SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી નેમિનાથ : સંપૂર્ણ થઈ ગયા બાદ ગેપીઓ વાંટાઈ વળીને કહેવા લાગી “ અમારે વિવાહાત્સવના ગીતો ગાવા છે. ” ભગવાન તે જ્ઞાની છે. આ બધુંય ઠંડા કલેજે સાંભળ્યા કરે છે. છેવટે મુખારવિંદ સહેજ મિતથી હસમુખું થયું, એ જોઇને બધાએ ત્યાં જાહેર કરી દીધું “ચાલે, શ્રી નેમ પ્રભુએ વિવાહ કરવા હા પાડી છે. તેઓશ્રી નિષેધ કરતા નથી, માટે એ વાત તેમને કબૂલ છે.” એ વાત શહેરમાં ફેલાઈ ગઈ. કૃષ્ણ કેઈ ઉત્તમ રાજકન્યાની શોધ કરવા લાગ્યા. શ્રી નેમનાથજીને ચગ્ય ઉગ્રસેન રાજાની કુંવરી રાજીમતિ છે, એમ ધારી માગણી કરી. લગ્ન નિરધારવા જોષીને બેલાવ્યા. સમુદ્રવિજય રાજા : જોષીરાજ! કૃષ્ણએ મહામહેનતે નેમજીને વિવાહ માટે મનાવ્યા છે. તમે વહેલામાં વહેલું મુહૂર્ત કાઢો. ' જોષીરાજ રાજન! ચાતુર્માસમાં તે કાંઈ લગ્ન વિવાહ જેવી સારી વિધિઓ થતી હશે? છતાં આપને ઉતાવળ જ છે, તે શ્રાવણ સુદ છઠ્ઠને દિવસ સારો છે. બધા સાંભળી ખૂબ રાજી થઈ ગયા. લગ્નની ધામધુમ કરવા બેઉ વેવાઈઓએ તાબડતોબ તૈયારીઓ કરવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035226
Book TitleRushabhdev Swami Ane Bhagwan Nemnath
Original Sutra AuthorN/A
AuthorLabdhisurishwar Jain Granthmala
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1948
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy