________________
': ૨૮ :
બાળજીવન ગ્રં. ૧ : ૨ ઃ શરૂ કરી, ને દિવસે નજીક આવવા લાગ્યા. શરણાઇઓ વાગવા લાગી. નોબતો ગગડવી શરૂ થઈ. મંગળ ચોઘડીયાઓના ગડગડાટ સંભળાવા લાગ્યા. તેણે મંડપ વિગેરેથી ઘરે ને રસ્તાઓ આખા ય શહેરમાં શણગારાઈ ગયા. મહિલા વર્ગના મધુર રવવાળા ગીતો ચોમેર સંભળાવા લાગ્યા. મહામહેનતે નેમજી માને, પછી રાજસાહ્યબીની તૈયારીમાં કમીના શી હોય?
લગ્નનો વરધોડે શું લાંબે, શું લાંબ? સાજન મહાજનની પણ ગણતરી કેણ કરી શકે ! દ્વારિકાના મેટા પણ રાજમાર્ગ સાંકડા થઈ ગયા હોય તેમ લાગવા માંડયું. નેમજી એટલે સૈને વહાલા, સૈને પ્યારા, કો હીનભાગી ઘરે બેસે, ને આ વરઘોડે ન જુએ? આબાલગોપાલના હર્ષને પાર રહ્યો નહિ. શિવામાતા ને રાજાને તે હર્ષ એટલે ઉભરાવા લાગ્યું કે જેની વાત થઈ શકે નહિ. ઊંચામાં ઊંચા ઝવેરાતના દાગીના, મોતીની માળાઓ, નવશેરા હારે, વીંટીએ વિગેરે શણગારોથી શોભતા શ્રી નેમિનાથજીને જોઈને
સ્વર્ગલોકમાંથી જાણે દેવેન્દ્ર ને અવતર્યા હોય એમ સૈને લાગ્યા વિના રહેતું નહિ. પ્રભુજીને બેસાડવા સુંદરમાં સુંદર બે શ્વેત ઘોડાઓથી સજજ કરી, એક દિવ્ય રથ તૈયાર કરાવ્યો. છત્ર ચામર વિગેરે પણ હાજર થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com