કરણ પ્રતિષ્ઠા વિનતિ ઘણેરી,
દર્શોન પામ્યા માની, જિનને ક્રોડા પ્રણામ.
સિ૦ ૧
સિ૦ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સિ૦ ૩
સિ૦ ૪
સિ પ
સંવત ઓગણીશ નેવું વર્ષ;
સુદ પંચમી કર્યાં દર્શન હું,
મન્યા જ્યેષ્ટ શુભ માસ. જિનને ક્રોડા પ્રણામ. સિ૦ ૬
આત્મ કમલમાં સિદ્ધગિરિ ધ્યાને
જીવન ભળશે કેવળ જ્ઞાને
લબ્ધિસૂરિ શિવધામ, જિનને ક્રોડા પ્રણામ. સિ૦ ૭
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
--------
----
શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ બીજું.
નૂતન સમ્રાય સંગ્રહ. ==== ' નવીન રાગામાં નવ્ય રચના !
ઉત્તમ ભાવના ભાવવા માટે અમેાલ ૭૬ સજ્ઝાયેાના સંગ્રહ પૂજ્યપાદ વિલકિરીટ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજની અપૂર્વ કૃતિ આમાં જોવામાં આવશે.
કિંમત માત્ર રૂા. ૧-૮-૦
શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ ૪ શું.
નૂતન ગફૂલી સંગ્રહ.
આ ચેપડીમાં પૂજ્ય વિપુલકિરીટ આચાર્ય દેવકૃત સુ ંદર ગહુલીને સપૂર્ણ સંગ્રહ આપવામાં આવ્યા છે. તદુપરાંત પયૂષણ પર્વમાં ગાવાની આઠે દિવસની ક્રમવાર ગહુલી, તથા મેટા મેળાવડામાં ગાવાના ગુણુ-કવિતા તથા ગુરૂસ્તુતિ
પણ આપવામાં આવી છે.
કિંમત માત્ર રૂા. ૦–૩–૦
મગાવેાઃ-શા. ઉમેદચંદ રાયચંદ.
------
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
--------
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
--.-.-.
શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ ૩.
શ્રી સિદ્ધહેમલઘુવૃત્તિના
અવસૂરિપરિષ્કાર.
તદ્દન નવીન સંકલના. વિદ્વાનને મનગમતા ખુલાસાએ-નવ્ય શૈલીથી આમાં સંગ્રહવામાં આવ્યા છે. ભાષાનું મૂળ વ્યાકરણ છે, એ ભૂલશે। નહિ. ગુજરાતી ભાષાનું મૂળ ઉદ્ભવસ્થાન સ ંસ્કૃત જ છે. જેને વ્યાકરણ ઉપર કાબૂ હાય છે, તે કાષ, કાવ્ય, ન્યાય અને સિદ્ધાંતપરિશીલનમાં શીઘ્ર પ્રવેશ કરી શકે છે. ચતુર્થાં પાદ ટુંક સમયમાં બહાર પડશે. પાદની છૂટક નકલ રૂા. ૭-૧૦-૦
ગ્રાહક બને. છ અધ્યાયના રૂ।. ૧૭-૮-૦, શા. ઉમેદચંદ રાયચંદ.
શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. પુષ્પ : ૬ :
શ્રી ગિરનાર તીવિભૂષણ
શ્રી નેમિજિનેશ્વર પંચકલ્યાણક પૂજા.
>B
તમારા ગામમાં શ્રી નેમિનાથ ભગવાન છે? એક વખત આ પૂજા ભણાવેા. સાચા ભાવ પ્રગટ થશે. આ પૂજા તદ્દન નવી જ છે. આશાવરી, માલકાશ વિગેરે ઉત્તમ રાગે પણુ તેમાં છે. ટુંક સમયમાં બહાર પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ.
––
––
.: ૧ :
p. ઘણાં ય વર્ષો વીતી ગયાની આ વાત છે. છે . પુરાતન ઇતિહાસ એની સાક્ષી આપે છે. ઇતિહાસને કણ નથી માનતું? પ્રાચીન ખંડિયેર અને અવશેષ પ્રાચીન અસ્તિત્વને તથા તેની જાહેજલાલીને સિદ્ધ કરી આપે છે. આજના ગુરુવારની પૂર્વે બુધવાર ક્યાં ન હતે? ગયા અનંત કાળમાં ગઈ કાલનો ઉમેરો થઈ ગયે, અને આજની વહી જતી મિનિટનો પણ તેમાં વધારે થતો જ જાય છે. આપણી ભૂતકાળની પ્રવૃત્તિઓએ આપણું વર્તમાનનું ઘડતર કર્યું છે, અને આપણી આજની પ્રવૃત્તિઓથી આપણે ભવિષ્યને આપણે ઘડી રહ્યા છીએ. અર્વાચીન ઘડાતે ઇતિહાસ આગળ જતાં ભવિષ્યમાં એક દિવસ ગણ કાળનો ઇતિહાસ બનનાર છે. ઈતિહાસનાં વહેતાં વહેણને અનુભવ અવશ્ય કરવા જોઈએ. જેને શાસ્ત્રોમાં કથાનુગ કહેવાય છે, તે બહુ વિશાળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
: ૧૮ :
બાળજીવન ગ્રં : ૧:૨: આપણી નજર આગળ તે સંખ્યાતા કાળને જ ઇતિહાસ છે, પરંતુ સર્વજ્ઞ ભગવાનની નજર સન્મુખ તે અનંતા ભૂત અને ભાવિકાળનાં ઈતિહાસનો પાર નથી.
દ્વારકા એક કાઠિયાવાડનું બંદર છે. આગળ તેનું નામ દ્વારિકા કે દ્વારામતી કહેવાતું હતું. વાહ! બાર ગાઉએ જેમ બોલી બદલાય છે, તેમ સમય જતાં ગામના નામમાં પણ પરિવર્તન થયા જ કરે છે. આજની ગળના નકશાઓ આ વાતને પ્રત્યક્ષ પુરાવે છે. સ્થળનાં જુનાં નામે ફેરવાઈ ગયાં છે.
૬ બા –ળક!તમે જુનાગઢ તે જોયું જ હશે, કેમ È Ë જોયું છે ને ? તેની પાસે બહુ જ ઊંચો એક પહાડ છે, તે પણ જાણતા હશે તે પહાડ “શ્રી ગિરનાર તીર્થ” એ નામથી ઘણે જ પ્રખ્યાત છે. ગિરના મહાન પર્વતના નામે પણ તે ઓળખાય છે. આ મહાન ગિરિની ટેકરીઓમાં અને ગુફાઓમાં ઘણા વાઘ, સિંહ વિગેરે વિકરાળ પ્રાણીઓ વસે છે, ને અધોરી બાવાઓ પણ ઘણું રહે છે. ત્યાં અનેક જાતની વનસ્પતિ અને ઔષધિઓ પણ થાય છે. એકલા માણસને તે તે સ્થાન ઘણું જ બિહામણું અને નિર્જન ભાસે છે. ત્યાંની વનરાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથઃ
: ૧૯ અને સેંકડોની હારમાં રહેલી આંબા વિગેરેની શ્રેણી મનને ઘણું જ પ્રફુલ્લિત કરે છે. કુદરતનું સૌંદર્ય, ભૈતિક વિશાળતા, એકાંતનું રહસ્ય અને લીલી કુંજાર વનસ્પતિથી ભરેલી આબેહવા, મનમાં ઘણે જ આફ્લાદ ઉત્પન્ન કરે છે. આહા! શું આનંદ ! જાણે કે આપણે કઈ સ્વર્ગપુરીમાં જ જઈ ચડ્યા ન હોઈએ, તેવું ત્યાંનું વાતાવરણ લાગે છે. જુનાગઢ એ મહાન ગિરનારની તળેટી જ ગણાય.
