________________
: ૧૮ :
બાળજીવન ગ્રં : ૧:૨: આપણી નજર આગળ તે સંખ્યાતા કાળને જ ઇતિહાસ છે, પરંતુ સર્વજ્ઞ ભગવાનની નજર સન્મુખ તે અનંતા ભૂત અને ભાવિકાળનાં ઈતિહાસનો પાર નથી.
દ્વારકા એક કાઠિયાવાડનું બંદર છે. આગળ તેનું નામ દ્વારિકા કે દ્વારામતી કહેવાતું હતું. વાહ! બાર ગાઉએ જેમ બોલી બદલાય છે, તેમ સમય જતાં ગામના નામમાં પણ પરિવર્તન થયા જ કરે છે. આજની ગળના નકશાઓ આ વાતને પ્રત્યક્ષ પુરાવે છે. સ્થળનાં જુનાં નામે ફેરવાઈ ગયાં છે.
૬ બા –ળક!તમે જુનાગઢ તે જોયું જ હશે, કેમ È Ë જોયું છે ને ? તેની પાસે બહુ જ ઊંચો એક પહાડ છે, તે પણ જાણતા હશે તે પહાડ “શ્રી ગિરનાર તીર્થ” એ નામથી ઘણે જ પ્રખ્યાત છે. ગિરના મહાન પર્વતના નામે પણ તે ઓળખાય છે. આ મહાન ગિરિની ટેકરીઓમાં અને ગુફાઓમાં ઘણા વાઘ, સિંહ વિગેરે વિકરાળ પ્રાણીઓ વસે છે, ને અધોરી બાવાઓ પણ ઘણું રહે છે. ત્યાં અનેક જાતની વનસ્પતિ અને ઔષધિઓ પણ થાય છે. એકલા માણસને તે તે સ્થાન ઘણું જ બિહામણું અને નિર્જન ભાસે છે. ત્યાંની વનરાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com