________________
બાળજીવન ગ્રન્થાવળી : સહ કઈ જાણે છે કે એક ચોવીશીમાં આપણા ભારતવર્ષમાં ચોવીશ ભગવાન થાય છે. આ ચોવીશીમાં પ્રથમ ભગવાન ક્યા થયા એ જાણે છે? સઉથી પહેલામાં પહેલા શ્રી આદીશ્વર ભગવાન થયા છે. એ ભગવંતનું કોડ વર્ષનું આયુષ્ય હતું, એટલે કે, ચાયશી લાખ પૂર્વનું આયુષ્ય તે પ્રભુજીનું હતું. તેમની કાયા પણ પાંચસો ધનુષ્ય જેવડી ! એ પ્રભુનું બીજું નામ શ્રી કષભદેવ ભગવાન પણ છે. ત્રણ લેકના નાથ એ તીર્થકર ભગવાનના જન્મદાતા મરૂદેવા માતુશ્રી હતા. ભગવાનની માતા એટલે આપણું પૂજ્યજને! એ રત્નસુખ માતાજીને કેડે નમસ્કાર! ધન્ય છે એવી માતાઓને કે જેઓ આવા પુત્રરત્નને જન્મ આપે છે! વાહ ! વાહ !
અઢાર કોડાકડી સાગરોપમેના અસંખ્યાતા વર્ષે ધર્મવિહુણ આ ભારતભૂમિ પર વીતી ગયા. ધર્મનું નામ કોઈ જાણતું ન હતું. તે લાંબે યુગલિયાઓને દીધયુગ જ્યારે લગભગ પૂર્ણ થવાની તૈયારી હતી, તે સમયે આ ત્રણ ભુવનના નેતા શ્રી કષભદેવજી ભગવાન દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી અહિં અવતર્યા,
વિમળવાહનની સાતમી પેઢીએ શ્રી નાભિકુલકર થયા. તેમના પત્ની શ્રી મરૂદેવાજી હતા. તે માતાજીએ પુત્રના પુત્ર, ને તેના પુત્ર એમ ચોસઠ હજાર પેઢીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com