.: ૩ :
8 આ 8 વાતને આજે લગભગ ૮૮૦૦૦ (એક્યાસી BOOOOOOR હજાર) વર્ષ વીતી ગયા છે. જગજાની એ વાતને જાણી, આપણા પૂર્વજોનું ગૈારવ કેવું હતું તે સમજાય છે. તે સમયની ખ્યાતિ, સંસ્કૃતિ અને સદ્ધિ ભારતવર્ષમાં કેવી હતી તેની જિજ્ઞાસાઓ આ વાંચવાથી પૂર્ણ થાય છે. કેવા પરાક્રમી, કેવા ધમાં અને કેવા વિવેકીભારતવાસીઓ હતા, તે વાંચતા વાંચતા આજની અવાચીન પરિસ્થિતિ સાથે આપણને સરખામણી કરવાનું સહેજે મન થઈ જાય છે. પૂર્વે સાહિત્યક્ષેત્રના વિસ્તાર તથા આર્ય સંસ્કારને સુદઢ રીતે પોષનારી વિદ્યા, એ બે પ્રત્યે કેટલી બધી લાગણી ફેલાએલી હશે, તે પણ તેમાંથી જાણી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
બાળજીવન પ્ર. ૧ : ૨ ?
:
૪ :
- ભ (ગવાન શ્રી નેમિનાથ સ્વામીને જન્મ તે
ત્રા આપણું ગુજરાતના ઇશાન ખુણામાં ચમૂના નદીના કિનારે આવેલા સૌરીપુર નામના નગરમાં થયો હતો. તથા તેઓશ્રીની દીક્ષા વિગેરેને વરઘેડે તે દ્વારકા( કાઠીઆવાડ )થી નીકળ્યો હતો. તેની હકીકત નીચે પ્રમાણે જાણવા મળે છે, તે વાંચીને સંબંધ મેળવી શકાય છે.
| સરીપુરમાં સમુદ્રવિજય રાજા રાજ્ય કરતા હતા. શિવાદેવી નામની તેમની રાણી હતી. તેમને નવ ભાઈઓ હતા. સૌથી નાના ભાઈનું નામ વસુદેવ હતું. પાંડવામાં જેમ સૌથી જ્યેષ્ઠ ભાઈ યુધિષ્ઠિર હતા, તેમ આ બધા ભાઈઓમાં રાજા સમુદ્રવિજય વડીલ બંધુ હતા. વસુદેવ તરહિણી દેવકી વિગેરે ઘણી કન્યાઓને પરણ્યા હતા. રોહિણીના પુત્રનું નામ બળદેવ, અને દેવકીના પુત્રનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું હતું. આ બંને ભાઈઓ ઘણા જ પરાક્રમી હતા. મથુરાથી સૈરીપુર કાંઈ બહુ દૂર ન હતું. ત્યાં કંસ રાજા રાજ્ય કરતે હતા. તે ઘણે જ ક્રૂર હતા. પિતાના પિતા ઉગ્રસેન રાજાને પણ કેદમાં પૂરી તે ઘણો જ ત્રાસ આપતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ :
છે ૨૧ કે તે પ્રજાને પણ ઘણે જ હેરાન કરતે હતે. જે માણસ બીજાને ઘણો જ ત્રાસ આપતા હોય તે માણસ તરફ લેકેને સ્વાભાવિક રીતે અણગમો પેદા થાય છે. જે સત્તાધીશ માણસ પોતાના આશ્રિત વર્ગ ઉપર રહેમ નજર રાખે તો તે ઘણો જ પ્રિય થઈ પડે છે. કૃષણે કંસને વધ કર્યો અને ઉગ્રસેનને ફરી ગાદીએ બેસાડયા. જરાસંધ કંસને સસરે થાય, તે ગુસ્સે થયો. તે બહુ બળવાન હતો. તેની આગળ મથુરા અને સૈરીપુરના રાજ્યો બળહીન ગણાય. તે બધા જરાસંધથી ગભરાયા અને કુટુંબ કબીલા સાથે ચાલતાં ચાલતાં કાઠિયાવાડમાં આવી પહોંચ્યા. દરિયાકિનારે એક નવી નગરી વસાવી. તેનું નામ રાખ્યું દ્વારિકા. જુનું દ્વારિકા આજે રહ્યું નથી. આજનું દ્વારિકા નવું વસેલું છે. પરાક્રમી કૃષ્ણજી ત્યાંના રાજા સ્થપાયા. વસુદેવના તે પુત્ર હોવાથી તેને બધા વાસુદેવ પણ કહે છે. એ કષ્ણ મહારાજા આવતી ચોવીશીમાં શ્રી અમમ નામે બારમા તીર્થંકર થઈ મેક્ષે જવાના છે.
: ૫ :
શ્ન ભગવાન શ્રી નેમનાથ બત્રીસ સાગરેપમના &cebooä દીર્ધ આયુષ્યની દૈવી પિગલિક સુખલીલા ભોગવીને શિવા માતાની પવિત્ર કુખે અવતરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
માળજીવન : ૧ : ૨ :
શ્રાવણ સુદી પચમીએ જનમ્યા. દેવાએ મેરુપ ત પર જન્મમÒાત્સવ ઉજન્મ્યા. ચાવીસ તીર્થંકર પૈકીના આ આવીસમા તીર્થપતિ થવાના હતા. તેમનું નામ અરિષ્ટનેમિ એવું રાખવામાં આવ્યું, તેમનું રૂપ, લાવણ્ય, બળ અને ગાંભીય એવા ઘણા પ્રયાસે પ્રામ થાય તેવા સંખ્યાતીત ગુણા તેમની સ્પર્ધા, અનુકરણ કે અદેખાઇ કરવા ચાગ્ય હતા. આજના માનવીઓનુ આયુષ્ય જેમ પાણાસાથી સ વર્ષનું ગણાય છે, તેમ તે પ્રભુજીના સમયમાં મનુષ્યેા હજાર જેટલા વર્ષા લગભગ જીવતા. શિવામાતાના એ લાડકવાયા નેમજી, માતપિતાને કૃષ્ણ વગેરે કુટુંબીઓને અને પ્રજાજનાને અત્યંત પ્રિય થઇ પડ્યા. પૂર્વના મહાન પુણ્યના યાગે પ્રભુજીને અવધિજ્ઞાન તા જન્મથી જ હતું. આવુ વિશેષ જ્ઞાન માનવીઓમાં કાઇકને જ મહાપુણ્યે સાંપડે છે. નારકીઓને અને દેવતાઓને, પક્ષીઓની ઉડવાની શક્તિની જેમ, તે જ્ઞાન સ્વાભાવિક મળે છે, ધીમે ધીમે કુમાર અવસ્થા પ્રભુની ખીલતી ગઇ. તેમને મળનુ અભિમાન ન હતુ. એટલે કાઇ તરફથી એમને કાઇ પ્રકારના ગભરાટ કે ડર ન હતા. વૈભવમાં તેમને ગવ ન હતા. એ તા સંસારી આત્માઓના ગને ઉતારવા માટે મથનારા હતા. પરાશ્રયી અવસ્થાના તે સાચા વિરાધી હતા. આત્માને સ્વતંત્ર બનાવવાના સ્વાશ્રયી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથઃ
: ૨૩ માર્ગ તેઓ બતાવવાના હતા, પરતંત્ર આત્માને કર્મની જે પરાધીનતા છે એ જ તેમને ખટકતી હતી. નેકરને શેઠની પરાધીનતા, પત્નીને પતિની પરાધીનતા, પ્રજાને રાજાનું પાતંત્ર્ય, ચોરને જેલની પરતંત્રતા, વિદ્યાર્થીને શિક્ષકની સોટીની પરાધીનતા, એવી અનેક પરાધીનતાએના નાચ નચાવવાનું કામ આપણું પૂર્વકૃત કર્મો કરે છે; એટલેકર્મના સૈન્યની સામે જ સંગ્રામ માંડવાનું પ્રભુ જીએ નક્કી કરી લીધું; માટે જ તે પ્રભુ પોતાની શક્તિઓને ઉપયોગ બીજા આત્માને રીબાવવામાં કરતા ન હતા, પરંતુ જાતે જ ખમી ખાવાનું પસંદ કરતા.
જ એક દિવસ પ્રભુશ્રી નેમિનાથ ફરવા નીકળ્યા.
