________________
પ્રથમ શ્રેણિ : ૧ : જોઈ હતી. એવા દીઘાયુષી માતાજીની સુખ સહાયબીની વાત શી કરવી? એ માતાજીની રાજ હાયબી કેવી ? એવા સુખાવાસમાં આપણું પ્રથમ તીર્થંકર આદીશ્વર ભગવાન અવતરે, એટલે ભગવાન મહુ સુકમાળપણે અને બહુ લાડથી ઉછરે તેમાં નવાઈ શી હોય? તેમાં વળી ચોસઠ ઇંદ્રિો તે કેડો દેવાની સાથે તે પ્રભુને જન્મતાંની સાથે જન્મોત્સવ કરવા આવે! પછી સેવાભક્તિમાં ખામી હોય? ભગવાન તો મનુષ્ય થયા, પણ દેવેંદ્રથી પણ અધિક થયા !
ભગવાનને જન્મતાંની સાથે જ, આપણી ઉત્તર દિશામાં આવેલા લાખ જેજન ઊંચા મેરૂપર્વત ઉપર દે લઈ ગયા અને જન્મસ્નાત્ર કર્યું, એટલે આપણે પણ તે ઉત્તમ પ્રસંગ યાદ કરવા ઘણીવાર જિનાલયમાં
સ્નાત્ર ભણાવીએ છીએ, તથા પ્રભુજીને પ્રક્ષાલન કરતી વખતે બોલીએ છીએ, “મેરૂશિખર નવરાવે હે, સુરપતિ મેરૂશિખર નવરાવે ! જન્મકાળ જિનવર છક જાણી, પંચરૂપ ધરી આવે છે, સુરપતિ મેરૂશિખર નવરાવે!'
એ દેવાધિદેવનો પ્રભાવ અજબ હતો, પુણ્ય પ્રકર્ષ અજોડ હતો. દેવો પણ આકર્ષાઈને તે પ્રભુજીની ભક્તિ અને સેવાને ચાહતા. ધીમે ધીમે મોટા વૈભવમાં અને લાડમાં ઉછરતા તે પ્રભુ મોટા થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com