________________
શ્રી ઋષભદેવ સ્વામી.
~હ્યું -
બાળકા પરમપૂજ્ય શ્રી મરૂદેવા માતાને જરૂર જાણતા હશે, એમનું મંગળ નામ સઉ કાઇને યાદ આવે તેવું છે, તેઓ પુણ્યના ભડાર હતા. એમની જીંદગીમાં સુખ, સુખ ને સુખ હતું. દુઃખનું નામ જાણે તે જાણતાજ ન હતા. દેવતાઇ સુખને તે અનુભવતા હતા. તે સમયે યુગલિયાએના યુગ હતા. કજીયા કંકાસનુંનામનિશાન ન હતું. પરસ્પર આનંદમાં રહેતા.
યુગલિયાઓની જીંદગી બહુ સુખી હતી. ખાવા જોઇએ, તેા કલ્પવૃક્ષ પાસે માંગી આવે રહેવા મકાન, ઓઢવા વસ્ત્ર, શરીરોાભા વધારવા અલંકાર દાગીના જેવા ને જેટલા જોઇએ, તેટલા પ્રમાણમાં કલ્પવૃક્ષ પાસે માંગતા અને અધુ તુરતજ મળી જતું, પુણ્ય વિના આવું સુખ તે મળતુ હશે ? જોડલે જન્મે, તેનુ નામ યુગલિઆ. તે બધાને વેપાર-ધધા કરી કમાવાનુ શાનુ હાય ! આનું નામ દૈવી સુખ કહેવાય છે. બસ આખી જીંદગી આનંદ આનંદ ને આનંદ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com