- ત્યાં કૃષ્ણજીની આયુધશાળા પાસે આવી પહોંચ્યા. ત્યાં શંખ, ગદા, ધનુષ્ય, વિગેરે ઘણાં શસ્ત્ર પડેલા હતા. કૃષ્ણજી એટલે ત્રણ ખંડને રાણે. તેથી પણ તે વાસુદેવ કહેવાતા. એની રાજસદ્ધિ ઘણું વધી ગઈ હતી. | દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીના કાળમાં ત્રેસઠ “શલાકા” પુરુષ (મહાપુરુષ) થાય છે. તેમાં ચોવીસ તીર્થકરે થાય છે. બાર ચક્રવર્તી થાય છે. વાસુદેવ નવ, બળદેવ નવ અને નારદ પણ નવ થાય છે. આ બધા ય ઉત્તમ આત્માઓ હોય છે. તેમાંની વાસુદેવની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૪ :
બાળજીવન પ્ર.: ૧ : ૨ : અદ્ધિને ધારણ કરવાવાળા કૃષ્ણજી હતા. તેને શંખ તે જ ફેંકી શકે, બીજા કોઇની તે માટે શક્તિ હોય જ નહિ. પરંતુ શ્રી તીર્થકરના આત્માઓ તે અનંત બળી હાય, એટલે તેના બળ આગળ વાસુદેવનું, ચક્રવર્તીનું, કે દેવેન્દ્રનું બળ કાંઈ પણ ગણત્રીવાળું કહેવાય નહિં. | શ્રી નેમિનાથ ભગવાને તે રમતથી શંખ હાથમાં લીધો, અને વગાડો. અવાજ એ જબરો થયો કે ઘોડાઓ અને હાથીએ બંધન તેડીને ભાગી ગયા. કૃષ્ણજીને ચિંતા થઈ કે “જરૂર મારે કઈ શત્રુ પેદા થો લાગે છે. ” કૃષ્ણનરેશ ત્યાં તુરત આવી પહોંચ્યા. ભગવાનને જોઈ શરમદા થયા, છતાં હૃદયમાં તે ખડખડ હસવા લાગ્યા, “આ તો આપણું ભાઈ જ છે.” પણ શંકા થઈ કે મારું રાજ્ય તો આ નેમજી નહિં પચાવી પાડે ને? આટલા બધા શુરવીર આગળ મારું શું થશે? આવી વિચારશ્રેણી આવવા લાગી. એટલામાં થઈ આકાશવાણ. “એ કુમાર તે બાવીસમાં તીર્થપતિ થવાના છે. એમને કંઈ આ રાજ્ય લેવાનું મન નથી. એ તો મુક્તિપુરીનું રાજ્ય લેવાના છે.” કૃષ્ણજીને મનમાં સંતેષ થયે. હાસ! ઠીક થયું. એમ હોય તે વાંધો નહિ. પછી વિચાર થયો, જેઉં, એમાં બળવાન કેણ છે? પરીક્ષા તે કરીએ, એમ ધારી કહ્યું કેમ આપણે કુસ્તી કરીશું ને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ :
: રપ : ભગવાને કહ્યું આપણને જમીન ઉપર આમ આલેટવું શેભે? એના કરતાં પરસ્પર હાથ લાંબે કરીને વાળીએ તે ઠીક. બેઉએ કબૂલ્યું. કષ્ણુજીએ હાથ લંબાવ્યો, એટલે ભગવાને તે નેતરની સેટીની જેમ વાળી દીધો. પછી ભગવાને હાથ પ્રસાર, હવે કૃષ્ણ જીએ તે નમાવતાં નમાવતાં બહુ જોર કર્યું, પરંતુ ઝાડની ડાળની જેમ હાથ પર તે અવલંબી ગયા. હાથ વાળી શકયા નહીં. આથી પોતે બહ ઝાંખા પડી ગયા. ભગવાન કેટલા બધા ગંભીર હતા. ધન્ય છે એ ગંભીરતાને! સાગર કરતાં પણ અત્યંત ગંભીર, આટલું બળ છતાં બહાર દેખાવ થતું નથી. આપણામાં બળ હાય તે અલ્પબળીને કેટલા દબાવીએ? બળ નથી, સામને કરી શકતા નથી, માટે નમ્ર છીએ, કેમ સાચું ને?
૬ ભ યુગવાન શ્રી નેમિનાથ સ્વામીને માટે ઘણી Rumä રાજકન્યાઓની માગણીઓ આવે છે. શિવા માતાજીને પણ પુત્રને પરણાવી કહાવે લેવાની ઘણું જ હોંશ છે. સમજાવવા પ્રયાસ ઘણા થયા, પણ નેમજી માનતા નથી. ઘણો આગ્રહ થયે, એટલે જવાબ આપે, “મારા યોગ્ય સ્ત્રી લાગશે ત્યારે વિચાર કરીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
: ૨૬ :
બાળજીવન ગ્રં. : ૧ : ૨ :
આવા જવાબથી કાંઇક આશાના કિરણાના સાને ભાસ થયા.
શ્રીકૃષ્ણ અને તેની પટરાણીએ પ્રભુજીને પરણવા ઘણા આગ્રહ વાર વાર કર્યાં કરતા. એક દિવસ સરાવરતીરે ગાપીએની સાથે કૃષ્ણજી આનંદ કરવા ઉનાળામાં ગયા. નિઃસ્પૃહી ને નિર્વિકારી પ્રભુજીને પણ સાથે લઈ ગયા. સત્યભામા, જાંબુવતી, સુસીમા વિગેરે દેવાંગના જેવી પટરાણીએ અને ગેાપીએ પણ પરણવા બહુજ વિનવણીએ કરવા લાગી.
46
શું સ્ત્રીનું પાષણ કાણુ કરશે એ શંકા થાય છે ? એમ વળી એક રાણીએ મેણુ સંભળાવ્યું.
“ સ્ત્રીથી તા ઘર શાભે છે. સાધુ મુનિરાજને વહેારાવવા ભક્તિ કરવાનુ કામ નારીએ વિના કાણુ કરે ? ” એમ કેાઇએ કહ્યું,
એકે તેા સંભળાવ્યું. તમે તીર્થંકર થવાના છે, તે શુ નવાઇના થતા હશે। ? શ્રી ઋષભદેવસ્વામી, શ્રી મુનિસુવ્રતસ્વામી, વિગેરે તીર્થપતિએ ઘણા ચ થઇ ગયા. તે બધા કાં પરણ્યા ન હતા ? તે બધા પરણ્યા પછી દીક્ષા લઇને શુ માક્ષે ગયા નથી ?
આ રીતિએ ઘણું ઘણું વિનવ્યા પછી, જળક્રીડા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #32
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ : સંપૂર્ણ થઈ ગયા બાદ ગેપીઓ વાંટાઈ વળીને કહેવા લાગી “ અમારે વિવાહાત્સવના ગીતો ગાવા છે. ”
ભગવાન તે જ્ઞાની છે. આ બધુંય ઠંડા કલેજે સાંભળ્યા કરે છે. છેવટે મુખારવિંદ સહેજ મિતથી હસમુખું થયું, એ જોઇને બધાએ ત્યાં જાહેર કરી દીધું “ચાલે, શ્રી નેમ પ્રભુએ વિવાહ કરવા હા પાડી છે. તેઓશ્રી નિષેધ કરતા નથી, માટે એ વાત તેમને કબૂલ છે.” એ વાત શહેરમાં ફેલાઈ ગઈ.
કૃષ્ણ કેઈ ઉત્તમ રાજકન્યાની શોધ કરવા
લાગ્યા. શ્રી નેમનાથજીને ચગ્ય ઉગ્રસેન રાજાની કુંવરી રાજીમતિ છે, એમ ધારી માગણી કરી. લગ્ન નિરધારવા જોષીને બેલાવ્યા.
સમુદ્રવિજય રાજા : જોષીરાજ! કૃષ્ણએ મહામહેનતે નેમજીને વિવાહ માટે મનાવ્યા છે. તમે વહેલામાં વહેલું મુહૂર્ત કાઢો. '
જોષીરાજ રાજન! ચાતુર્માસમાં તે કાંઈ લગ્ન વિવાહ જેવી સારી વિધિઓ થતી હશે? છતાં આપને ઉતાવળ જ છે, તે શ્રાવણ સુદ છઠ્ઠને દિવસ સારો છે. બધા સાંભળી ખૂબ રાજી થઈ ગયા. લગ્નની ધામધુમ કરવા બેઉ વેવાઈઓએ તાબડતોબ તૈયારીઓ કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
': ૨૮ :
બાળજીવન ગ્રં. ૧ : ૨ ઃ શરૂ કરી, ને દિવસે નજીક આવવા લાગ્યા. શરણાઇઓ વાગવા લાગી. નોબતો ગગડવી શરૂ થઈ. મંગળ ચોઘડીયાઓના ગડગડાટ સંભળાવા લાગ્યા. તેણે મંડપ વિગેરેથી ઘરે ને રસ્તાઓ આખા ય શહેરમાં શણગારાઈ ગયા. મહિલા વર્ગના મધુર રવવાળા ગીતો ચોમેર સંભળાવા લાગ્યા. મહામહેનતે નેમજી માને, પછી રાજસાહ્યબીની તૈયારીમાં કમીના શી હોય?
લગ્નનો વરધોડે શું લાંબે, શું લાંબ? સાજન મહાજનની પણ ગણતરી કેણ કરી શકે ! દ્વારિકાના મેટા પણ રાજમાર્ગ સાંકડા થઈ ગયા હોય તેમ લાગવા માંડયું. નેમજી એટલે સૈને વહાલા, સૈને પ્યારા, કો હીનભાગી ઘરે બેસે, ને આ વરઘોડે ન જુએ? આબાલગોપાલના હર્ષને પાર રહ્યો નહિ. શિવામાતા ને રાજાને તે હર્ષ એટલે ઉભરાવા લાગ્યું કે જેની વાત થઈ શકે નહિ. ઊંચામાં ઊંચા ઝવેરાતના દાગીના, મોતીની માળાઓ, નવશેરા હારે, વીંટીએ વિગેરે શણગારોથી શોભતા શ્રી નેમિનાથજીને જોઈને
સ્વર્ગલોકમાંથી જાણે દેવેન્દ્ર ને અવતર્યા હોય એમ સૈને લાગ્યા વિના રહેતું નહિ. પ્રભુજીને બેસાડવા સુંદરમાં સુંદર બે શ્વેત ઘોડાઓથી સજજ કરી, એક દિવ્ય રથ તૈયાર કરાવ્યો. છત્ર ચામર વિગેરે પણ હાજર થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ:
: ૨૯ : પ્રભુજીની ગંભીરતાની કોઈ સીમા હશે? પિતે જ્ઞાનથી જાણે છે, કે તેમણે તે કુમાર અવસ્થામાં જ એટલે પરણ્યા વિના બાલબ્રહાચારી રહીને જ દીક્ષા લેવાની છે. તે જાણવા છતાં ય વરઘોડે નીકળે છે, પોતે તૈયાર થાય છે. લગ્નની વિધિઓ અને સમગ્ર તૈયારીએ થાય છે તે મઝેથી પોતે નિહાળ્યા કરે છે અને અક્ષરે ય ઉચ્ચારતા નથી. બાળકોને ખ્યાલ હશે કે આપણને બેલતાં આવડતું હોય, અને કોઈ વાત આપણે જાણતા હોઈએ તે આપણે બેલ્યા વિના કોઈ દિવસ રહી શકીયે? ને “હું કાંઇક છું” એ સામાને
ખ્યાલ ન કરાવીએ તે ચાલે ખરું? ખીસ્સામાં પિસા હોય ને ખખડાવ્યા વિના થોડા રહેવાય? શક્તિ હોય, ને કોઈને બોલ સાંભળીને કે થપ્પડ ખાઈને થોડા અવાય છે? એ બધું આપણી તુચ્છતાઓનું પ્રદર્શન કહેવાય. સમજુ તે કહેવાય કે જે અવસર વિના બેલે નહિ; કળા, શક્તિ, બળ, વિગેરે જે કાંઈ થોડું મળ્યું હોય તેને ગર્વ ન આવે! આ ભગવાન તે જ્ઞાનના ભંડારી ગુણેના ખજાના! ગંભીરતાના સમુદ્ર!
.: ૯:
હા થીએ, ઘોડાઓ, ગાડીઓ, બગીઓ,
- પાલખીએ, એક પછી એક વરધોડાની શેભા વધારી રહ્યા છે. વરઘોડો ઘણે લાંબે છે. સાજન
Oneeses on
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
: ૩૦ :
બાળજીવન ગ્રં.: ૧:૨:
ગાભા પણ મુકુટબદ્ રાજાએથી એકદમ દીપે છે. રાજા સમુદ્રવિજયનું ઘણું અહેાળું કુટુંબ, અને તેમાં વળી ચાદવ કુળના નબીરાએ હારબંધ આનંદની વાતા કરતા કરતા ચાલી રહ્યા છે. આનદનું વાતાવરણ ચામેર એકસરખું પ્રવર્તી રહ્યું છે, તેમાં વળી સુગંધી પુષ્પમાળાઓથી શણગારાએલા અને શ્વેત અશ્વોથી શાભત રથ કાના મનને લેાભાવે નહુિ ? તેમાં વળી રિવંશનભામણ યાદવકુળતિલક, પ્રભુજી સર્વ પ્રકારની અંગવિભૂષાથી દેવેન્દ્રની જેમ તેમાં શાલતા હાય, પછી તા તે વરધાડામાં શી ખામી હાય ? એ ભગવાન પાસે તા દુનિયા, કેાઇ જુદી જ અણુધારેલી, ન દેખેલી, અને ન સાંભળેલી, અજાયબીઓ જોવા અને જાણવાની આશા રાખતી હતી. જેમ આજના બાળકો પાસે તે સારા ગુણી અને સજ્જન નિવડે, તથા તેવા કળાકુશળ ને ચકાર નિવડી ભવિષ્યમાં મોટા થઇ પરાપકારનાં, ભલાઇનાં કામેા કરશે, એવી આશાએ દુનિયા રાખતી હાય છે, તેમ દેવા અને ઇન્દ્રો જે પ્રભુજીની ભવિષ્યવાણીએ, ઘણી વાર ઉચ્ચારી ગયા હેાય, તેવા પ્રભુજીની સામે દુનિયા એકી નજરે જુએ, તેમાં નવાઇ જેવુ શું હાઇ શકે ? - વરધાડા ઉગ્રસેન રાજાના મહેલ પાસે જઇ પહોંચ્યા. ગાખમાં બેઠેલી શ્રીમતી રાજુલ પણ સાહેલીઓ સાથે વિનાપૂર્વક વાર્તાલાપ કરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ :
[: ૩૧ : કરતી આખા ય વરઘોડાને નિહાળ્યા કરે છે. રથ બહુ નજીક આવવા લાગ્યા. ઉગ્રસેન રાજાના સગાસંબંધી, લાગતાવળગતા, ઓળખાણ પીછાણવાળા, એવા ઘણા મનુષ્યો ત્યાં એકઠા થયા છે. એક બાજુ જાનૈયા વર્ગને માટે ઉતારાની સગવડ થઈ રહી છે. એક બાજુ શ્રી નેમિનાથજી અને શ્રીમતી રાજીમતીજી માટે સુંદરમાં સુંદર મટી ચેરી તૈયાર કરવામાં આવી છે, બીજી બાજુ, આવેલા અને આવતા મહેમાનેને માટે હરેક પ્રકારની સુખ સગવડ કરવા નિયુક્ત માણસે દોડધામ કરી રહ્યા છે, જ્યારે એક બાજુ મહિલાવર્ગ વરઘોડે તથા જમાઈ રાજને જોવા માટે મોટા પ્રમાણમાં ભેગે થયો છે, ત્યારે એક નાકે બધાને માટે જમવા ખાવાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે.
રાજીમતીજી સહીઅરને ઉત્તમ વરની જે પ્રાપ્તિ થઈ તે માટે આનંદના વેણ સંભળાવી રહ્યા છે. એવામાં જમણી આંખ ફરકી. કાંઈ અનિષ્ટ બનાવ બનવા જોઇએ, એમ સાહેલીઓને જણાવ્યું. પુરુષને જમણું અંગ ફરકે તો શુભ સૂચક કહેવાય છે, અને ડાબું અંગ ફરકે તો અનિષ્ટકારક મનાય છે. સ્ત્રીઓ માટે તેથી વિપરીત હોય છે. એટલે રાજીમતીજીને જમણું અંગ ફરકવાથી જરૂર શંકા થઈ, કે આ માંગલિક પ્રસંગે કઈ પણ અપમંગળ ઊભું થવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
: ૩ર :
બાળજીવન . : ૧: ૨:
: ૧૦ :
1 મ હેલ પાસે વરઘોડે આવતાં પશુઓને
th 1 અવાજ સંભળાયો. કરુણાના સમુદ્ર શ્રી નેમનાથજીએ સારથીને પ્રશ્ન કર્યો “ આ ઘોંઘાટ અને એકદમ કોલાહલ શાને સંભળાય છે?” સારથીએ જવાબ આપે. “મહારાજ, આ તે આપના લગ્ન પ્રસંગે લાવેલા ભયભીત પશુઓનો પોકાર છે.” એ સાંભળી, હો! હો!“શું વાત! મહારા લગ્ન નિમિત્તે પશુઓને અશાંતિ ધિક્કાર છે એ લગ્નવિધિને! સંસારપ્રવેશરૂપ જે લગ્ન વિધિમાં આ બિચારા અબોલા અને મૂંગા જાનવરો મહાન ભયમાં આકુળવ્યાકુળ બની ગયા છે, તેવા લગ્ન કરવાની મારે કાંઈપણ આવશ્યકતા નથી. જે સંસારવૃક્ષના મૂળમાં જ આવા નિર્દયરિવાજે મચલિત છે, તે વૃક્ષ કદી પણ દયામય છાયા આપનારું બને જ નહિ. પિતાને જીવવાની મનેકામનાવાળા દરેક આત્માઓએ, ભલે તે મનુષ્ય હોય કે પશુ હોય, સરખી રીતે બધા ઉપર દયાભાવ રાખ જોઇએ. પારકાને પીડા આપી રાજી થનારા આત્માઓ પોતાના જ નાશને ઇચછી રહ્યા છે, તે હરગીજ અસત્ય નથી. હજી ભાવદયાના મેંઘા અને અણુમેલ સિદ્ધાંત ભલે આ માનવીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ :
: ૩૩ : હાથ ન લાગ્યા હોય, પણ શું દ્રવ્યદયાના વહેવારૂ ત આ લેકેને હજી જડયા નથી? આટલી મોટી સંખ્યામાં પ્રાણીઓ જોરશેરથી પોકાર કરી રહ્યા છે, પરંતુ તે અવાજ શું કોઈના કાનમાં પડતે જ નહિ હોય? નહિ! નહિ ! જાનૈયા ભલે ન સાંભળે, મારે તે આ પિકાર સાંભળવા જ જોઈએ. એમ વિચાર કરીને સારથીને હુકમ કર્યો “આપણે રથ આ પ્રાણીઓની પાસે લઈ લે.”
જ્યાં પાસે જાય છે ત્યાં તો પશુઓનો કેકારવ વધી ગયે. જાણે કેઈ દૈવી અવતારી પુરુષ તેમની ફરિયાદ સાંભળી ઇન્સાફ આપવા આવતા હોય, તેમ “ મારી ફરિઆદ પહેલા સાંભળે, મારી ફરિઆઇ પહેલા સાંભળે એમ કહેવા એક એકથી ઊંચે થઈ પ્રભુજીની સન્મુખ પોતપોતાની ભાષામાં બકરા, મેંઢા, હરણીયા, વિગેરે વિનવવા લાગ્યા.
ભગવાનના હૃદયમાં દયા વસેલી છે. જીવાત્માઓના ઉદ્ધાર માટે જ આ જન્મ છે. અહીં જન્મીને એ પ્રભુને કાંઈ રાચરચીલે ભેગું કરવાનું, કે પૈસે ટકે એક કરવાનું; પેઢીની પેઢી જોઈ ખુશી થવાનું, કે એશઆરામ ભેગવવા દિવ્ય સહાયબીઓની સામગ્રીઓને ભેગી કરવાનું કામ હતું જ નહિ. તેમણે તરત જ હુકમ કર્યો.
આ બધા ય પશુઓને હમણું ને હમણા જ છોડી મૂકે.” તે સાંભળી બારણું ઉઘડતાની સાથે જ પંખીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
: ૩૪ :
બાળજીવન સં. : ૧ : ર : ઉડી અમનચમન કરવા લાગ્યા અને હરણીઆઓ વિગેરે પગા જાનવર અભયદાન મળવાથી આનંદપૂર્વક દોડી ગયા. આ રીતિએ પશુઓનો કલ્પાંત શાંત થયો. સૈનિર્ભય બન્યા. મદાંધ સત્તાધારીઓ પરને કયાંથી બચાવી શકે? ધન્ય છે, એ અભયદાન દાતાને! જય હે, એ નિર્ભય બનાવનારનો!! વિજય હો! એ શૂરવીરને, કે જે પારકાના પ્રાણને બચાવી અભય જીવન અપે છે !!
.: ૧૧ :
હું ૨ ઉથને હવે આગળ ચલાવાય કેમ? લગ્ન BAB લગ્નને ઠેકાણે રહ્યા. સઉની હોંશ મનની મનમાં રહી. જેનારા આશ્ચર્યચકિત થઈ ગયા. સારથીને શ્રી નેમનાથજીએ રથ પાછો ફેરવવા ફરમાગ્યું. રથ પાછો ફર્યો. આમવર્ગ વિચારવા લાગ્યા આ શું મશકરી કે ઠો! અહીં વેવાઈના બારણું સુધી આવ્યા, હવે તે ના કહેવાતી હશે!રાજા સમુદ્રવિજયજી, શિવામાતા, કૃષ્ણજી, સૈ આવી લાગ્યા. માતાજી વિગેરે ગદગદ સ્વરે કહેવા લાગ્યા, “ભાઈનેમજી! અમારું વચન રાખવા તો ચાલ. અમારી હાંશ પૂરી પાડી અમારી લાજ તે રાખ! જાનવરને તો છોડી મૂકયા છે, હવે શું છે" આ ઘણે આગ્રહ કર્યો, છતાં નેમજીએ ન માન્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી તેમનાથ :
: ૩૫ :
તેન જ માન્યું, અડગ રહીને જવાબ આપ્યા, “આપની વાત જુદી છે, મારી વાત જુદી છે. આત્મકલ્યાણ ઇચ્છનારા એવા મને આવા આગ્રહ ન કરેા. ભગાવલી કમ મ્હારે ભાગવવાના હવે બાકી નથી. અહીં સુધી આવ્યા તે તમારૂં મન જ સાચવ્યુ` માના, મ્હારે તે મુક્તિરૂપી કન્યા પરણવા મન તલસી રહ્યું છે. એટલે આ સંસાર કારાગારમાં હવે મ્હારે રહેવુ જ નથી. હવે તા મ્હારે વિશ્વના ઉદ્ધાર કરવા પરિશ્રમ કરવાના છે. એ પ્રયાસમાં માતાપિતાની જ નામના વધે છે.
19
બાળકેા વિચારશે, કે માતાપિતાની આજ્ઞા જરૂર માનવાની હેાય છે. અવજ્ઞા કરવાની હાય નહિ. પર ંતુ ધર્મ કરણીમાં આગળ વધવા માટે, કે આત્મકલ્યાણના મામાં પ્રયાણ કરવાના હેતુથી, આ શ્રી નેમિનાથ પ્રભુની જેમ માતાપિતાની માહભરી ને સંસારવ ક આજ્ઞા થતાં, સમજાવીને ટેકીલા રહી આત્મશ્રેય સાધીએ તેા અનિચ્છનીય ન ગણાય. વળી જે આત્મા આ ભગવાનની સંસારી અવસ્થામાં પણ પશુઓ પ્રત્યેની દયાની લાગણીએ જાણ્યા પછી, બિલાડી પાસેથી ઉંદરને પ્રાણ આપવાનુ માનતા નથી, એ બિચારાએ જૈન શાસનમાં રહેવા લાયક કેમજ કહી શકાય? જેના હૃદયમાં દયા નથી, તેને પત્થર જેવા નઠાર કે પ્રાણ વિનાના કેમ ન કહેવાય ? જૈન શાસનમાં તે મૂલમાંથી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
: ૩૬ :
માળજીવન ગ્રં. : ૧ : ૨ :
અહિંસા અને દયા ાષાએલી છે; તેથી તેા જૈન શાસન વિશ્વમાં અગ્રસ્થાન ભાગવે છે. અને ભાગવશે જ. વિજય હા એ જયવંત જૈન શાસનના ! અચલ રહા એ અહિં સાના ઝડા ફરકાવતુ અપૂર્વ શાસન !! : ૧૨ :
શ્રીનેમનાથ પ્રભુના રથ પાછા ફર્યાં જોઇ, મહાસતી રાજીમતીજી બેભાન થઇ ગયા. સાહેલીએ ચામેર ફરી વળી. ભાન આવ્યું, નયનામાંથી ચોધાર આંસુ` પડ્યા જ કરે છે, વિલાપ કરવા લાગ્યા. “અહા! હું કેટલી બધી હીનભાગીની; આવા તી પતિ જેવા પતિ મળ્યા, ચારી સુધી પધાર્યાં અને પાછા ગયા. હરિણીના પાકારે મારા પ્રત્યેની પ્રીતિ ધટાડી દીધી. ખરેખર, હરણ ચંદ્રને પણ કલંકિત કરે છે. રામચંદ્રજીને સીતાજીના વિયાગ આ હરણે કરાવ્યા. તે જ હરણે મારા લગ્નના રંગમાં ભંગ કરાવ્યા. એ ભગવાનને પરણવું ન હતુ, તે પછી અહીં સુધી આવીને મને કેમ તરીડી મૂકી? હવે મારે શુ કરવુ'મારે સંસાર ચુંથાઇ ગયા ! હવે હું શું કરીશ ? આ રીતિએ શ્રીમતી રાજીમતીજીના વિલાપ સાંભળી સહિયરાએ આશ્વાસન આપવા માંડયું: “ શા માટે ગભરાઓ છે? તેના કરતાં સારા વર શેાધીશું.” આ શબ્દોએ રાજીમતીજીના આધાતમાં
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ :
: ૩૭ .
વધારે કર્યો. શીયળવતી મહાસતીજીમહાન પતિવ્રતાના શિખરે ચઢેલી આવા શબ્દો સાંખી શકે? તુરત જ કહ્યું, “બસ કરે, આવા ઉત્તમ કુળમાં ન શોભે તેવા શબ્દો કદી ઉચ્ચારશે નહિ. આ ભવમાં તે પ્રભુ વિના બીજે પતિ હવે હોય? પતિ તે તે જ. જે માર્ગ તેઓશ્રીએ અંગીકાર કર્યો તે માગ મહારે પણ અનુકરણીય છે જ.” | વાંચકે સમજશે, કે ભગવાન જે આ દ્વાર સુધી આવ્યા, તે તો પ્રભુને અને રાજીમતીજીને પૂર્વનાં નવ ભવનો જે સંબંધ હતા, તે રાજીમતીજીને યાદ કરાવવા આવ્યા હતા. પોતે મુક્તિપુરીમાં જતા હતા, અને નવભવના સ્નેહીને ભુલાય નહિ, એટલા પુરતું આમંત્રણ આપવા જ આવ્યા હતા. “ચાલે, આવવું હોય તો હું જાઉં છું. એ સંકેત કરી તુરત પોતાને સ્થાને ગયા. ભગવાન મહાવીર દેવે તો એ અભિગ્રહ ગર્ભાવસ્થામાં જ લીધો હતો કે “માતાપિતા હોય ત્યાં સુધી મારે દીક્ષા લેવી નહિ,” જ્યારે ભગવાન શ્રી નેમનાથને દાખલે તે એમ સાબિત કરે છે કે, માતાપિતા પરણવા ઘણે આગ્રહ કરે છે, અને તેઓને તે વાત ન સ્વીકારતાં દુઃખ પણ થાય છે, તે છતાં દીક્ષાના અનંત સુખના માર્ગે પ્રયાણ કરવામાં હરગીજ વાંધો નથી. એક બાજુ પરણસને આગ્રહ થયે, તો બીજી બાજુ ચારિત્રને આગ્રહ રહે. બેમાં જીત મેની? ચારિત્રની. એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
: ૩૮ :
બાળજીવન મ', : ૧ : ૨ :
બાળકે....દીક્ષા દેવીની જય ! ચારિત્રના એ ઊંચા આદર્શ ના જય હેા ! !
પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામીની દીક્ષા થઇ, પછી પણ મંગળના શ્રી મરૂદેવા માતાજીની બેઉ આંખે રડતાં રડતાં છારી આવી ગઇ, અને ઋષભને સંભારતાં સંભારતાં, વર્ષાં સુધી કલ્પાંત કર્યાં. પણ તેથી કાંઇ ભગવાનની ચારિત્રની ભાવના મ ચાડી થઇ ? આપણે તે આગળ જોઇ જ ગયા છીએ. તેમજ ત્રેવીસમા તી પતિ પુરિસાદાનીય શ્રી પાર્શ્વ નાથસ્વામીને માટે પણ, તે ભગવાન જ્યારે દીક્ષા લે છે, ત્યારે અજોડ પૂજાદિના રચયિતા કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ વર્ણ વે છે, કે “ પીયા ખીણ ખીણ રાવે. ” પ્રભુ મહાવીરના દાખલા લેનારાઓએ નિણૅય કરવા ઘટે, કે માતાપિતાના અભાવ થતાં તુરત જ ચારિત્ર લેવું, ઉપરના દ્રષ્ટાંતા ઉપરથી એવા અનેક નિચા કરવા ઘટે ! પર ંતુ એ વાત સિદ્ધ થાય છે, કે પુણ્યવાન આત્માઓને જ્યારે ચારિત્રના ઉદય આવે છે, ત્યારે મહાધીન આત્માનુ કાણુ કાંઇ કામ આપી શકતું નથી. એટલે ચારિત્ર લેવા માટે પુ નુ , પુણ્ય જ્યાં આવી ખડુ થઇ જાય છે, ત્યાં બીજી વાત વિચારવાની હાઇ શકતી નથી. આ રીતિએ પ્રભુજીને લોકાંતિક દેવા વિનવવા આવ્યા, અને છૂટે હાથે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ :
[: ૩૯ : વર્ષ પર્યત પ્રભુએ દાન આપ્યું, જેને જૈન આલમમાં વરસીદાન તરીકે ઓળખાવવામાં આવે છે.
: ૧૩ :
O GOOG
B દી Bક્ષાનો દિવસ નજીક આવ્યા. દેવે ક્રોડેની BAGOO Bસંખ્યામાં હાજર થયા.ચેસઠ ઈંદ્ર પિતાની ભક્તિનો લાભ લેવા સેવાભાવે મૃત્યુ લોકમાં આવી ઊભા રહ્યા. આગળના વરાડા કરતાં આ દીક્ષાને વરઘોડે તે કેઇગુણ શોભાવાળે બન્યો. સમગ્ર શહેર જેવા ગયું. એટલે છજામાં, અટારીમાં, એટલે, અને જ્યાં જુઓ ત્યાં માણસ જ માણસ. એવી ઠઠ જામી, એવી ઠઠ જામી, કે તેનું વર્ણન થાય નહિ. બધા ય આંગળી કરી દેખાડે, કે “જુઓ, પેલા શ્રી નેમનાથ ભગવાન પાલખીમાં બેઠા છે, શ્રીમતી રાજુલા દેવીની ચેરી સુધી જઇને પાછા ફર્યા તે બાળબહાચારી પ્રભુજી દીક્ષા લેવા જાય છે. હવે ઘરબાર, કુટુંબકબીલો, હાટહવેલી, પૈસોટકે પ્રભુ બધું ય છોડી દેવાના, અને તેઓ તે મેટા પૂજ્ય સાધુ થવાના. દેવતાઓ પણ એ નાથને પૂજવા આવે છે, શિબિકાને પોતાના ખભે ઉંચકે છે, ને ચામરે વીંઝે છે. શું એમનું પુણ્યાશું એઓશ્રીના મુખની કાંતિ! શું એ પ્રભુનું તેજ ! એ દિવ્યદેહીની છાયાથી પણ આપણા વિચાર અને વર્તન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
: ૪૦ :
બાળજીવન ગ્રંક : ૧ : ૨ : બેઉ શુદ્ધ બની જાય! સાપ જેમકાંચળી ઉતારે તેમ આ ભગવાને કે મેહ ઉતારી દીધે! વાહ! સાચું પરાક્રમ જ આ છે ! એ સ્વામીના અનંતા પરાક્રમને તો જાણે તે જ જાણે ! દીવાસળીમાં જેમ અગ્નિનું તત્વ છૂપું રહેલું હોય છે, તેમ એ અનંતી શક્તિઓ છુપી રહી શકે છે. તેનો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે જ કરી શકાય છે.
: ૧૪:
વ ર્ષથી શ્યામ છે, છતાં એ પ્રભુજીને BOOM-B દેખાવ કેટલે તેજસ્વી અને બધાને ઝાંખે ભીંત પાડી દે તેવું છે. “પરાક્રમી છતાં ક્રૂર નથી, તેજસ્વી છતાં શાંત છે. તેઓ કેવા સામ્ય છે? મનુષ્યોનું દારિદ્ર જેમણે કેડે સેનામહેરેનું છૂટે હાથે દાન કરી દૂર કર્યું છે. તે પ્રભુજી પશુઓ ઉપર પણ અમિત દયાળુ છે. એ સ્વામીને તો અનંતા ધન્યવાદ પણ ઓછા છે! નથી એમને પૈસા ઉપર મેહ! નથી તે કુટુંબીઓ ઉપર મહ ! આપણા બધા ય ઉપર એક સરખી કપા! આ મહારે ને આ હારે, એવું કાંઈ જ નહિ! આપણા બધા ઉપર એક સરખી રહેમ નજર રાખે, તે જ આપણા સાચા ઇશ્વર હોઈ શકે છે. આજથી આપણા ભગવાન આજ હો! એવા અનંત શક્તિધરનું શરણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નૈમનાથ :
: ૪૧ : -
આપણને અવશ્ય સુખી કરશે! આપણે બધા તે અજ્ઞાનના ક્રીડા ! માનવ છતાં રાત ને દિવસ ખાવાનું જ સમજનારા પશુ જેવા ! આપણે કાંઇ થાડા આટલા લાકકલ્યાણ માટે આત્મભાગ આપી શકવાના હતા ! આપણા તન મન અને ધનના પરાપકાર માટે કેટલા ઉપયાગ વળી કરી શકવાના હતા! એ ભગવાન તા દૈવી અવતાર ! હવે તે એ ભગવાન જે ફરમાવે, કે જે આજ્ઞા કરે તે જ પ્રમાણે વર્તવું. ” એવા અનેક વિચારા પ્રેક્ષકાને આવે છે.
: ૧૫:
આ ગ્રૂપણે તો જે ગામમાં જન્મ્યા, તે ગામને Bonnnnné મ્હારુ ગણીએ, જે ઘરમાં જન્મ લીધે, તે ઘરને મારૂં માનીએ; પણ આ ભગવાન તે પેાતાના જન્મના ગામને, ધરને ને કુટુંબીઓને છોડીને ગામેગામ ફરવા નીકળ્યા. આપણને તે આપણા કુટું બીએ જ કે ગામની જનતા જ આળખે, અને 4 આપણા છે ’ એમ આપણને ગણે, પરંતુ ભગવાનને તા ગામેગામના મનુષ્ય કહેવાના, કે ‘ અમારા આ ભગવાન છે; ’ એટલે ભગવાને તો એક ગામને કે કુટુ અને છેડયું, પણ એ પ્રભુનુ તા . આખું વિશ્વ કુટુંબ અન્યું. આહા! ચારિત્રધરને કેટલા બધા લાભ વિશ્વવત્સલ એ પ્રભુને આપણા કાઢી નમસ્કાર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
: ૪ર :
બાળજીવન ગ્રં. : ૧ : ૨ : રૈવતક નામના બગીચામાં અશોક વૃક્ષની નીચે પ્રભુજીએ શિબિકામાંથી ઉતરી, સ્વયં આભરણ અલંકારેને ઉતારી, પંચમુષ્ટિ લેચ કરી, છઠ્ઠ તપ કરી. ચિત્રા નક્ષત્રનો ચંદ્ર ચોગ થતાં, દેવદૂષ્ય ખભે ગ્રહણ કરી, એક હજાર પુરુષની સાથે ક્રાડે માન અને દેવોની હાજરીમાં દીક્ષા અંગીકાર કરી. ભગવાન તે હવે પરમનિસ્પૃહ બન્યા. નિર્મમત્વ ગુણને ધારણ કરનાર એ વિભુ અનેક ગામ ને નગરમાં ચેપન (૫૪) દિવસ માનપણે વિચર્યા. પંચાવનમે દિવસે શ્રી ગિરનાર મહાતીર્થ ઉપર સહસ્સામ્ર વનમાં પ્રભુજીને કેવલજ્ઞાન પ્રગટ થયું. દેવેન્દ્રો આવ્યા. સમોસરણની રચના કરી. તેમાં વિરાજમાન થઈ પ્રભુશ્રીએ તે માલકોશ રાગમાં ઉપદેશ દેવો શરૂ કર્યો. તે આ પ્રમાણે
ન (રાગ-માલકોશ) સુણે નેમિજિમુંદ સુખકારી રે,
સુખકારી હિતકારી રે સુણે નેમિ, સમવસરણ દેવે વિરાવે, નર તિરિ દેવ સુહાવે રે, દેશના ધોધે ભવિજન બને, રસ વૈરાગે જગાવે રે. - સુણે ૧ માલવકોશે ઉપદેશ વરસે, ધર્મ અંકુર પ્રગટાવે રે, ધન ધન તે જિન નયને દેખે, ભક્ત શત્રુ સમ ભાવે છે. સુણે ૨ વિશ્વ વાલેસર ગુણ અલસર, દુઃખીયાને તેહ બચાવે રે, સહ દુઃખ જાણે પાપનાં કારણ, હિંસા નાચ નચાવે રે.સુણે ૩ ધર્મ નિકેતન ગુણ કેલી સ્વામી, ચિદાનંદ ઘન વિશ્રાંતિ રે, દાન શિયળ તપ ભાવની વૃદ્ધિ મંગલનિલયમાં શાંતિ રે સુણે ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી નેમિનાથ :
: ૪૩ : ભવ ભવ ભટકી સુખનું સાધન, દુર્લભ મનુ અવતારા રે નેમિ કહે સુણે ભવિ દુઃખીયારા મોક્ષ મારગ હિતકારા રે..-સુણે ૫ ધર્મ સુગંધ સૌરભથી અજાણયા, દારિદ્ર કીડા બિચારા રે; વહેણ ઉપકારીનું ભવિ મન પ્રસરે,જ્ઞાન ગંગા નહાનારા રે.....સુણે ૬ સભ્ય એવા ભવિ જ્ઞાન પ્રવાહ, નિર્મળ અંતરંગ ધારા રે, વિમળાતમ અધ્યાતમ હેતે, કેવળી વચન ઉચારા રે સુણે. ૭ આ ભવ પરભવ સુખનું સાધન, તત્વત્રયી વર જાચો રે, અનુભવ અમૃત ઝાકઝમાળા,આત્મ રમણ ગુણ માચે રે સુણે. ૮ વરદત્ત આદે ગણધરો જેના, વિશ્વ મ ગળમય ધારા રે, લબ્ધિસૂરીશ્વરનાથજી તારે, જિતેન્દ્રવિજય જયકારા રે..સુ. ૯
: ૧૬ :
B આ દેશના રૂપી વરસાદ વરસવાથી ધર્મનાં
BiocomoB બીજ રોપાયા. ભાવનાના અંકુરા પ્રકુલિત બન્યા. મોક્ષનું ફળ લેવા માટે એ ભગવાનની છત્રછાયા ભવ્ય જીવેએ સ્વીકારી. અનંત ઉપકારી એ પ્રભુના શાસનને વરદત્ત, નંદિષણ વિગેરે અઢાર હજાર મુનિપુંગવોએ, યક્ષિણી પ્રમુખ ૪૪ હજાર આયઓએ, નદ આદિ એક લાખ ને ૬૯ હજાર શ્રાવકોએ, તથા મહાસુત્રતા વિગેરે શ્રાવિકાઓએ આશ્રય લીધો, અને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. આ પૃથ્વીતલ ઉપર ભગવાન શ્રી નેમિનાથ સ્વામીએ લગભગ સાતસે વર્ષ સુધી વિચરી, ઉત્તમ ચારિત્ર પાળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
બાળજીવન મ : ૧ : ૨ :
·
: ૪૪ :
ઉપકાર ધાધ વહાવ્યા. શ્રી કૃષ્ણ વિગેરે મહાન રાજાએ તા પ્રભુજીના પરમ સેવક બન્યા. શ્રીમતી રાજુલ પણ પ્રભુજીના સ્વહસ્તે શિર ઉપર વાસક્ષેપ લઇ પરમ પવિત્ર સાધ્વી અન્યા. એ પ્રભુનું નવહાથ પ્રમાણુ શરીર હતું, અને એક હજાર વર્ષનું આયુષ્ય હતું, એમ એ આદશ દંપતીની મુક્તિ થઇ. જ્યાં બેઉના મેળાપ શાશ્વત બન્યા.
આ તી પતિ ભગવતે શ્રી ગિરનાર મહાતીર્થની ટેકરી ઉપર સહેસાવન નામના મહાન વનમાં ધ્યાન કર્યું. આ તીર્થાધિરાજને શ્રી ઉજ્જય તરાલ શિખરના નામથી પણ ઓળખાવાય છે. મહાન તીર્થ શ્રી શત્રુજયની જ આ ટુ ક મનાય છે. એ પ્રભુશ્રીના ચિર સ્મરણ માટે, અને તે પ્રભુજી ત્યાં માક્ષે પણ ગયા છે તે માટે, ત્યાં મેટા મેટા જિનાલયેા આંધવામાં આવ્યા છે, જે આજે પણ દર્શનીય છે. ત્યાંની સ્પના પણ આપણને પાવન કરે છે; કારણ કે એ તી પતિ દેવાધિદેવનાં દીક્ષા,કેવળજ્ઞાન, અને મેાક્ષ એમ ત્રણ કલ્યાણકા ત્યાં થયા છે. એ તારક તીર્થં જયવંત રહે !
એ શ્રી ગિરનાર મહાતીર્થં વિભૂષણ શ્રી નેમિ જિનેશ્વરના પણ જય જયકાર હા ! !
એ તી સૈાનું કલ્યાણ કરી ! !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને એ તીર્થપતિ પ્રભુજી આપણા
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નં. ૫.|
અમારા તરફથી ઓકટોબર માસની છેલ્લા
શનિ-રવિવારે પ્રાયઃ પરીક્ષા લેવાશે.
પ્રારંભિક પરીક્ષાને શિક્ષણક્રમ. (મોખિક ગુણ ૧૦૦ અને લેખિત ગુણ ૧૦૦). (૧) સામાયિક અને સંપૂર્ણ. (૨) ૧૬ સતિઓનાં નામ (૩) ૧૫ તીર્થોનાં નામ. (૪) ચોવીસ તીર્થંકરોનાં નામ-લંછન સહિત (૫) દેવપાલ-એ પડીને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે. (૬) ભગવાન મહાવીરસ્વામીજીનું ટૂંક ચરિત્ર. “વિશ્વવિભૂતિઓમાંથી.
પ્રવેશ પરીક્ષાનો શિક્ષણકમ.
(પ્રથમ પ્રશ્નપત્ર–ગુણ ૧૦૦) (૧) નવકાર મંત્રથી બે પ્રતિક્રમણ સંપૂર્ણ અર્થ સહિત. (૨) નરભવનગર સેહામણું, અને આપ સ્વભાવમાં રે–એ બે સજઝાયાને અભ્યાસ કરવો. .
| (દ્વિતીય પ્રશ્નપત્ર-ગુણ ૧૦૦)
(૧) શ્રી ગિરા કિરણાલી પ્રથમ રશ્મિને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો. (૨) ભગવાન શ્રી નેમનાથ તથા શ્રી ઋષભદેવસ્વામીજીનું ચરિત્ર. શ્રી નેમિજિન પૂજમાંથી પણ પલાત્મક અભ્યાસ કરવો. વિગત મંગાવા,
, વ્યવસ્થાપક, ૧૨૦ લે રા. પુના નં. ૫ | જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ.
શ્રી જયગિરા કિરણુવલી અમારું આ અપૂર્વ સચિત્ર પ્રકાશન સુધરેલ વિચારવાળાઓ જરૂર વાંચે તેવી અમારી ભલામણ છે. લગભગ છ ફારમનું સંગીન સંસ્કાર પોષતું સાહિત્ય તુરત મંગાવે. કિંમત. સવા રૂપીઓ. વિદ્યાપીની પ્રવેશ પરીક્ષા તમારા ગામના પાઠશાળાના બાળક-બાલિકાઓ પાસે અપાવે. વિદ્યાપીઠની પરીક્ષા માટે નેટ એક રૂપીએ. એક વાર જરૂર વાંચો.
:: પ્રકાશક ::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
અમારાં પ્રકાશના.
પુષ્પ
૧૪ શ્રી જૈન વિદ્યાર્થી ગ્રંથમાળા : પ્રથમ શ્રેણી : ૨. નૂતન સજ્ઝાય સંગ્રહ : ૭૬ સજ્ઝાયાને સગ્રહ ૩ શ્રી સિદ્ધહેમલવૃત્તિ ! અવસૃત્તિ પરિષ્કાર સહિત બે અધ્યાય છપાયા છે. એ અધ્યાયના શે. ૫-૬-૦ સાત અધ્યાયના ૧૭–૮–૦ પ! શ્રી જૈન વિદ્યાર્થી ગ્રંથમાળા : ખીજી શ્રેણી : ૧૦ પુસ્તિકા
૧-૮-૦
થશે. ૭ છપાઇ છે. પ્રથમથી ગ્રાહક થનાર માટે અઢી રૂપીઆ ૧: ૧૭ શ્રી નેમિજિન-૫ ચકલ્યાણક, નવપદ મહાપૂજા : ભેગી ૦-૧૨-૨ ૭: બાળજીવન ગ્રંથાવળી : પ્રથમ શ્રેણી : ૨૦ પુસ્તિકા આવરો. ચાર પાએલ છે. પ્રથમથી ગ્રાહક થનાર માટે અઢી રૂપીઆ. ૮ શ્રી ચૈત્યવંદન સ્તુતિ ચોવીશી ! સસ્કૃત
૯ઃ જૈન સમાજના અભ્યુદય : (પ્રેસમાં) ૧૦: સ્તવનાવલી ૩ ૦–૨-૦ ૧૨: સકલાત્ સ્તાન નવી ટીકા । સંસ્કૃત : ચેાપડી આકારે. ૦-૬-૦ ૧૩. પ્રાચીન, સ્તવનાવલી : પાકું પુઠું : પેકેટ સાઈઝઃ ટુ કલરમાં કવર પેજ સાથે · પ્રાચીન મહર્ષિ આ વિચિત લગભગ ૧૫૦ સ્તવને ના સગ્રહ : ૩૫૨ પેજ. યાત્રાદિમાં અત્યંત ઉપયાગી છે.
રૂા.આ.પા. 31010
૧-૮-૦
૧-૮-૦
૧૧-૦
૧૪ પ્રાચીન ગહું તો સગ્રહ : ૧૫ શ્રી અમર જૈન વાંચનમાળા : કિરણું (૧) વિશ્વ વિભૂતિએ ૦-૩-૬ ૨ પ્રશ્નોત્તર વાટિકા ( પ્રેસમા )
૧ અપરાજિત કથાનકમ્ : પ્રતાકાર ૧૯: પંડિતપ્રવર શ્રીવીરવિજયજી મ. વિરચિત સ્નાત્રપૂજા ૨૧: શ્રી જયગિરા કિરણાવલી : સચિત્ર : પ્રથમ રશ્મિ ૩ પૂનાની શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠે “પ્રવેશ” પરીક્ષા માટે મજૂર રાખેલ છે. “ પ્રવેશ ” માટે શિક્ષક ભેગી મગાવશે તે તેને માટે નેટ એક રૂપી. ટૂંક સમયમાં પ્રગટ થશે.
ર૪ શ્રી જૈન દર્શન મરાઠી સાહિત્યમાલા - કુસુમ (૧) પ્રાર્થના. (૨) દેવપાલ. “ પ્રારંભિક ” પરીક્ષા માટે મજૂર થયેલ છે.
"
0170
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-૬-૦
-૨-૨
28: The J. E. . Series. (2) Jain Notion of the Soul, 0–2–0 ૨૪: પ્રાચીન અર્વાચીન સ્તુતિસ ંગ્રહ - ( પ્રેસમાં )
૨૫ ગુલાબ : જૈન બાલ માસિક । ટૂંક સમયમાં પ્રગઢ થરો. વાર્ષિક લવાજમ
૧-૯-૦
વિગત મંગાવાઃ—શા. ઉમેદચંદ રાયચંદ. થવ. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા. મુ. ગારાઆધાર ( વાયા દામનગર સૌરાષ્ટ્ર. )
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________ યશોવિ, ભાવનગ૨ leo's Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com